હિંદુ ધર્મમાં લક્ષ્મીજીને ધન, વૈભવ અને સમૃદ્ધિના દેવી તરીકે પૂજવામાં આવે છે. લક્ષ્મીજીના પૂજન માટે ધનતેરસ જેવા તહેવારો પણ ઉજવવામાં આવે છે.
લોકોમાં એવી માન્યતા છે કે લક્ષ્મીજીની પ્રતિમાને ધનતેરસના દિવસે દૂધ, દહીં અને પવિત્ર જળથી સ્નાન કરાવવાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે.
વાસ્તવિકતામાં લક્ષ્મીજીના કેટલાક કાયદા છે, તે પાળવાથી લક્ષ્મીજી રાજી રહે છે. લોકોમાં લક્ષ્મીજીના કાયદા વિશે બહુ જાણકારી નહીં હોવાથી લોકો લક્ષ્મીજીને પ્રસન્ન કરવા પૈસા કમાવા પાછળ પડે છે. પણ તેનાથી લક્ષ્મીજી રાજી થવાને બદલે વધારે દૂર જાય છે.
લક્ષ્મીજીને ખોટી રીતે લેવાય નહીં એ પહેલો કાયદો. એ કાયદો તોડીએ પછી લાખ વખત લક્ષ્મીજીને નવડાવીએ તોય લક્ષ્મીજી રાજી ન થાય.
લક્ષ્મીજી ખૂટે છે શાથી? જ્યાં મનથી, વાણીથી કે વર્તનથી ચોરી થાય છે, ત્યાં લક્ષ્મીજીના અંતરાય પડે છે. જ્યાં મન-વચન-કાયાથી ચોરી ન થાય ત્યાં લક્ષ્મીજી મહેર કરે.

કોઈના પૈસા ચોરી લીધા એ સ્થૂળ ચોરી કહેવાય. પણ કોઈને બુદ્ધિથી છેતરીને તેમની પાસેથી પૈસા પડાવી લીધા, એ સૂક્ષ્મ ચોરી કહેવાય. એવી ટ્રિક અને લક્ષ્મીજીને વેર છે. ટ્રિક કરી કોને કહેવાય? “બહુ ચોખ્ખો માલ છે” એમ કહીને ભેળસેળવાળો માલ ગ્રાહકને પધરાવી દેવો અને પછી પોતે કમાઈ ગયા એની ખુશી મનાવવી તે. ખોટું કર્યા પછી જો પોતે પસ્તાવો લે તો પણ જોખમદારી ઘટે છે. એટલે આપણી ઈચ્છા પ્રામાણિકપણે વર્તવાની હોવી જોઈએ. જ્યાં મન-વચન-કાયાથી ચોરી નહીં થાય ત્યાં લક્ષ્મીજી મહેર કરે.
મન-વચન-કાયાથી સહેજ પણ ચોરી કરીએ તો ઘણી મહેનત કરવા છતાંય માંડ લક્ષ્મી પ્રાપ્ત થાય. લક્ષ્મી માટેનો આ મોટામાં મોટો અંતરાય છે, ચોરી. ભેળસેળ, કાળાબજાર અને ટ્રિકો કરીને મનુષ્યપણામાં જે જે મનુષ્યની સિદ્ધિ લઈને આવ્યા હોઈએ, તે સિદ્ધિ વટાવીને દેવાળિયા બનતા જઈએ છીએ. પૂર્વે ચોરી કરી હોય તેનું પરિણામ એવું આવે કે આજે પ્રામાણિકપણે ખૂબ મહેનત કરે, તો પણ લક્ષ્મી ના મેળવી શકે.
જ્યાં લક્ષ્મી કમાવાની વધુ પડતી ચિંતા છે ત્યાં પણ લક્ષ્મીજી ન ટકે. પૈસા કમાવાના સાધારણ ઉપાયો જીવનમાં કરવા જ જોઈએ પણ વધુ પડતી ચિંતા ન કરવી. પણ આજકાલ લોકો દેખાદેખીથી લક્ષ્મીની ચિંતામાં પડે છે. પણ જરૂર પડ્યે લક્ષ્મીજી તો આવતા નથી. ખરેખર લક્ષ્મીજીનો સ્વભાવ કેવો છે? જે આનંદી હોય એને ત્યાં લક્ષ્મીજી મુકામ કરે. બાકી ચિંતાવાળાને ત્યાં મુકામ કરે નહીં. જે આનંદી હોય, જે ભગવાનને યાદ કરતા હોય એને ત્યાં લક્ષ્મીજી જાય.
લક્ષ્મીજીને તરછોડ પણ ના મરાય. કેટલાક ત્યાગી સાધુઓ, મહારાજો, બાવાઓ વગેરે લક્ષ્મીજીને દેખીને “નહીં જોઈએ, નહીં જોઈએ” એમ કરે અને હાથ પણ ન અડાડે, તેનાથી લક્ષ્મીજીના મોટા અંતરાય પડે છે. પછી કેટલાય અવતાર લક્ષ્મીજીના દર્શન પણ ન થાય, અડવા પણ ન મળે. ઊલટું, લક્ષ્મીજીને વિનયથી વિનંતી કરવી જોઈએ કે, “આ ઘર તમારું છે, જ્યારે અનુકૂળ આવે ત્યારે પધારજો.”
લક્ષ્મીજી તો નારાયણ ભગવાનનાં પત્ની કહેવાય. જ્યાં ભગવાન હોય ત્યાં જાહોજલાલીની શી ખોટ પડે? પણ આખા જગતે જ લક્ષ્મીને મુખ્ય માની છે! દરેક કામમાં લક્ષ્મીજી જ મુખ્ય છે એટલે લક્ષ્મીજી ઉપર જ વધારે પ્રીતિ છે. પણ જ્યાં સુધી લક્ષ્મીજી ઉપર વધારે પ્રીતિ હોય ત્યાં સુધી ભગવાન ઉપર પ્રીતિ ના થાય. જ્યારે ભગવાન ઉપર પ્રીતિ થાય પછી લક્ષ્મીની પ્રીતિ ઊડી જાય. બેમાંથી એક ઉપર પ્રીતિ બેસે, કાં તો લક્ષ્મી ઉપર ને કાં તો નારાયણ ઉપર. લક્ષ્મીજી ઉપર પ્રીતિ બેસે, પણ લક્ષ્મીજી તો આજે છે ને કાલે નથી. પણ જો ભગવાન ઉપર પ્રીતિ બંધાઈ હશે તો તે ક્યારેય છોડશે નહીં અને આપણને નિરંતર આનંદ અને મુક્તિનો અનુભવ થશે. માટે, આપણે નક્કી કરવાનું છે કે લક્ષ્મીજીને પ્રસન્ન કરવા પાછળ પડવું કે ભગવાનમાં પ્રીતિ રાખવી.
A. તમે ભગવાનની શોધમાં છો. તમે ભગવાનને ઓળખવા માંગો છો. તમે ભગવાનની ક્રિયાઓ વિશે જાણવા માંગો છો. તમે... Read More
A. ભગવાનનું અસ્તિત્વ છે કે નહીં તેની ખાતરી કરવા માટે, સૌથી પહેલાં એ સમજવાની જરૂર છે કે ભગવાન કોણ છે?... Read More
Q. શું ભગવાનનું અસ્તિત્વ છે? ભગવાન ક્યાં છે?
A. જે લોકો માને છે કે ભગવાનનું અસ્તિત્વ છે, તેમને પણ બે મોટા પ્રશ્નો ઊભા થાય છે. ભગવાન ક્યાં છે? અને... Read More
Q. ભગવાનને કોણે બનાવ્યા? ભગવાન ક્યાંથી આવ્યા હતા ?
A. જ્યારે આપણી આસપાસનું સુંદર જગત નિહાળીએ છીએ, ત્યારે આપણે ઘણીવાર વિચાર કરીએ છીએ કે, ‘આ જગત કોણે... Read More
Q. શું ભગવાને આ જગત બનાવ્યું છે?
A. આ દુનિયા કોણે બનાવી? જગતને કોણ ચલાવે છે? તે કયા આધારે ચાલે છે? કોઈ તો હશે ને? કોણ હશે? એવા પ્રશ્નો... Read More
Q. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ કોણ છે?
A. હિંદુ ધર્મમાં લોકો એમ માને છે કે વિશ્વના ક્રિએટર બ્રહ્મા છે, એટલે કે બ્રહ્મા જગતનું નિર્માણ કરે છે.... Read More
Q. વર્તમાને શું કોઈ જીવંત ભગવાન હાજર છે? તેઓ ક્યાં છે? તેઓ આપણને કેવી રીતે મદદ કરી શકે?
A. હા, તેઓ છે! પરંતુ, એ અદ્ભૂત હાજરાહજૂર ભગવાન વિશે જાણતા પહેલા, ચાલો આપણે ભગવાન શબ્દનો અર્થ વધુ... Read More
Q. ભગવાનને પ્રાર્થના-ભક્તિ કેવી રીતે કરવી?
A. દરેક ધર્મમાં પ્રાર્થના અને ભક્તિ એ ભગવાનની ભજનાનું એક ઉત્તમ સાધન મનાય છે. તેનાથી ભગવાન જોડે... Read More
Q. શું મારા ખરાબ કર્મ માટે ભગવાન મને માફ કરશે કે સજા આપશે?
A. ખરેખર જગતમાં કોઈ કર્તા નથી. ઉપર કોઈ ભગવાન આપણને કર્મનું ફળ આપવા આવતા નથી. જે છીએ તે આપણે પોતે જ... Read More
Q. ભગવાન, જ્યારે મને તમારી જરૂર હોય છે ત્યારે તમે કયા હોવ છો? ભગવાન કૃપા કરીને મને મદદ કરો!
A. બાળપણથી જ, આપણને શીખવવામાં આવ્યું કે ભગવાન દયાળુ છે, તેઓ બધુ જ માફ કરી દે છે અને આપણને ખૂબ જ પ્રેમ... Read More
Q. ભગવાનનો પ્રેમ કેવી રીતે પ્રાપ્ત કરવો.
A. ભગવાનનો પ્રેમ એ શુદ્ધ પ્રેમ છે. તે દિવ્ય પ્રેમ છે અને તેથી જ ભગવાનના પ્રેમની હૂંફ બહુ જ જુદી જ હોય... Read More
Q. ભગવાન પર ધ્યાન એકાગ્ર કેવી રીતે કરવું?
A. ભગવાન પર ધ્યાન એકાગ્ર કરવું હોય, તો માત્ર પ્રયત્ન પૂરતો નથી. પહેલાં એ સમજવું જરૂરી છે કે મન... Read More
Q. મૂર્તિપૂજાનું મહત્વ શું છે?
A. આપણને પ્રશ્ન થાય કે જો પોતાની અંદર બિરાજેલા પરમાત્માનો સાક્ષાત્કાર જ કરવાનો હોય, તો લોકો મંદિરમાં... Read More
A. ભગવાન કોને કહેવાય? જેમનામાં ભગવદ્ ગુણો પ્રગટ થયા હોય તે ભગવાન કહેવાય. લોકો કહે છે કે ભગવાન નિર્ગુણ... Read More
Q. ભગવાનનો ખરો અનુભવ કરવા માટેની ચાવી કઈ છે?
A. ભગવાનનો અનુભવ કઈ રીતે થાય? ભગવાનનું સાચું સરનામું શું છે? ભગવાન તો દરેક જીવમાત્રની અંદર બિરાજેલા... Read More
A. દરેક જીવમાત્રમાં એક આત્મતત્ત્વ છે, જે શાશ્વત છે, અવિનાશી છે. બીજું મન-વચન-કાયા વગેરે જે સતત બદલાતા... Read More
Q. અંબામા અને દુર્ગામાતા કોણ છે?
A. ગુજરાતમાં ઠેરઠેર અંબામાની ખૂબ ભક્તિ અને આરાધના થતી હોય છે. બંગાળમાં અંબામાની દુર્ગામાતાના સ્વરૂપમાં... Read More
Q. સરસ્વતી માતાને કઈ રીતે રીઝવવા?
A. સરસ્વતી માતા વાણીના અધિષ્ઠાત્રી દેવી છે. તેમને "શારદા", "વીણાવાદિની" અને "વાગ્દેવી" જેવા વિવિધ... Read More
subscribe your email for our latest news and events
