મનુષ્ય એક સામાજિક પ્રાણી છે જે સમાજમાં વસ્યો છે અને વિકસ્યો છે. સામાજિક સંબંધો, એ પરસ્પર વિકાસ અને સંતોષનો મુખ્ય આધાર ગણાય છે. જો કે, દુનિયામાં એવાં પણ ઘણા લોકો છે જે એકલા હોવા છતાં ખુશ છે. એમને જોઈને આપણા મનમાં પ્રશ્ન ઊભો થાય કે, "શું એમને એકલતા નહીં લાગતી હોય?"

Feeling Lonely

એકલતાનો અર્થ ફક્ત એકલા હોવું એવો નથી; એનો અર્થ એ છે કે આપણે એકલતા અનુભવી રહ્યા છીએ. ભીડની વચ્ચે પણ આપણને આવી લાગણીનો અનુભવ થઈ શકે છે. એકલતા એટલે આપણે પોતાની જાતથી, લોકોથી અને સમાજથી વિખૂટા પડી ગયા હોઈએ, એવો અનુભવ થવો.

એકલતા કેમ લાગે છે?

પારિવારિક સમસ્યાઓ અથવા વ્યક્તિગત અસંતોષને કારણે પણ કોઈ એકલતા અનુભવી શકે છે. ઘણીવાર, આનું કોઈ ચોક્કસ કારણ પણ નથી હોતું. ખરેખર એ સમજવું જરૂરી છે કે એકલતા અને ઉદાસીનું કારણ બાહ્ય સંજોગો નહીં પણ આપણો દૃષ્ટિકોણ છે.

આવું મોટાભાગે એટલે થાય છે, કારણ કે વ્યક્તિ એવું માની બેસે છે કે સમાજ તેને સ્વીકારશે નહીં. જોકે, હકીકતમાં વ્યક્તિ પોતાને જેમ છે તેમ સ્વીકારતી નથી, જેનાથી એને સેલ્ફ-નેગેટિવિટી અને જબરજસ્ત ભોગવટો આવે છે.

પોતાની જાતનો અનાદર કરવાથી તેમ જ બીજાની અપેક્ષાઓ પૂરી કરવા માટે પોતાની જાત પર દબાણ કરવાથી આવું પરિણામ આવે છે. જ્યારે આપણે બીજાની વિચારસરણી સાથે એડજસ્ટ થઈ શકતા નથી ત્યારે અંદરથી હતાશા અનુભવાય છે. આપણી ઈચ્છા હોવા છતાં આપણે આસપાસના લોકો સાથે ભળી શકતા નથી. આવી આંતરિક નબળાઈઓ સેલ્ફ-નેગેટિવિટીના વિચારોમાં વધારો કરે છે.

અક્રમ વિજ્ઞાન જેવા ક્રાંતિકારી આધ્યાત્મિક વિજ્ઞાનની સમજણ પ્રમાણે, એકલતાનો અનુભવ થવાનું મૂળ કારણ પોતાના સ્વરૂપ (આત્મા)ની અજ્ઞાનતા છે.

એકલતાનો સામનો કરવો

એકલું લાગે ત્યારે શું કરવું? એકલતામાંથી કઈ રીતે બહાર આવવું? એકલતામાંથી બહાર નીકળવા માટે અમુક સરળ અને પ્રેક્ટિકલ રસ્તાઓ નીચે દર્શાવ્યા છે.

Feeling Lonely

સ્વીકારવું અને ઉકેલ લાવવો:

  • સ્વીકારવું: એવા ઘણા લોકો હોય છે જે ફિલ્મો જોઈને, ખાણીપીણી કરીને અને ઇતર પ્રવૃત્તિઓમાં રચ્યાપચ્યા રહીને પોતાના ભોગવટાને અવગણતા હોય છે. જોકે, આ બધા ક્ષણિક ઉપાયો છે, જે આપણને વ્યસ્ત રાખે છે અને કામચલાઉ રાહત આપે છે. પણ એકવાર જ્યારે ફિલ્મ જોવાનું કે ખાવાનું બંધ થાય ત્યારે ફરીથી એકલતા આપણને ફરી વળે છે. આનો અર્થ એમ થયો કે આપણે એકલતાનો સામનો કરવાને બદલે એનાથી દૂર ભાગી રહ્યાં છીએ. માટે, “મને એકલું લાગે છે” એવો સ્વીકાર કરવો એ જ એકલતા દૂર કરવાનું પ્રથમ પગથિયું છે. એ પછી જ એકલતામાંથી બહાર નીકળવાના ઉપાયો જડી આવશે.
  • નેગેટિવ વિચારોનો સામનો કરવો: નેગેટિવ વિચારો આપણી પર ત્યારે જ હાવી થઈ શકે જ્યારે આપણે તેને આપણી અંદર રહેવા દઈએ! નેગેટીવ વિચારોને અવગણીને તરત જ એની સામે પોઝિટિવ વિચારો ગોઠવવાથી આપણું મનોબળ અને આત્મવિશ્વાસ વધે છે. આવી પરિસ્થિતિમાં, સાચી સમજણ અને પોઝિટિવિટી એ જ ઉપાય છે. આના સિવાય, આપણે ક્યારેય પણ નેગેટિવિટીથીમાંથી બહાર નીકળી શકીશું નહીં. જીવનની આવી જ પરિસ્થિતિઓમાંથી પસાર થયેલા મહાન વ્યક્તિઓની આત્મકથા કે જીવનચરિત્ર વાંચવાથી આપણને સાચી સમજણ અને પોઝિટિવિટી મળે છે. માટે, હવે જ્યારે પણ આપણને એકલું લાગે ત્યારે આ સ્ત્રોતોમાંથી પ્રેરણા લેવી અને સાથે-સાથે એકલતાનો સામનો કરવો.

2) આત્મસાક્ષાત્કાર: સ્વરૂપની અજ્ઞાનતા અને પોતાની જાત માટેની ખોટી માન્યતાઓમાંથી નીકળવા માટેની આ મુખ્ય ચાવી છે.જ્યારે જ્ઞાની પુરુષ પાસેથી આપણને પોતાના સ્વરૂપનું ભાન થાય ત્યારે એકલતાના ઘોર અંધકારનું સ્થાન આંતરિક શાંતિ લઈ લે છે. માટે, આત્મજ્ઞાન એ એકલતામાંથી છૂટવાનો સૌથી અસરકારક ઉપાય છે.

જ્ઞાનવિધિ પછી, અંદરથી આનંદ ઉભરાય છે અને ખોટી તથા નેગેટિવ લાગણીઓનો સામનો કરવાની શક્તિ બમણી થઈ જાય છે. પ્રત્યક્ષ જ્ઞાની પુરુષની કૃપાથી જ આ બધું શક્ય છે. હજારો લોકોએ આત્મજ્ઞાન દ્વારા આ સનાતન સુખનો અનુભવ કર્યો છે. તમે પણ વહેલી તકે આ અનુભવનો લાભ લઈ શકો છો!

×
Share on