
‘જ્ઞાન’નો સ્વભાવ જ એવો છે કે કશાને અડતું જ નથી, નિર્લેપ રહે છે! અજ્ઞાન જોડેય જ્ઞાન નિર્લેપ રહે છે. ક્રિયામાંય જ્ઞાન ભેગું થતું નથી, નિર્લેપ જ રહે છે!
પરમ પૂજ્ય દાદા ભગવાનજગત બંધ થઈ જશે તો? બંધ થાય એવું જ નથી. કારણ કે જગત સ્વાભાવિક છે. એનો સ્વભાવ જ એવો છે કે નિરંતર ચાલ્યા જ કરે. વડમાંથી બીજ ને બીજમાંથી વડ. લોક કહે છે કે ભગવાન ચલાવે છે. જો કોઈ ચલાવનાર હોય તો વહેલું-મોડું બંધ થાય જ. મોક્ષે થાય છે તેય સ્વભાવથી જ થાય છે! માટે કશું અટકી જશે, બગડી જશે એવું છે જ નહીં. રામચંદ્રજી ગયા, કૃષ્ણ ગયા તોયે જગત ચાલ્યું! આ જગત કોઈએ બનાવ્યું નથી, આ તો સ્વભાવથી જ ચાલે છે!!!
પરમ પૂજ્ય દાદા ભગવાનsubscribe your email for our latest news and events
