અવળી સમજણ એ દુઃખ છે ને સવળી સમજણ એ સુખ છે. સમજણ કઈ મળે છે તે જોવાનું. અવળી સમજણની આંટી પડી તો દુઃખ, દુઃખ ને દુઃખ અને એ આંટી છૂટી ગઈ તો સુખ, સુખ ને સુખ! બીજું દુઃખ-સુખ છે જ નહીં આ દુનિયામાં!
પરમ પૂજ્ય દાદા ભગવાનઆખું જગત ફરજિયાતથી કરે છે, તેમાં એને વઢીએ કે આમ કેમ કરે છે તે અણસમજણ જ છે. પેલાંને વઢે તો તે વધારે કરશે, એને પ્રેમથી સમજાવો. પ્રેમથી બધા રોગ મટી જાય. ‘શુદ્ધ પ્રેમ’ એ ‘જ્ઞાની પુરુષ’ પાસેથી કે એમના ‘ફોલોઅર્સ’ પાસેથી મળે !
પરમ પૂજ્ય દાદા ભગવાનsubscribe your email for our latest news and events