ભગવાનનું અસ્તિત્વ છે કે નહીં તેની ખાતરી કરવા માટે, સૌથી પહેલાં એ સમજવાની જરૂર છે કે ભગવાન કોણ છે? ખરેખર ભગવાન એટલે શું?
દરેક ધર્મ અને સંપ્રદાયમાં લોકો પોતાને જે ઇષ્ટદેવમાં શ્રદ્ધા હોય તેમને ભગવાન ગણે છે. દુનિયામાં ભગવાન વિશેની જે કોઈ માન્યતાઓ પ્રવર્તે છે તે પ્રમાણે ભગવાનની કલ્પના કરે છે. જેમ કે, કોઈ કૃષ્ણ ભગવાનને માનતા હોય તો તેમને મુરલીવાળા, ગાયવાળા કે ગીતાવાળા કૃષ્ણ ભગવાન દૃષ્ટિમાં આવે. જેઓ રામ ભગવાનમાં માનતા હોય તેમને ધનુષ્ય-બાણવાળા કે રામ-લક્ષ્મણ-સીતાવાળા ભગવાન ખ્યાલમાં આવે. જેઓ શિવ ભગવાનમાં માનતા હોય તેમને જટાધારી કે લિંગવાળા શંકર ભગવાન લક્ષમાં આવે. જેઓ મહાવીર ભગવાનમાં માનતા હોય તેમને પદ્માસન વાળીને બેઠેલા, વીતરાગ મહાવીર ભગવાન ખ્યાલમાં આવે. પછી તેમને જ ભગવાન કહેવાય એવું લોકો માને છે.

પણ ખરેખર આ બધા ભગવંતોએ પોતે કોને ભગવાન તરીકે ઓળખાવ્યા છે એની જો તપાસ કરીએ તો જાણવા મળે કે શ્રીરામ ભગવાન, શ્રીકૃષ્ણ ભગવાન, મહાવીર ભગવાન અને શિવ ભગવાન દરેકે સ્પષ્ટ કહ્યું છે, કે અમે પોતે ભગવાન નથી. આપણે ચિત્રપટ ઉપર જેમને જોઈએ છીએ, તેને તો એ દરેકે વિનાશી કહ્યું છે. કૃષ્ણ ભગવાનને પગમાં પારધીનું બાણ વાગ્યું ને દેહનું મૃત્યુ થયું. મહાવીર ભગવાનનું પણ નિર્વાણ થયું. રામચંદ્રજી પણ દેહના બંધનથી મુક્ત થઈ મોક્ષે ગયા. એટલે બધાના દેહનો અંત આવ્યો. એમણે પોતે પણ કહ્યું હતું કે જે દેખાય છે તે દેહ છે, જેને એક દિવસ બાળી મૂકશે, આ દેહસ્વરૂપે અમે છીએ જ નહીં.
શ્રીકૃષ્ણ ભગવાને ગીતામાં અર્જુનને કહ્યું હતું, કે તું આટલા વર્ષો મારી જોડે રહ્યો, પણ તું મને ઓળખતો જ નથી, હું આ છું જ નહીં. વાસ્તવમાં જે જીવે-મરે એ જીવ છે અને જન્મ-મરણથી મુક્ત એવો આત્મા એ જ શિવ સ્વરૂપ છે. મહાવીર ભગવાનની દેશના હોય, શ્રીરામચંદ્રજીને વસિષ્ઠ મુનિએ આપેલું જ્ઞાન હોય કે જીવ-શિવના ભેદની વાત, આ દરેકમાં આ જ વાતને સમર્થન મળે છે.
આપણે જેમને ભગવાન માનીએ છીએ, એ પોતે જ ના પાડે છે કે તમે જેને ભગવાન માનો છો, તે ભગવાન છે જ નહીં. તો પછી એમણે કોની ભગવાન તરીકે ઓળખાણ આપી છે? એ દરેકે ચોખ્ખું કહ્યું છે કે અમારી અંદર જે તત્ત્વસ્વરૂપે છે, જેને આત્મસ્વરૂપ કહીએ છીએ, તે જ ભગવાન છે. આપણે તેને પરમાત્મા કહીએ, ઈશ્વર કહીએ, પરમેશ્વર કહીએ, આત્મા કહીએ કે ભગવાન કહીએ, આ દરેક શબ્દ તત્ત્વસ્વરૂપ તરફ અંગૂલીનિર્દેશ કરે છે.
એનો અર્થ એવો નથી કે આપણે ભક્તિભાવથી ભગવાનની મૂર્તિની ભક્તિ કરીએ એ ખોટું છે. કોઈ પણ ધર્મ કે સંપ્રદાયમાં ભગવાનની પૂજા ભક્તિ કરવી એ શુભ ગણાય છે. જ્યાં સુધી અમૂર્ત ભગવાનની ઓળખાણ ન થાય ત્યાં સુધી એ કરવું હિતકારી પણ છે. જ્યારે અધ્યાત્મની દૃષ્ટિએ સાચા ભગવાનને જાણવા હોય, ઓળખવા હોય, તો તે તત્ત્વજ્ઞાન થકી શક્ય બને છે.
અત્યારે વર્તમાનકાળમાં પણ ઉચ્ચ કક્ષાના જ્ઞાનીઓ જે તત્ત્વજ્ઞાનને પામેલા છે, તેઓ પણ પોતાના અનુભવથી આ જ વાતને સમર્થન આપે છે કે દેહ તો વિનાશી છે, પંચમહાભૂતમાં ભળી જશે. પણ આપણી અંદર જે આત્મા છે તે અવિનાશી છે અને તે જ ભગવાન છે. દરેક જીવમાં ભગવાન રહેલા છે, પણ તે અવ્યક્ત સ્વરૂપે છે. પણ આ ચામડાની આંખથી ભગવાન ન દેખાય, એ તો દિવ્યચક્ષુ પ્રાપ્ત થાય ત્યારે ભગવાન દેખાય. આ દિવ્યચક્ષુ આપણને જ્ઞાની પુરુષ પાસેથી પ્રાપ્ત થાય છે.
A. તમે ભગવાનની શોધમાં છો. તમે ભગવાનને ઓળખવા માંગો છો. તમે ભગવાનની ક્રિયાઓ વિશે જાણવા માંગો છો. તમે... Read More
Q. શું ભગવાનનું અસ્તિત્વ છે? ભગવાન ક્યાં છે?
A. જે લોકો માને છે કે ભગવાનનું અસ્તિત્વ છે, તેમને પણ બે મોટા પ્રશ્નો ઊભા થાય છે. ભગવાન ક્યાં છે? અને... Read More
Q. ભગવાનને કોણે બનાવ્યા? ભગવાન ક્યાંથી આવ્યા હતા ?
A. જ્યારે આપણી આસપાસનું સુંદર જગત નિહાળીએ છીએ, ત્યારે આપણે ઘણીવાર વિચાર કરીએ છીએ કે, ‘આ જગત કોણે... Read More
Q. શું ભગવાને આ જગત બનાવ્યું છે?
A. આ દુનિયા કોણે બનાવી? જગતને કોણ ચલાવે છે? તે કયા આધારે ચાલે છે? કોઈ તો હશે ને? કોણ હશે? એવા પ્રશ્નો... Read More
Q. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ કોણ છે?
A. હિંદુ ધર્મમાં લોકો એમ માને છે કે વિશ્વના ક્રિએટર બ્રહ્મા છે, એટલે કે બ્રહ્મા જગતનું નિર્માણ કરે છે.... Read More
Q. વર્તમાને શું કોઈ જીવંત ભગવાન હાજર છે? તેઓ ક્યાં છે? તેઓ આપણને કેવી રીતે મદદ કરી શકે?
A. હા, તેઓ છે! પરંતુ, એ અદ્ભૂત હાજરાહજૂર ભગવાન વિશે જાણતા પહેલા, ચાલો આપણે ભગવાન શબ્દનો અર્થ વધુ... Read More
Q. ભગવાનને પ્રાર્થના-ભક્તિ કેવી રીતે કરવી?
A. દરેક ધર્મમાં પ્રાર્થના અને ભક્તિ એ ભગવાનની ભજનાનું એક ઉત્તમ સાધન મનાય છે. તેનાથી ભગવાન જોડે... Read More
Q. શું મારા ખરાબ કર્મ માટે ભગવાન મને માફ કરશે કે સજા આપશે?
A. ખરેખર જગતમાં કોઈ કર્તા નથી. ઉપર કોઈ ભગવાન આપણને કર્મનું ફળ આપવા આવતા નથી. જે છીએ તે આપણે પોતે જ... Read More
Q. ભગવાન, જ્યારે મને તમારી જરૂર હોય છે ત્યારે તમે કયા હોવ છો? ભગવાન કૃપા કરીને મને મદદ કરો!
A. બાળપણથી જ, આપણને શીખવવામાં આવ્યું કે ભગવાન દયાળુ છે, તેઓ બધુ જ માફ કરી દે છે અને આપણને ખૂબ જ પ્રેમ... Read More
Q. ભગવાનનો પ્રેમ કેવી રીતે પ્રાપ્ત કરવો.
A. ભગવાનનો પ્રેમ એ શુદ્ધ પ્રેમ છે. તે દિવ્ય પ્રેમ છે અને તેથી જ ભગવાનના પ્રેમની હૂંફ બહુ જ જુદી જ હોય... Read More
Q. ભગવાન પર ધ્યાન એકાગ્ર કેવી રીતે કરવું?
A. ભગવાન પર ધ્યાન એકાગ્ર કરવું હોય, તો માત્ર પ્રયત્ન પૂરતો નથી. પહેલાં એ સમજવું જરૂરી છે કે મન... Read More
Q. મૂર્તિપૂજાનું મહત્વ શું છે?
A. આપણને પ્રશ્ન થાય કે જો પોતાની અંદર બિરાજેલા પરમાત્માનો સાક્ષાત્કાર જ કરવાનો હોય, તો લોકો મંદિરમાં... Read More
A. ભગવાન કોને કહેવાય? જેમનામાં ભગવદ્ ગુણો પ્રગટ થયા હોય તે ભગવાન કહેવાય. લોકો કહે છે કે ભગવાન નિર્ગુણ... Read More
Q. ભગવાનનો ખરો અનુભવ કરવા માટેની ચાવી કઈ છે?
A. ભગવાનનો અનુભવ કઈ રીતે થાય? ભગવાનનું સાચું સરનામું શું છે? ભગવાન તો દરેક જીવમાત્રની અંદર બિરાજેલા... Read More
A. દરેક જીવમાત્રમાં એક આત્મતત્ત્વ છે, જે શાશ્વત છે, અવિનાશી છે. બીજું મન-વચન-કાયા વગેરે જે સતત બદલાતા... Read More
Q. અંબામા અને દુર્ગામાતા કોણ છે?
A. ગુજરાતમાં ઠેરઠેર અંબામાની ખૂબ ભક્તિ અને આરાધના થતી હોય છે. બંગાળમાં અંબામાની દુર્ગામાતાના સ્વરૂપમાં... Read More
Q. સરસ્વતી માતાને કઈ રીતે રીઝવવા?
A. સરસ્વતી માતા વાણીના અધિષ્ઠાત્રી દેવી છે. તેમને "શારદા", "વીણાવાદિની" અને "વાગ્દેવી" જેવા વિવિધ... Read More
Q. દેવી લક્ષ્મીજી ક્યાં રહે છે? એમના કાયદા શું છે?
A. હિંદુ ધર્મમાં લક્ષ્મીજીને ધન, વૈભવ અને સમૃદ્ધિના દેવી તરીકે પૂજવામાં આવે છે. લક્ષ્મીજીના પૂજન માટે... Read More
subscribe your email for our latest news and events
