પ્રશ્નકર્તા: મોક્ષમાં જવાની ભાવના છે, પણ એ કેડીમાં ખામી છે તો શું કરવું?
દાદાશ્રી: શેની ખામી છે?
પ્રશ્નકર્તા: કર્મો છે ને? કર્મ તો કર્યા જ કરીએ છીએ.
દાદાશ્રી: કર્મ શેનાથી બંધાય એવું આપણે જાણવું જોઈએ ને?
પ્રશ્નકર્તા: અશુભ ભાવથી અને શુભ ભાવથી.
દાદાશ્રી: શુભ ભાવેય ના કરે ને અશુભ ભાવેય ના કરે, તેને કર્મ બંધાય નહીં. શુદ્ધભાવ હોય તેને કર્મ ના બંધાય. અશુભ ભાવથી પાપ બંધાય ને શુભ ભાવથી પુણ્ય બંધાય. પુણ્યનું ફળ મીઠું આવે અને પાપનું ફળ કડવું આવે. ગાળો ભાંડે ત્યારે મોઢું કડવું થઈ જાય છે ને?
પ્રશ્નકર્તા: હા.
દાદાશ્રી: અને ફૂલહાર ચઢાવે તે ઘડીએ? મીઠું લાગે. શુભનું ફળ મીઠું ને અશુભનું ફળ કડવું અને શુદ્ધનું ફળ મોક્ષ!

પ્રશ્નકર્તા: જીવ મુક્તિ ક્યારે પામે?
દાદાશ્રી: શુદ્ધ થાય તો મુક્તિ પામે. શુદ્ધતાને કશું અડે જ નહીં. શુભને અડે. આ શુભનો માર્ગ જ નથી. આ શુદ્ધનો માર્ગ છે. એટલે નિર્લેપ માર્ગ છે.
આ 'વિજ્ઞાન' છે. 'વિજ્ઞાન' એટલે બધી રીતે મુક્ત કરાવડાવે. જો શુદ્ધ થયો તો કશું અડે નહીં અને શુભ છે તો અશુભ અડશે. એટલે શુભવાળાને શુભ રસ્તો લેવો પડે. એટલે શુભમાર્ગી જે કરતા હોય તે બરાબર છે. પણ આ તો શુદ્ધનો માર્ગ. શુદ્ધ ઉપયોગી બધા. એટલે બીજી કશી ભાંજગડ જ નહીં.
આ માર્ગ જુદી જ જાતનો છે. વિજ્ઞાન છે આ! વિજ્ઞાન એટલે જે જાણવાથી જ મુક્ત થવાય. કરવાનું કશું જ નહીં. જાણવાથી જ મુક્તિ! આ બહાર છે તે જ્ઞાન છે. જ્ઞાન એટલે ક્રિયાકારી ના હોય અને આ વિજ્ઞાન ક્રિયાકારી હોય. આ 'વિજ્ઞાન' પ્રાપ્ત થયા પછી અંદર તમને ક્રિયા કર્યા જ કરે. શુદ્ધ ક્રિયા કરે. અશુદ્ધતા એને અડે જ નહીં. આ વિજ્ઞાન જુદી જ જાતનું છે. 'અક્રમ વિજ્ઞાન' છે!!
પ્રશ્નકર્તા: નિષ્કામકર્મ કહ્યું છે તે આ?
દાદાશ્રી: નિષ્કામકર્મ એ જુદી જાતનું છે. નિષ્કામકર્મ એ તો એક જાતનો રસ્તો છે. એમાં તો કર્તાપદ જોઈએ. પોતે કર્તા હોય તો નિષ્કામકર્મ થાય. અહીં કર્તાપદ જ નથી. આ તો શુદ્ધ પદ છે. જ્યાં કર્તાપદ છે ત્યાં શુદ્ધ પદ નથી, શુભ પદ છે.
1. સ્વચ્છતા એટલે આ દુનિયાની કોઈ ચીજની જરૂર ના હોય જેને, ભિખારીપણું જ ના હોય!!
2. આ દુનિયામાં જેટલી સ્વચ્છતા તમારી એટલી દુનિયા તમારી! તમે માલિક આ દુનિયાના!
પ્રશ્નકર્તા: આત્માની પ્રગતિ માટે શું કરતા રહેવું જોઈએ?
દાદાશ્રી: એણે પ્રામાણિકતાની નિષ્ઠા ઉપર ચાલવું જોઈએ. એ નિષ્ઠા એવી છે કે બહુ સંકડાશમાં આવી જાય છે, ત્યારે આત્મશક્તિનો આવિર્ભાવ થાય. ને સંકડાશ ના હોય ને જબરજસ્ત પૈસા-બૈસા હોય, ત્યાં સુધી આત્મા-બાત્મા પ્રગટ થાય નહીં, પ્રામાણિકપણું એક જ રસ્તો છે. બાકી ભક્તિથી થાય એવું કશું બને નહીં, પ્રામાણિકપણું ના હોય અને ભક્તિ કરીને એનો અર્થ નથી. પ્રામાણિકપણું જોડે જોઈએ જ. પ્રામાણિકપણાથી માણસ ફરી માણસ થઈ શકે છે. માણસ ફરી માણસના અવતારમાં આવે છે અને જે લોકો ભેળસેળ કરે છે, જે લોકો અણહક્કનું પડાવી લે છે, અણહક્કનું ભોગવી લે છે, એ બધા અહીંથી બે પગમાંથી ચાર પગમાં જાય છે ને પૂંછડું વધારાનું મળે છે.
Book Name: આપ્તવાણી 5 (Page #92 and Page #93)
Q. શું વાંકા લોકોની સાથે સીધા થવું એ મૂર્ખામી છે? સ્વાર્થી લોકો સાથે કેવી રીતે વર્તવુ જોઈએ?
A. વાંકા જોડે વાંકા થઈએ તો? પ્રશ્નકર્તા: દુનિયા વાંકી છે, પણ આપણે આપણા સ્વભાવ પ્રમાણે સરળતાથી... Read More
A. ચિત્તશુદ્ધીકરણ એ જ અધ્યાત્મસિદ્ધિ! પ્રશ્નકર્તા: કર્મની શુદ્ધિ કેવી રીતે થાય? દાદાશ્રી:... Read More
Q. કેવી રીતે ચિત્તશુદ્ધિ થાય, એટલે કે સત્ ચિત્ આનંદ સ્વરૂપ બની શકાય?
A. શુદ્ધ ચિદ્રૂપ પ્રશ્નકર્તા: ચિત્તની શુદ્ધિ કેવી રીતે થાય? દાદાશ્રી: આ ચિત્તની શુદ્ધિ જ કરી રહ્યા... Read More
Q. બોલેલા શબ્દોની શું અસર થાય? વાણીમાં કેવી રીતે પ્યોરિટી આવે અને વચનબળ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે?
A. પ્રશ્નકર્તા: ઘણી વખત એવું નથી બનતું કે આપણને સામાનો વ્યૂ પોઈન્ટ જ ખોટો દેખાતો હોય, એટલે પછી આપણી... Read More
Q. કોઈ વ્યકિત પ્યોર કેવી રીતે બની શકે?
A. પ્રશ્નકર્તા: શુદ્ધતા લાવવા શું કરવું? દાદાશ્રી: કરવા જશો તો કર્મ બંધાશે. 'અહીં' કહેવાનું કે... Read More
Q. પ્યોરિટીમાંથી ઉદ્ભવતા શીલનું બળ શું છે? ઓરાની શકિતના ગુણો કયા કયા છે?
A. શીલનો પ્રભાવ એવો છે કે જગતમાં એનું કોઈ નામ ના દે. બધીય આંગળીઓએ સોનાની વીંટીઓ ઘાલેલી હોય, અહીં આખા... Read More
A. શુદ્ધતા વર્તવા કાજે, 'શુદ્ધાત્મા' કહો! પ્રશ્નકર્તા: આપે શુદ્ધાત્મા શાથી કહ્યો! આત્મા જ કેમ ના... Read More
Q. શીલવાન કોને કહેવાય? શીલવાન અને ચારિત્રવાનના વાણીના લક્ષણો શું હોય છે?
A. શીલવાનનું વચનબળ આ જગતના બધા જ્ઞાન શુષ્કજ્ઞાન છે. શુષ્કજ્ઞાનવાળા કોઈ શીલવાન પુરુષ હોય, એટલે... Read More
subscribe your email for our latest news and events
