વચનબળ શી રીતે પ્રાપ્ત થાય? એક પણ શબ્દ મશ્કરી માટે ના વાપર્યો હોય, એક પણ શબ્દ ખોટો સ્વાર્થ, પડાવી લેવા માટે ના વાપર્યો હોય, વાણીનો દુરુપયોગ ના કર્યો હોય, પોતાનું માન વધે એટલા માટે વાણી ના બોલ્યા હોય તો એનું વચનબળ સિદ્ધ થાય!
પરમ પૂજ્ય દાદા ભગવાનસહજ એટલે શું ? આ મન-વચન-કાયાની ક્રિયાઓ ચાલ્યા કરે છે. એનું નિરીક્ષણ કર્યા કરો, તેમાં ડખલ ના કરો તે.
પરમ પૂજ્ય દાદા ભગવાનમન-વચન-કાયા, ભાવકર્મ-દ્રવ્યકર્મ-નોકર્મ ‘જ્ઞાની’નાં ચરણોમાં અર્પણ કરવાનું છે. નોકર્મ એટલે ‘ડિસ્ચાર્જ’ થતાં કર્મ. ભાવકર્મ એટલે ‘ચાર્જ’ થતાં કર્મ અને દ્રવ્યકર્મ એટલે દ્રષ્ટિ. જે છે તેનાથી વિપરીત દેખાડે તે. વિપરીત દેખાય એટલે પછી વિપરીત ચાલે.
પરમ પૂજ્ય દાદા ભગવાનsubscribe your email for our latest news and events