ઘર્ષણથી બધી શક્તિ ખલાસ થઈ જાય. આત્માની અનંત શક્તિ એને લીધે દેખાતી નથી. કોઈ અવળો ભાવ થયો, આંખ ઊંચી થઈ જાય એ ઘર્ષણ. ભીંત જોડે ઘર્ષણ થાય તો શું થાય ? માથું ફૂટી જાય ! ઘર્ષણ એકલું ના હોત તો માણસ મોક્ષે જાય. બસ, એક જ શબ્દ શીખી ગયો કે, ‘મારે કોઈના ઘર્ષણમાં નથી આવવું.’ તો તે સીધો મોક્ષે જાય. વચ્ચે ગુરુનીય જરૂર નહીં ને કોઈનીય જરૂર નહીં.
પરમ પૂજ્ય દાદા ભગવાનમનુષ્યે માની, બાપની, ગુરુની બધાંની આજ્ઞા ઉઠાવી છે, પણ ‘ભગવાન’ની આજ્ઞા ઉઠાવી નથી. જો ‘ભગવાન’ની આજ્ઞા ઉઠાવી હોત તો કામ જ થઈ જાત. અરે, શેઠનીય આજ્ઞા પાળે ને બૈરીની હઉ આજ્ઞા પાળે !
પરમ પૂજ્ય દાદા ભગવાનભગવાન શું કહે છે ? તારે જો મોક્ષ જોઈતો હોય તો ‘જ્ઞાની પુરુષ’ પાસે જા ને સંસારમાં સુખ જોઈતું હોય તો માબાપની ને ગુરુની સેવા કરજે. માબાપની સેવામાં તો ગજબનું સુખ પ્રાપ્ત થાય તેમ છે !
પરમ પૂજ્ય દાદા ભગવાનજે લઘુતમ પદ છે ને તે જ ગુરુતમ પદ આપનારું છે. અને પેલું ગુરુતમ કે ‘હું કંઈક છું’, એ તો નાશ કરશે. ગુરુતમ પદ જોઈતું હોય તો લઘુતમ પદની આરાધના કરો.
પરમ પૂજ્ય દાદા ભગવાનsubscribe your email for our latest news and events