ક્રોધ સામે જાગૃતિ
આપણા જીવનમાં આપણી માન્યતાના આધારે સામાવાળાને સાચો કે ખોટો કહેતા હોઈએ છે. અને જો સામેવાળો આપણી માન્યતાથી વિરુદ્ધ કરે ત્યારે ગુસ્સો આવી જાય છે. ક્રોધ સામે કઈ જાગૃતિ ગોઠવવી એના માટે વીડિયો નિહાળો.
અક્રમ વિજ્ઞાન એક વ્યવહાર ઉપયોગી, આધ્યાત્મિક વિજ્ઞાન અને મોક્ષ(મુક્તિ) માટેનો 'શોર્ટ કટ' માર્ગ છે.
વધુ વાંચો05 જૂન |
દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે અક્રમ વિજ્ઞાનનું આધ્યાત્મિક વિજ્ઞાન - પરમ પૂજ્ય દાદા ભગવાન દ્વારા દર્શાવેલ આત્મજ્ઞાન પ્રાપ્તિનું વિજ્ઞાન.
વધુ વાંચોઅમદાવાદથી આશરે ૨૦ કિલોમીટરના અંતરે આવેલું સીમંધર સીટી, આધ્યાત્મિક પ્રગતિ માટેનું સ્થળ છે. એ "સ્વચ્છ, હરિયાળી અને પવિત્ર સીટી" તરીકે પણ ઓળખાય છે.
વધુ વાંચોઅક્રમ વિજ્ઞાની, પરમ પૂજ્ય દાદા ભગવાન, દ્વારા પ્રેરિત એક અજોડ નિષ્પક્ષપાતી ત્રિમંદિર...
જીવનમાં એક યા બીજા કારણે ક્રોધ થઈ જાય છે. શું તમે ક્રોધ માટે ક્યારેય ગંભીરતાથી વિચાર્યુ છે? ક્રોધ કોને કહેવાય? ક્રોધનું પરિણામ શું છે અને તે શા માટે ઊભો થાય છે? સંબંધ સમસ્યાઓમાં ક્રોધ સામે કેવી રીતે વર્તવું? ક્રોધમાંથી કેવી રીતે મુક્ત થવું?
જે લોકો આપણને સૌથી વધારે પ્રેમ કરે છે તેમની સાથે જ આપણે સંબંધ તોડી નાખીએ છીએ. આપણે આપણા બાળકોને હૂંફ, આરામ અને સલામત ઘર આપવા ઈચ્છીએ છીએ પરંતુ આપણો ક્રોધ બાળકોને તેમનાં પોતાના જ ઘરમાં ડરાવે છે.
ક્રોધી લોકોની સાથે કેવી રીતે વર્તવું? મશીન ગરમ થયું હોય, એને ઠંડું પાડવું હોય તો એની મેળે થોડી વાર રહેવા દે, એટલે મશીન ટાઢું પડી જાય અને હાથ અડાડીએ અને ગોદા મારીએ તો આપણે દઝાઈ મરીએ.
વ્યવહારિક સમસ્યાઓના ઉકેલ મેળવવા માટે આગળ વાંચો.
તદુપરાંત, તમે તમારા પોતાની જાતને ઓળખવા માટે જ્ઞાનવિધિ (આત્મજ્ઞાન પ્રાપ્તિનો પ્રયોગ) માં ભાગ લો. જે ક્રોધથી ખરી રીતે મુક્ત થવામાં મદદ કરશે.
subscribe your email for our latest news and events