ભગવાન પર ધ્યાન એકાગ્ર કરવું હોય, તો માત્ર પ્રયત્ન પૂરતો નથી. પહેલાં એ સમજવું જરૂરી છે કે મન ભગવાનમાં કેમ ટકતું નથી.
કેટલાક કહેતા હોય છે કે માળા ફેરવતી વખતે થોડી વાર બરાબર ફેરવાય, પણ પછી માળા ફરતી હોય પણ આપણું ચિત્ત એકાગ્ર હોય એવું ના લાગે.
પરંતુ જો કોઈએ પૈસાની નોટો ગણવા આપી હોય તો જરા પણ ચિત્ત આઘુંપાછું નથી થતું. એનું કારણ એ છે કે પૈસામાં પ્રીતિ છે, પ્રભુમાં પ્રીતિ નથી! પ્રભુમાં જેટલી પ્રીતિ થશે એટલું એકાગ્ર થવાશે, પછી બીજું ગમશે જ નહીં. ભગવાનનું મહત્ત્વ સમજાય ત્યારે તેમની પર પ્રીતિ થાય. પૈસાનું મહત્ત્વ તો બધાને લોકસંજ્ઞાથી ખબર જ છે કે એનાથી ગાડી, દાગીના વગેરે જેવી મોંઘી ચીજવસ્તુઓ લઈ શકાય, પરંતુ ભગવાનનું મહત્ત્વ શું છે એ ખબર નથી પડતી. કારણ કે, ગાડીઓ, દાગીના બધું દેખાય છે, પણ ભગવાન દેખાતા નથી અને એમનું મહત્ત્વ પણ દેખાતું નથી. એટલે ભગવાનનું મહત્ત્વ સમજવું અઘરું પડે છે. સંસારનો મોહ ભગવાન પર પ્રીતિ નથી થવા દેતો.
જો આપણે શોપિંગમાં ગયા હોઈએ તો એક કલાક નીકળી ગયો હોય તો ઘર પણ યાદ ના આવે, ખાવાનું બનાવવાનું પણ યાદ ના આવે, કશું યાદ ના આવે! શોપિંગમાં એટલી બધી એકાગ્રતા હોય છે કે આપણે ખોવાઈ જઈએ છીએ! કારણ કે શોપિંગમાં રસ છે અને ભગવાનમાં એવો રસ જાગ્યો નથી.
ભગવાનમાં રસ જગાડવાની જરૂર છે. ભગવાનમાં રસ ક્યારે જાગે? સત્ સમાગમથી, સત્સંગથી અને સારા સારા આધ્યાત્મિક શાસ્ત્રોના વાંચનથી. ખાસ કરીને પ્રત્યક્ષ સત્સંગથી બહુ ફેર પડે.
મન શા માટે અસ્થિર થઈ જાય છે એની અનોખી સમજણ આપતાં પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે:

પ્રશ્નકર્તા: જ્યારે જ્યારે ભગવાનની ભક્તિ કરવા બેસીએ ત્યારે જ ખરાબ વિચાર આવે છે.
દાદાશ્રી: હા. તે જ વખતે ખરાબ વિચાર આવે. પણ નહીં તો આખો દહાડો સારા વિચાર હોય છે?
પ્રશ્નકર્તા: એવું નહીં. પણ આમ નોવેલ (નવલકથા) કશું વાંચીએ તો આપણું મન એમાં સ્થિર થઈ જાય બિલકુલ.
દાદાશ્રી: તે નોવેલ વાંચે ત્યારે સ્થિર થાય ને! નોવેલ એટલે શું? લપસવું. તે લપસવામાં મન સ્થિર જ હોય. ઉપર ચઢાવવામાં મન જરા અસ્થિર થાય.
પ્રશ્નકર્તા: આપણે એક જગ્યાએ એને સ્થિર કરવું છે.
દાદાશ્રી: પણ તમે પોતે અસ્થિર છો. અસ્થિર બીજાને સ્થિર કેમ કરીને કરી શકે?
પ્રશ્નકર્તા: પણ મન સ્થિર થાય તો આપણે સ્થિર થઈ શકીએ.
દાદાશ્રી: પણ પહેલાં તમે જ અસ્થિર છો, મનને લીધે. હવે મનને સ્થિર કેવી રીતે કરી શકો તમે? એ તો કોઈની મદદ લેવી પડે.
પ્રશ્નકર્તા: ધાર્મિક કાર્યમાં બેઠાં હોય તો કાયા, વચનથી સ્થિર રહેવાય છે, પણ મનથી અસ્થિર રહેવાય છે.
દાદાશ્રી: મનથી અસ્થિર રહેવાય તે બહુ નુકસાન. કાયા તો સ્થિર રહે, એ તો રહ્યું તોય શું ને ના રહ્યું તોય શું? મનના ઉપર આવતા ભવનો આધાર છે અને કાયાનો આધાર તો ઘસાઈ જવાનો.
મન સ્થિર થવામાં શું ફાયદો હશે, એવો તમે હિસાબ કાઢ્યો છે?
પ્રશ્નકર્તા: શાંતિ મળે.
આગળ, તેઓશ્રી મન અસ્થિર થવા વિશે કહે છે, “આપણે જાણી-જોઈને અસ્થિર કર્યું? આપણને હિતાહિતની ખબર નથી, પોતાનું હિત શેમાં અને અહિત શેમાં એની ખબર નહીં હોવાથી મનનો ગમે તેવો ઉપયોગ કર્યો. પોતાનું હિતનું શેમાં ને અહિતનું શેમાં એવું જો ખબર હોત તો પોતાના હિતમાં જ ઉપયોગ કરત. હવે મન તો આઉટ ઓફ કંટ્રોલ (કાબુ બહાર) થઈ ગયું. હવે હિતાહિતની સમજણ આપે એવું જ્ઞાન પ્રાપ્ત કરે ત્યાર પછી સ્થિર થાય.”
A. તમે ભગવાનની શોધમાં છો. તમે ભગવાનને ઓળખવા માંગો છો. તમે ભગવાનની ક્રિયાઓ વિશે જાણવા માંગો છો. તમે... Read More
A. ભગવાનનું અસ્તિત્વ છે કે નહીં તેની ખાતરી કરવા માટે, સૌથી પહેલાં એ સમજવાની જરૂર છે કે ભગવાન કોણ છે?... Read More
Q. શું ભગવાનનું અસ્તિત્વ છે? ભગવાન ક્યાં છે?
A. જે લોકો માને છે કે ભગવાનનું અસ્તિત્વ છે, તેમને પણ બે મોટા પ્રશ્નો ઊભા થાય છે. ભગવાન ક્યાં છે? અને... Read More
Q. ભગવાનને કોણે બનાવ્યા? ભગવાન ક્યાંથી આવ્યા હતા ?
A. જ્યારે આપણી આસપાસનું સુંદર જગત નિહાળીએ છીએ, ત્યારે આપણે ઘણીવાર વિચાર કરીએ છીએ કે, ‘આ જગત કોણે... Read More
Q. શું ભગવાને આ જગત બનાવ્યું છે?
A. આ દુનિયા કોણે બનાવી? જગતને કોણ ચલાવે છે? તે કયા આધારે ચાલે છે? કોઈ તો હશે ને? કોણ હશે? એવા પ્રશ્નો... Read More
Q. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ કોણ છે?
A. હિંદુ ધર્મમાં લોકો એમ માને છે કે વિશ્વના ક્રિએટર બ્રહ્મા છે, એટલે કે બ્રહ્મા જગતનું નિર્માણ કરે છે.... Read More
Q. વર્તમાને શું કોઈ જીવંત ભગવાન હાજર છે? તેઓ ક્યાં છે? તેઓ આપણને કેવી રીતે મદદ કરી શકે?
A. હા, તેઓ છે! પરંતુ, એ અદ્ભૂત હાજરાહજૂર ભગવાન વિશે જાણતા પહેલા, ચાલો આપણે ભગવાન શબ્દનો અર્થ વધુ... Read More
Q. ભગવાનને પ્રાર્થના-ભક્તિ કેવી રીતે કરવી?
A. દરેક ધર્મમાં પ્રાર્થના અને ભક્તિ એ ભગવાનની ભજનાનું એક ઉત્તમ સાધન મનાય છે. તેનાથી ભગવાન જોડે... Read More
Q. શું મારા ખરાબ કર્મ માટે ભગવાન મને માફ કરશે કે સજા આપશે?
A. ખરેખર જગતમાં કોઈ કર્તા નથી. ઉપર કોઈ ભગવાન આપણને કર્મનું ફળ આપવા આવતા નથી. જે છીએ તે આપણે પોતે જ... Read More
Q. ભગવાન, જ્યારે મને તમારી જરૂર હોય છે ત્યારે તમે કયા હોવ છો? ભગવાન કૃપા કરીને મને મદદ કરો!
A. બાળપણથી જ, આપણને શીખવવામાં આવ્યું કે ભગવાન દયાળુ છે, તેઓ બધુ જ માફ કરી દે છે અને આપણને ખૂબ જ પ્રેમ... Read More
Q. ભગવાનનો પ્રેમ કેવી રીતે પ્રાપ્ત કરવો.
A. ભગવાનનો પ્રેમ એ શુદ્ધ પ્રેમ છે. તે દિવ્ય પ્રેમ છે અને તેથી જ ભગવાનના પ્રેમની હૂંફ બહુ જ જુદી જ હોય... Read More
Q. મૂર્તિપૂજાનું મહત્વ શું છે?
A. આપણને પ્રશ્ન થાય કે જો પોતાની અંદર બિરાજેલા પરમાત્માનો સાક્ષાત્કાર જ કરવાનો હોય, તો લોકો મંદિરમાં... Read More
A. ભગવાન કોને કહેવાય? જેમનામાં ભગવદ્ ગુણો પ્રગટ થયા હોય તે ભગવાન કહેવાય. લોકો કહે છે કે ભગવાન નિર્ગુણ... Read More
Q. ભગવાનનો ખરો અનુભવ કરવા માટેની ચાવી કઈ છે?
A. ભગવાનનો અનુભવ કઈ રીતે થાય? ભગવાનનું સાચું સરનામું શું છે? ભગવાન તો દરેક જીવમાત્રની અંદર બિરાજેલા... Read More
A. દરેક જીવમાત્રમાં એક આત્મતત્ત્વ છે, જે શાશ્વત છે, અવિનાશી છે. બીજું મન-વચન-કાયા વગેરે જે સતત બદલાતા... Read More
Q. અંબામા અને દુર્ગામાતા કોણ છે?
A. ગુજરાતમાં ઠેરઠેર અંબામાની ખૂબ ભક્તિ અને આરાધના થતી હોય છે. બંગાળમાં અંબામાની દુર્ગામાતાના સ્વરૂપમાં... Read More
Q. સરસ્વતી માતાને કઈ રીતે રીઝવવા?
A. સરસ્વતી માતા વાણીના અધિષ્ઠાત્રી દેવી છે. તેમને "શારદા", "વીણાવાદિની" અને "વાગ્દેવી" જેવા વિવિધ... Read More
Q. દેવી લક્ષ્મીજી ક્યાં રહે છે? એમના કાયદા શું છે?
A. હિંદુ ધર્મમાં લક્ષ્મીજીને ધન, વૈભવ અને સમૃદ્ધિના દેવી તરીકે પૂજવામાં આવે છે. લક્ષ્મીજીના પૂજન માટે... Read More
subscribe your email for our latest news and events
