જે જ્ઞાન ‘ઈમોશનલ’ કરાવે છે તે સંસારી જાગૃતિ છે. સાચી જાગૃતિ ‘ઈમોશનલ’ ના કરાવે.
પરમ પૂજ્ય દાદા ભગવાનસંસારી મીઠી વાણી સ્લીપ કરાવે અને સ્યાદ્વાદી માધુર્ય વાણી ઊર્ધ્વગામી બનાવે !
પરમ પૂજ્ય દાદા ભગવાનજે વ્યવહારમાં છે, ને જેની વ્યવહારમાં જ વર્તના છે તે બધા સંસારી. અને 'સિદ્ધ'ને તો વ્યવહારની વર્તના જ ના હોય. એટલે એ અસંસારી ! અને બીજા એક એવાં પ્રકારના હોય છે કે જે સંસારમાં છે છતાં જેને વ્યવહારની વર્તના નથી, એવાં 'જ્ઞાની પુરુષ' અસંસારી કહેવાય !
પરમ પૂજ્ય દાદા ભગવાનજ્યાં કષાય છે ત્યાં સંસાર છે. ક્રોધ-માન-માયા-લોભ છે ત્યાં સંસારી જ જીવ છે. એ પછી ત્યાગી હો કે ગૃહસ્થી હો. અને ક્રોધ-માન-માયા-લોભ નથી ત્યાં ગૃહસ્થી હો કે ત્યાગી હો, એ અસંસારી કહેવાય.
પરમ પૂજ્ય દાદા ભગવાનમનનો સ્વભાવ સંસારી છે. કોઈ મોડો આવે તો મન બોલે કે આ કટાઈમે તું ક્યાં આવ્યો ? તે લોખંડની બેડી પડી !
પરમ પૂજ્ય દાદા ભગવાનઆત્મા સંસારીય નથી ને અસંસારીય નથી. સંસારી-અસંસારી એ બધું દેહને માટે છે.
પરમ પૂજ્ય દાદા ભગવાનયથાર્થ વ્યવહાર એ સાપેક્ષ વસ્તુ છે. એટલે સંસારી વ્યવહારને યથાર્થ વ્યવહાર કહેવાય. સાધુ વ્યવહારને યથાર્થ વ્યવહાર કહેવાય. પણ જ્યાં આત્મા ને પરમાત્માની વાત હોય ત્યાં જે વ્યવહાર હોય, તે શુદ્ધ વ્યવહાર હોય. એ વ્યવહાર હોય છતાં બંધન ના થાય !
પરમ પૂજ્ય દાદા ભગવાનsubscribe your email for our latest news and events