આપણને પ્રશ્ન થાય કે જો પોતાની અંદર બિરાજેલા પરમાત્માનો સાક્ષાત્કાર જ કરવાનો હોય, તો લોકો મંદિરમાં ભગવાનની મૂર્તિના દર્શન કરવા કેમ જાય છે? ખ્રિસ્તીઓ ચર્ચમાં ક્રાઈસ્ટની આરાધના કેમ કરે છે?
ખરેખર મૂર્તિપૂજા પાછળ મોટું આધ્યાત્મિક વિજ્ઞાન છૂપાયેલું છે. જ્યાં સુધી પોતાની અંદરના અમૂર્ત આત્મસ્વરૂપનો સાક્ષાત્કાર નથી થતો ત્યાં સુધી મૂર્તિ જરૂરી છે.

ફક્ત ધર્મસ્થાનકોએ મૂકાતી મૂર્તિને જ મૂર્તિ નથી કહેતા. ઈશ્વરનું રટણ કરતો મંત્ર પણ મૂર્તિ છે, ધર્મના શાસ્ત્રો પણ મૂર્તિ છે, શબ્દો પણ મૂર્તિ છે અને ગુરુ પણ મૂર્તિ છે. ટૂંકમાં આત્મા સિવાય પાંચ ઈન્દ્રિયથી જેટલું અનુભવમાં આવે છે એ મૂર્તિ છે. એ દરેક મૂર્ત માધ્યમ અમૂર્ત સુધી પહોંચવાનો રસ્તો ખુલ્લો કરે છે.
મૂર્તિ કોની મૂકવામાં આવે છે? જેમનો આત્મા સંપૂર્ણ નિરાવરણ થઈને વ્યક્ત થયો છે તેવા મહાન પુરુષોની મૂર્તિ મૂકવામાં આવે છે. ભગવાનની મૂર્તિઓની મંદિરમાં સ્થાપના કરવામાં આવે છે. મંદિરમાં દર્શન કરવા પાછળ પણ વિજ્ઞાન છે. આખો દિવસ સંસારના મોહ-માયામાં અટવાયેલા મનુષ્યોને મંદિરમાં ભગવાનના દર્શન કરવા જાય ત્યારે ઘડીભર માટે સંસાર વિસ્મૃત થાય છે. ભગવાનની મૂર્તિના દર્શન કરતા ત્યાં ચિત્ત ચોંટે, એટલે ઘર-પરિવારના, નોકરી-ધંધાના ને લક્ષ્મીના વિચારોની લિંક તૂટે છે. સંસારના અવિરત કકળાટમાં ભગવાનને જોઈને એક વિરામ મળે છે.

મોટે ભાગે મંદિરની મૂર્તિમાં ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા સાધુ, સંતો, આચાર્યો કે જ્ઞાનીઓ દ્વારા થઈ હોય છે. મૂર્તિના દર્શન કરતા એ પ્રતિષ્ઠા ફળ આપે છે, લોકોને શાંતિ ને સ્થિરતા ઉત્પન્ન થાય છે. જો પદ્ધતિસર પ્રતિષ્ઠા ન થઈ હોય, તો પણ રોજ અનેક માણસો મૂર્તિના દર્શન કરે, તો તેમના ભાવથી રોજ મૂર્તિમાં જીવંત ભગવાનની પ્રતિષ્ઠાનું આરોપણ થયા કરે છે અને પછી મૂર્તિ ફળ આપનારી બની જાય છે.
મંદિરમાં જઈને ભક્તિ કરવાથી શુભ કર્મનું બીજ પડે છે. જેમ માણસ સિનેમા જોવા જાય તો સાંસારિક ભાવ થાય અને મંદિરમાં જાય તો ધર્મના શુભ ભાવ થાય. મૂર્તિપૂજાથી સંસારમાં પુણ્યકર્મ બંધાય છે અને સારું ઘર, સારો પરિવાર, સારી લક્ષ્મી, સારું આરોગ્ય, સારો દેહ પ્રાપ્ત થાય છે.
પછી જેમ જેમ મનુષ્ય ભગવાનની મૂર્તિની પ્રાર્થના, ભક્તિ કરે છે, તેમ તેમ અંદર જાગૃતિ વધે છે. ભગવાનના દર્શન કરતાં કરતાં અંદરથી સ્ફૂરે છે કે, ભગવાને જે પ્રાપ્ત કર્યું, તે મારે પ્રાપ્ત કરવું છે. પછી મનુષ્ય તે માર્ગે જવાના રસ્તા શોધે છે, સંતો કે જ્ઞાનીઓ પાસે જાય છે. ભગવાનના મૂર્ત સ્વરૂપની ભક્તિ કરતી વખતે યાચના થાય છે કે, “આપને જે સ્વરૂપ પ્રાપ્ત થયું છે, તે જ સ્વરૂપ મને પ્રાપ્ત થાઓ.”
ભગવાનની મૂર્તિને સ્થાપિત કરીને જે ભક્તિ કરીએ એ પરોક્ષ ભક્તિ છે. પરોક્ષ ભક્તિથી ધીમે ધીમે ઉપર ચડાયા કરે. જ્યાં સુધી પોતાની અંદર બિરાજેલા પરમાત્માના દર્શન થતાં નથી, ત્યાં સુધી મૂર્તિ થકી પરોક્ષ ભક્તિ કરવી જોઈએ, જે છેવટે અમૂર્ત ભગવાનના સાક્ષાત્કાર સુધી લઈ જાય છે.
A. તમે ભગવાનની શોધમાં છો. તમે ભગવાનને ઓળખવા માંગો છો. તમે ભગવાનની ક્રિયાઓ વિશે જાણવા માંગો છો. તમે... Read More
A. ભગવાનનું અસ્તિત્વ છે કે નહીં તેની ખાતરી કરવા માટે, સૌથી પહેલાં એ સમજવાની જરૂર છે કે ભગવાન કોણ છે?... Read More
Q. શું ભગવાનનું અસ્તિત્વ છે? ભગવાન ક્યાં છે?
A. જે લોકો માને છે કે ભગવાનનું અસ્તિત્વ છે, તેમને પણ બે મોટા પ્રશ્નો ઊભા થાય છે. ભગવાન ક્યાં છે? અને... Read More
Q. ભગવાનને કોણે બનાવ્યા? ભગવાન ક્યાંથી આવ્યા હતા ?
A. જ્યારે આપણી આસપાસનું સુંદર જગત નિહાળીએ છીએ, ત્યારે આપણે ઘણીવાર વિચાર કરીએ છીએ કે, ‘આ જગત કોણે... Read More
Q. શું ભગવાને આ જગત બનાવ્યું છે?
A. આ દુનિયા કોણે બનાવી? જગતને કોણ ચલાવે છે? તે કયા આધારે ચાલે છે? કોઈ તો હશે ને? કોણ હશે? એવા પ્રશ્નો... Read More
Q. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ કોણ છે?
A. હિંદુ ધર્મમાં લોકો એમ માને છે કે વિશ્વના ક્રિએટર બ્રહ્મા છે, એટલે કે બ્રહ્મા જગતનું નિર્માણ કરે છે.... Read More
Q. વર્તમાને શું કોઈ જીવંત ભગવાન હાજર છે? તેઓ ક્યાં છે? તેઓ આપણને કેવી રીતે મદદ કરી શકે?
A. હા, તેઓ છે! પરંતુ, એ અદ્ભૂત હાજરાહજૂર ભગવાન વિશે જાણતા પહેલા, ચાલો આપણે ભગવાન શબ્દનો અર્થ વધુ... Read More
Q. ભગવાનને પ્રાર્થના-ભક્તિ કેવી રીતે કરવી?
A. દરેક ધર્મમાં પ્રાર્થના અને ભક્તિ એ ભગવાનની ભજનાનું એક ઉત્તમ સાધન મનાય છે. તેનાથી ભગવાન જોડે... Read More
Q. શું મારા ખરાબ કર્મ માટે ભગવાન મને માફ કરશે કે સજા આપશે?
A. ખરેખર જગતમાં કોઈ કર્તા નથી. ઉપર કોઈ ભગવાન આપણને કર્મનું ફળ આપવા આવતા નથી. જે છીએ તે આપણે પોતે જ... Read More
Q. ભગવાન, જ્યારે મને તમારી જરૂર હોય છે ત્યારે તમે કયા હોવ છો? ભગવાન કૃપા કરીને મને મદદ કરો!
A. બાળપણથી જ, આપણને શીખવવામાં આવ્યું કે ભગવાન દયાળુ છે, તેઓ બધુ જ માફ કરી દે છે અને આપણને ખૂબ જ પ્રેમ... Read More
Q. ભગવાનનો પ્રેમ કેવી રીતે પ્રાપ્ત કરવો.
A. ભગવાનનો પ્રેમ એ શુદ્ધ પ્રેમ છે. તે દિવ્ય પ્રેમ છે અને તેથી જ ભગવાનના પ્રેમની હૂંફ બહુ જ જુદી જ હોય... Read More
Q. ભગવાન પર ધ્યાન એકાગ્ર કેવી રીતે કરવું?
A. ભગવાન પર ધ્યાન એકાગ્ર કરવું હોય, તો માત્ર પ્રયત્ન પૂરતો નથી. પહેલાં એ સમજવું જરૂરી છે કે મન... Read More
A. ભગવાન કોને કહેવાય? જેમનામાં ભગવદ્ ગુણો પ્રગટ થયા હોય તે ભગવાન કહેવાય. લોકો કહે છે કે ભગવાન નિર્ગુણ... Read More
Q. ભગવાનનો ખરો અનુભવ કરવા માટેની ચાવી કઈ છે?
A. ભગવાનનો અનુભવ કઈ રીતે થાય? ભગવાનનું સાચું સરનામું શું છે? ભગવાન તો દરેક જીવમાત્રની અંદર બિરાજેલા... Read More
A. દરેક જીવમાત્રમાં એક આત્મતત્ત્વ છે, જે શાશ્વત છે, અવિનાશી છે. બીજું મન-વચન-કાયા વગેરે જે સતત બદલાતા... Read More
Q. અંબામા અને દુર્ગામાતા કોણ છે?
A. ગુજરાતમાં ઠેરઠેર અંબામાની ખૂબ ભક્તિ અને આરાધના થતી હોય છે. બંગાળમાં અંબામાની દુર્ગામાતાના સ્વરૂપમાં... Read More
Q. સરસ્વતી માતાને કઈ રીતે રીઝવવા?
A. સરસ્વતી માતા વાણીના અધિષ્ઠાત્રી દેવી છે. તેમને "શારદા", "વીણાવાદિની" અને "વાગ્દેવી" જેવા વિવિધ... Read More
Q. દેવી લક્ષ્મીજી ક્યાં રહે છે? એમના કાયદા શું છે?
A. હિંદુ ધર્મમાં લક્ષ્મીજીને ધન, વૈભવ અને સમૃદ્ધિના દેવી તરીકે પૂજવામાં આવે છે. લક્ષ્મીજીના પૂજન માટે... Read More
subscribe your email for our latest news and events
