જેવી લગ્નની ઉંમર થાય કે લોકોને મનમાં ઘણા બધા પ્રશ્નો અને મૂંઝવણો ઊભી થાય છે કે, પરણી જવું સારું કે ડેટ પર જવું જોઈએ? જો કોઈ પરમ પૂજ્ય દાદાશ્રીને પૂછે કે, "શું મારે લગ્ન કરવા જોઈએ?" તો તેઓ જવાબ આપતા કે, "હું તમને એમ કહું કે લગ્ન કરો અથવા તો બ્રહ્મચર્ય પાલન કરો. બેમાંથી એક દૃઢ નિશ્ચય તો કરવો પડે.” અને પછી જો પરણવાનો નિશ્ચય કર્યો તો બીજો પ્રશ્ન એ ઉદ્ભવે કે શું મારે પરણી જવું કે ડેટ પર જવું?
ચાલો ત્યારે આ બાબતે પરમ પૂજ્ય દાદા ભગવાન શું કહે છે એ સમજીએ.
પ્રશ્નકર્તા: ઈઝ ડેટિંગ એ સીન? ડેટિંગ એટલે આ લોકો, છોકરીઓ છોકરાંઓ સાથે જાય બહાર અને છોકરાંઓ છોકરીઓ સાથે બહાર જાય, તો એ પાપ છે? એમાં કંઈ વાંધો છે?
દાદાશ્રી: હા. છોકરાંઓ સાથે ફરવાની ઈચ્છા થાય તો લગ્ન કરી લેવું. પછી એક જ છોકરો નક્કી કરવો. એક નક્કી થયેલો હોવો જોઈએ. નહીં તો એવો ગુનો નહીં કરવો જોઈએ, જ્યાં સુધી લગ્ન ના થાય ત્યાં સુધી આપણે છોકરાંઓ જોડે ફરવું નહીં જોઈએ.
પ્રશ્નકર્તા: અહીંયા તો એવું છે કે છોકરાં-છોકરીઓ ચૌદ વર્ષના થાય એટલે પછી બહાર જાય ફરવા. પછી છે તો મેળ પડે. એમાંથી આગળ પણ વધે. એમાં પછી કોઈને કંઈક બગડી જાય, એકબીજાને મેળ ના પડે તો પાછા બીજા છોકરા જોડે ફરે. પછી એની જોડે ના પડે તો ત્રીજા, એમ કરતું ચક્કર ચાલે અને એક સાથે બે-બે, ચાર-ચાર જણા જોડેય ફરે.
દાદાશ્રી: ધેટ ઈઝ અ વાઈલ્ડનેસ, વાઈલ્ડ લાઈફ!
પ્રશ્નકર્તા: તો શું કરવું એ લોકોએ?
દાદાશ્રી: એક છોકરાને સિન્સિયર રહેવું જોઈએ અને છોકરો આપણને સિન્સિયર રહે, એવી લાઈફ હોવી જોઈએ. ઈન્સિન્સિયરલી લાઈફ એ રોંગ લાઈફ છે.
પ્રશ્નકર્તા: હવે એમાં થાય એવું કે સિન્સિયર કેમનો રહે? એક છોકરા જોડે ફરતા હોય, પછી પાછું એમાંથી ઈન્સિન્સિયર છોકરો થઈ જાય કે છોકરી થઈ જાય.
દાદાશ્રી: તો ફરવાનું જ બંધ કરી દેવું જોઈએ ને! લગ્ન જ કરવું જોઈએ. આફ્ટર ઓલ વી આર ઈન્ડીયન. નોટ વાઈલ્ડ લાઈફ.
આપણે લગ્ન કર્યા પછી આખી જીંદગી સાથે સિન્સિયરલી રહીએ છીએ બેઉ સાથે. એટલે જો સિન્સિયરલી રહેવું હોય તો પહેલેથી બીજા માણસની ફ્રેન્ડશિપ નહીં હોવી જોઈએ. બહુ કડક રહેવું જોઈએ. એમાં કોઈ છોકરા સાથે ફરવું નહીં જોઈએ અને ફરવું હોય તો એક છોકરો નક્કી કરો કે ભઈ આની સાથે લગ્ન કરીશ. મા-બાપને કહી દેવું કે હું લગ્ન કરીશ તો આની જોડે જ કરીશ, મારે બીજાની જોડે કરવું નથી. ઈનસિન્સિયર લાઈફ ઈઝ વાઈલ્ડ લાઈફ.
મા-બાપ છોકરાનો વ્યવહાર (Page #78 and Page #79)
Q. લગ્નજીવનને સુખી કેવી રીતે બનાવવું?
A. પરમ પૂજ્ય દાદાશ્રી અને હીરાબાનું લગ્નજીવન એકદમ શાંતિપૂર્ણ, પરસ્પર આદર અને વિનયવાળું હતું. એમના... Read More
Q. લગ્નજીવનમાં સમસ્યા થવા પાછળ શું કારણ છે ?
A. જ્યારે તમારા લગ્ન થાય છે ત્યારે આદર્શ લગ્નજીવન વિશે તમારા મનમાં, “મારું લગ્નજીવન આવું હશે ને... Read More
Q. લગ્નજીવનમાં સમસ્યા કેવી રીતે ઉકેલવી?
A. લોકોને ઘરમાં પોતાના પાર્ટનર સાથે મતભેદ થાય ત્યારે સમાધાન કરતા આવડે નહીં અને ગૂંચાયા કરે. એના... Read More
Q. તમારા જીવનસાથી સાથેનો વ્યવહાર ઉકેલવાની કળા માટેના સુત્રો
A. ઘણીવાર આપણા દૈનિક જીવનમાં, આપણે વ્યવસાયિક ક્ષેત્રમાં લોકો સાથે કેવી રીતે વાતચીત કરવી અને આપણી... Read More
Q. ક્રોધિત પત્ની સાથે કેવી રીતે વ્યવહાર કરવો
A. લગ્નજીવનમાં, વહેલા કે મોડા, એવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે કે જ્યારે તમને તમારી પત્નીના ક્રોધનો સામનો... Read More
Q. પત્ની કચકચ કરે ત્યારે કેવી રીતે વર્તવું ?
A. લગ્નજીવનમાં પતિ/પત્નીની એકબીજા સાથે થતી કચકચની ફરિયાદ એ ખૂબ જ સામાન્ય છે. ખાસ કરીને, પતિની એવી... Read More
Q. લગ્નજીવનમાં નાણાંકીય પ્રશ્નો કેમ ટાળવા?
A. તમે પોતાની જાતને કે તમારા જીવનસાથીને નાણાંકીય મુશ્કેલીમાં ના મૂકી દો, એ બાબત વિશે તમારે ખાસ જાગૃત... Read More
Q. લગ્નવિચ્છેદ (છૂટાછેડા) થવાના કારણો શું છે?
A. આપણા રોજિંદા જીવનમાં મતભેદો થતા હોય છે. કઈ વ્યક્તિના કેવા સંજોગો છે, તેના આધારે મૂળ અભિપ્રાયરૂપી... Read More
Q. શું મારે છૂટાછેડા (ડિવોર્સ) લેવા જોઈએ?
A. આજના કાળમાં છૂટાછેડાનું ચલણ પ્રચલિત થઈ રહ્યું છે અને આના સંદર્ભમાં તમને પણ એકવાર એવો વિચાર આવતો હશે... Read More
Q. શું લગ્નજીવનમાં પતિ/પત્નીના દોષ જોવા યોગ્ય છે?
A. તમને તમારા જીવનસાથીની ભૂલો દર્શાવવાની ઈચ્છા કેટલી વાર થઈ હશે? અથવા તો તમારી સાથે પણ સામા પક્ષ તરફથી... Read More
Q. સંબંધિક સમસ્યાઓને ભૂંસવાનું રબર
A. આપણે ઘણી વખત આપણા જીવનસાથી સાથે થતા વર્તનમાં તેમને જાણ્યે-અજાણ્યે દુઃખ આપી દેતા હોઈએ છીએ. આપણી... Read More
Q. જીવનસાથીની પસંદગી કેવી રીતે કરવી?
A. “જીવનસાથીની પસંદગી” એ બાબત ખરેખર ઘણાના જીવનમાં અઘરો પ્રશ્ન બની જાય છે. જેવી લગ્ન કરવાની ઉંમર થાય છે... Read More
subscribe your email for our latest news and events