How to Get Rid of the Hidden Fear?
How can we get rid of various kinds of fears experienced by us? Who experiences these fears?
દરેક જીવમાત્રને ભય હોય જ. એકેન્દ્રિયથી પંચેન્દ્રિય દરેક જીવોમાં ચાર પ્રકારની સંજ્ઞા હોય, આહાર, મૈથુન, નિદ્રા અને ભય. જીવ ગર્ભમાં આવે ત્યારથી ઠેઠ મરતા સુધી આ સંજ્ઞા વણાયેલી જ હોય છે અને તેના દ્વારા કાર્યો થયા કરે છે. ભય સંજ્ઞા કઈ રીતે કામ કરે છે? જેમ કે, નાનું કુરકુરિયું રસ્તા પર બેઠું હોય અને ગાડીના હોર્નનો અવાજ સાંભળે કે તરત ઊભું થઈને ચાલવા માંડે. કારણ કે તેને ભય સંજ્ઞાના આધારે “મરી જઈશ તો?” એવો ભય લાગે છે. જો ભય સંજ્ઞા ન હોત તો કુરકુરિયું પણ રસ્તા ઉપરથી ખસે નહીં અને રસ્તામાં ટ્રાફિકની મુશ્કેલીઓ સર્જાય.
શરૂઆતમાં જીવને ભય સંજ્ઞાને કારણે સ્વાભાવિક ભય હોય છે. પણ તે જેમ જેમ મનુષ્યમાં આવે છે તેમ તેમ વિપરીત ભય પેસે છે. સવાર સવારમાં છાપામાં કે ટીવીના સમાચારમાં ચોરી, લૂંટફાટના બનાવો સાંભળીને પોતાને લૂંટાઈ જવાનો ભય લાગ્યા કરે અથવા તો “હુલ્લડ થશે તો?” એવો ભય ઊભો થાય. અરે, સહેજ વીજળી જતી રહે અને લાઈટો ના હોય તોય ભયના માર્યા ફફડાટ ઊભો થઈ જાય. પ્લેનમાં કે કારમાં એકસિડન્ટ થઈ જવાનો ભય લાગે. ઘરમાં ગરોળી કે વાંદો જોઈને ભયથી ઊછળી પડે. કેટલાકને રાતે જાગી જાય તો ભૂતનો ભડકાટ ડરાવે. કોઈ ખરાબ કામ થઈ ગયું હોય તો “મારી આબરૂ જતી રહેશે!” એનો પણ ભય લાગ્યા કરે. પરીક્ષા પછી પરિણામનો ભય લાગે. ક્યાં ભય નથી? કેટલાકને ભૂતકાળનો ભય સતાવે, કેટલાકને ભવિષ્યનો ભય લાગ્યા કરે. આમ, મનુષ્યની સ્થિતિ ભડકેલા ઘોડા જેવી થઈ ગઈ છે! પરાશ્રિતપણે જીવન વહી જાય છે. એમાંય કળિયુગની વિપરીત બુદ્ધિ, ના હોય ત્યાંથી ભય ઊભા કરી નાખે. એક ભયને સોગણું કરીને બતાવે, પછી શાંતિમય જીવન જીવવુંય ભારે પડી જાય છે!
પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે આવું મનુષ્યપણું શા કામનું? મનુષ્યપણું તો નીડર હોવું જોઈએ. વર્લ્ડમાં કોઈ ચીજ હલાવે નહીં, એવું હોવું જોઈએ. એવી નિર્ભય જગ્યા કઈ? પોતાનું આત્મસ્વરૂપ! પોતાને “હું આત્મા છું” એવું ભાન થયા પછી જેમ જેમ આત્મ અનુભવની શ્રેણી ચઢાય તેમ તેમ ભય ખલાસ થતો જાય, ભયભીત સંસારમાંય નિર્ભય આત્મસ્વરૂપે વર્તી શકાય. જેટલું પોતાની જાતને વિનાશી માને છે, તેટલો ભય ઉત્પન્ન થાય. જ્યારે “પોતે અવિનાશી છે” એવું ભાન થાય ત્યારથી નિર્ભય થતો જાય.
અહીં આપણને વિવિધ પ્રકારના ભય, તેની પાછળના કારણો અને તેમાંથી નીકળવાના પ્રેક્ટિકલ અને વ્યવહારિક ઉપાયોની વિગતવાર સમજણ પ્રાપ્ત થાય છે.


A. ભયના કારણો સમજીએ તો ભયમાંથી નીકળવાના ઉપાયો આપોઆપ મળી જાય છે. પરમ પૂજ્ય દાદા ભગવાને આપેલ સમજણરૂપી... Read More
Q. ભૂત, પ્રેત, પિશાચ, ડાકણ, મેલીવિદ્યા વગેરેનો ભય લાગે ત્યારે શું કરવું?
A. આપણે રાત્રે કોઈ હોરર મુવી (ભૂતનું મુવી) જોઈને અથવા ભૂતની વાત સાંભળીને સૂઈ ગયા હોઈએ. ઉપરથી એ રાત્રે... Read More
Q. જીવજંતુ અને પ્રાણીઓનો ભય કેવી રીતે દૂર થાય?
A. મોટાભાગના લોકોને જીવજંતુ જેવા કે, ગરોળી, વાંદો, વીંછી કે સાપનો ભય લાગતો હોય છે. દીવાલ ઉપર ગરોળી... Read More
Q. પોલીસનો અને કોર્ટ-કેચેરીમાં જવાનો ભય લાગે ત્યારે શું કરવું?
A. સામાન્ય રીતે દરેક વ્યક્તિને પોલીસનો અને કોર્ટ-કચેરીનો ભય લાગે છે. પોલીસ આપણા ઘરનું બારણું ખખડાવે... Read More
Q. નિષ્ફળતાના ભયમાંથી બહાર કઈ રીતે નીકળાય?
A. જીવનના દરેક તબક્કે આપણને નિષ્ફળતાનો ભય સતાવતો હોય છે. સ્કૂલ અને કોલેજમાં હોઈએ ત્યારે પરીક્ષા,... Read More
Q. અપમાનના ભયમાંથી કેવી રીતે મુક્ત થવાય?
A. આગળના પ્રશ્નોમાં આપણે બાહ્ય વસ્તુ અને પરિસ્થિતિના ભય વિશે જાણ્યું. પરંતુ કેટલાક ભય એવા હોય છે કે... Read More
A. જીવનમાં ક્યાંય ભય રાખવા જેવો નથી. છતાંય એવી કેટલીક બાબતો છે જેમાં ભય રાખવો હિતકારી છે. એ બાબતોમાં... Read More


subscribe your email for our latest news and events
