વિવેક એટલે ખરા-ખોટાને જુદું પાડવું તે. સદ્ વિવેક એટલે સારાને ગ્રહણ કરાવે તે. વિનય એટલે વ્યવહાર પ્રમાણે ચાલે છે તેનાથી આગળ ગયા તે. પરમ વિનય એટલે જે દેખાય છે તે તરફનો આદરભાવ નહીં, પણ જે નથી દેખાતું તે તરફનો આદરભાવ!
પરમ પૂજ્ય દાદા ભગવાનપુણ્યના આધારે તમારો પુરુષાર્થ નફો લાવે ને પુણ્ય પરવારે તો એ પુરુષાર્થ ખોટ લાવે.
પરમ પૂજ્ય દાદા ભગવાનવચનબળ શી રીતે પ્રાપ્ત થાય? એક પણ શબ્દ મશ્કરી માટે ના વાપર્યો હોય, એક પણ શબ્દ ખોટો સ્વાર્થ, પડાવી લેવા માટે ના વાપર્યો હોય, વાણીનો દુરુપયોગ ના કર્યો હોય, પોતાનું માન વધે એટલા માટે વાણી ના બોલ્યા હોય તો એનું વચનબળ સિદ્ધ થાય!
પરમ પૂજ્ય દાદા ભગવાનબુદ્ધિ સંસારની દરેક બાબતમાં નફો-ખોટ દેખાડે. બુદ્ધિ દ્વંદ્વ દેખાડે. બુદ્ધિ એ દ્વંદ્વની જનની છે!
પરમ પૂજ્ય દાદા ભગવાનsubscribe your email for our latest news and events