કોઈની નિંદા કરોને એટલે તમારે ખાતે ‘ડેબિટ’ થયું ને પેલાને ખાતે ‘ક્રેડિટ’ થયું. આવો ધંધો કોણ કરે?
પરમ પૂજ્ય દાદા ભગવાનવ્યક્તિગત વાત કરવી એ નિંદા ગણાય. સામાન્ય ભાવે વાત સમજવાની હોય. નિંદા કરવી એ તો અધોગતિએ જવાની નિશાની.
પરમ પૂજ્ય દાદા ભગવાન‘વીતરાગો’ શું કહે છે ? તારે માર ખાવો હોય તો મારી આવ. તારે નિંદ્ય થવું હોય તો નિંદા કર.
પરમ પૂજ્ય દાદા ભગવાનઆ વાતાવરણમાં બધા પરમાણુઓ ભરેલા છે. તેથી તો આપણે કહીએ છીએ કે કોઈની નિંદા ના કરીશ. એક શબ્દેય બેજવાબદારીવાળો ના બોલીશ. અને બોલવું હોય તો સારું બોલ.
પરમ પૂજ્ય દાદા ભગવાનસામાન્ય ભાવે જગત છે. કોઈની માલિકી નથી આની. જેને જે અનુકૂળ આવે તે કરે. તેની તમે નિંદા કરી શકો નહીં, 'એ ખોટું છે' એમ કહી શકો નહીં, 'આ ખોટું છે' એમ વિચારાય નહીં. આ બધું કુદરતી સંચાલન છે !
પરમ પૂજ્ય દાદા ભગવાનસામાની ટીકા કરો તો તેની આરાધનાની ટીકા કરી કહેવાય. તે ભયંકર ગુનો છે. તમે સામાને ટેકો ના આપી શકો તો કાંઈ નહીં, પણ ટીકા તો ના જ કરો. જો ટીકા છે તો વીતરાગનું વિજ્ઞાન નથી, ત્યાં ધર્મ છે જ નહીં, અભેદતા છે જ નહીં !
પરમ પૂજ્ય દાદા ભગવાનએક સતીને વેશ્યા કહી તો કેટલી બધી જોખમદારી આવી પડે ? અનંત અવતાર બગડશે ! વેશ્યાને સતી કહીશ તો જોખમદારી નહીં આવે.
પરમ પૂજ્ય દાદા ભગવાનsubscribe your email for our latest news and events