કોઈની નિંદા કરોને એટલે તમારે ખાતે ‘ડેબિટ’ થયું ને પેલાને ખાતે ‘ક્રેડિટ’ થયું. આવો ધંધો કોણ કરે?
પરમ પૂજ્ય દાદા ભગવાનધંધામાં ભગવાન હાથ ઘાલતાં જ નથી. ધંધામાં તો તારી આવડત ને તારું નૈતિક ધોરણ બે જ કામ લાગશે. અનૈતિક ધોરણથી વરસ-બે વરસ સારું મળશે, પણ પછી નુકસાન જશે. ખોટું થાય તો છેવટે પસ્તાવો કરશો તોય છૂટશો.
પરમ પૂજ્ય દાદા ભગવાનઅમને કોઈ પૂછે કે ‘આ સાલ ખોટમાં ગયા છો ?’ તો અમે કહીએ કે, ‘ના ભાઈ, અમે ખોટમાં ગયા નથી, ધંધાને ખોટ ગઈ છે !’ અને નફો થાય ત્યારે કહીએ કે, ‘ધંધાને નફો છે.’ અમારે નફો-તોટો હોય જ નહીં.
પરમ પૂજ્ય દાદા ભગવાનધંધો કરવામાં તો છાતી બહુ મોટી જોઈએ. છાતીનાં પાટિયાં બેસી જાય તો ધંધો બેસી જાય.
પરમ પૂજ્ય દાદા ભગવાનsubscribe your email for our latest news and events