
કષાય જાય નહીં ત્યાં સુધી વીતરાગનો કિંચિત્માત્ર ધર્મ પામ્યો નથી. વીતરાગનો ધર્મ એટલે કષાયનો અભાવ.
— પરમ પૂજ્ય દાદા ભગવાનવીતરાગો શું કહે છે? હિંસા સામે અહિંસા રાખો, તો સુખ આવશે. હિંસાથી હિંસા કોઈ દહાડો બંધ થવાની નથી. અહિંસાથી હિંસા બંધ થશે.
— પરમ પૂજ્ય દાદા ભગવાનઅહિંસા તો કોનું નામ કહેવાય, કે પૂરી શક્તિ હોય, છતાં એને કોઈ કશું કરે, તોય એ સામું કશું જ ના કરે!
— પરમ પૂજ્ય દાદા ભગવાનજ્યાં આત્મા ત્યાં ક્રોધ-માન-માયા-લોભ નહીં ને જ્યાં ક્રોધ-માન-માયા-લોભ ત્યાં આત્મા નહીં!
— પરમ પૂજ્ય દાદા ભગવાન‘ઈગોઈઝમ’ને લીધે આ સંસાર ઊભો છે. બંધન ‘ઈગોઈઝમ’ને લીધે છે. ‘ઈગોઈઝમ’ કોઈ પણ રસ્તે બંધ થાય તો છૂટાય.
— પરમ પૂજ્ય દાદા ભગવાનsubscribe your email for our latest news and events
