જ્ઞાનવિધિની માહિતી
જ્ઞાનવિધિ એ અક્રમ વિજ્ઞાનનો બે કલાકનો એક અનોખો પ્રયોગ છે. એ એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે, જેમાં દેહ અને આત્મા જુદા છે, એવું અનુભવમાં આવે છે.

શું પોતાને ઓળખવા માટે ખરેખર ભારે તપ, ધ્યાન અને સંસારનો ત્યાગ કરવાની જરૂર છે? પોતાની જાતને ઓળખવા અને પોતાની જ અંદર રહેલું સુખ અનુભવવા માટે દરેકનો ત્યાગ શું કામ કરવો જોઈએ? એવા લાખો લોકો છે, જેમણે પોતાની જાત ઓળખવા માટે સંસારનો ત્યાગ કર્યો છે. પણ, શું તેઓ આત્મા પ્રાપ્ત કરી શક્યા છે? ના, ફક્ત કેટલાક જ સાધુઓ “હું કોણ છું” એ પ્રશ્નનો જવાબ મેળવી શક્યા છે. જોકે, એ રહસ્ય તેમના હૃદયમાં જ છુપાયેલું છે. તેમ છતાં, એવા બહુ ઓછા વ્યક્તિઓ થયા છે, જેમણે આ અનુભવ બીજાને પહોંચાડ્યો હોય. આત્મસાક્ષાત્કારની પ્રક્રિયા ખરેખર ખૂબ જ સરળ છે અને તેના માટે માત્ર યોગ્ય માર્ગદર્શનની જ જરૂર છે.
તો ચાલો, આની શોધ માટે આપણે આત્મજ્ઞાની પરમ પૂજ્ય દાદા ભગવાન અને મુમુક્ષુ વચ્ચે શું આપણું છે અને શું નથી એને લગતો સંવાદ જોઈએ.


દાદાશ્રી: તમારે My જેવી કશું વસ્તુ છે? I એકલા છો કે My સાથે છે?
પ્રશ્નકર્તા: My સાથે હોય ને!
દાદાશ્રી: શું શું My છે તમારે?
પ્રશ્નકર્તા: મારું ઘર અને ઘરની બધી વસ્તુઓ.
દાદાશ્રી: બધી તમારી કહેવાય? અને વાઈફ કોની કહેવાય?
પ્રશ્નકર્તા: એ પણ મારી.
દાદાશ્રી: અને છોકરાં કોના?
પ્રશ્નકર્તા: એ પણ મારા.
દાદાશ્રી: અને આ ઘડિયાળ કોનું?
પ્રશ્નકર્તા: એ પણ મારું છે.
દાદાશ્રી: અને હાથ કોના છે?
પ્રશ્નકર્તા: હાથ પણ મારા છે.
દાદાશ્રી: પછી તમે 'મારું માથું, મારું બોડી, મારા પગ, મારા કાન, મારી આંખો' એવું કહેશો. આ શરીરમાં બધી જ વસ્તુને 'મારું' કહે છે, ત્યારે 'મારું' કહેનાર તમે કોણ છો? એ વિચાર્યું નથી? ‘માય નેમ ઈઝ ચંદુલાલ’ બોલે અને પછી કહેશો ‘હું ચંદુલાલ છું’, આમાં કંઈ વિરોધાભાસ નથી લાગતો?
પ્રશ્નકર્તા: લાગે છે.
દાદાશ્રી: તમે ચંદુભાઈ છો, હવે આમાં I એન્ડ My બે છે. આ I એન્ડ My એ બે રેલવેલાઈન જુદી જ હોય. પેરેલલ જ રહે છે, કોઈ દહાડો એકાકાર થતું જ નથી. છતાંય તમે એકાકાર માનો છો, તે સમજીને આમાંથી Myને સેપરેટ કરી નાખો. તમારામાં જે My છે ને, એ બાજુએ મૂકો. My હાર્ટ, તો એ બાજુએ મૂકો. આ શરીરમાંથી બીજું શું શું સેપરેટ કરવાનું હોય?
પ્રશ્નકર્તા: પગ, ઈન્દ્રિયો.
દાદાશ્રી: હા. બધું જ. પાંચ ઈન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર બધું જ. પછી 'My માઈન્ડ' કહે છે કે 'I એમ માઈન્ડ' કહે છે?
પ્રશ્નકર્તા: 'My માઈન્ડ' કહે છે.
દાદાશ્રી: મારી બુદ્ધિ કહે છેને?
પ્રશ્નકર્તા: હા.


દાદાશ્રી: મારું ચિત્ત કહે છેને?
પ્રશ્નકર્તા: હા.
દાદાશ્રી: અને ‘My ઈગોઈઝમ’ બોલે છે કે ‘I એમ ઈગોઈઝમ' બોલે છે?
પ્રશ્નકર્તા: My ઈગોઈઝમ.
દાદાશ્રી: ‘My ઈગોઈઝમ’ બોલશો તો એટલું જુદું પાડી શકશો. પણ તેથી આગળ જે છે, એમાં તમારો ભાગ શું છે તે તમે જાણતા નથી. એટલે પછી પૂરેપૂરું સેપરેશન થાય નહીં. તમારું અમુક જ હદ સુધી જાણો. તમે સ્થૂળ વસ્તુ જ જાણો છો, સૂક્ષ્મમાં જાણતા જ નથી. આ તો સૂક્ષ્મ બાદ કરવાનું, એ પછી સૂક્ષ્મતર બાદ કરવાનું, પછી સૂક્ષ્મતમ બાદ કરવાનું એ જ્ઞાની પુરુષનું જ કામ.
પણ એક એક સ્પેરપાર્ટસ બધા બાદ કરતાં કરતાં જઈએ તો I ને My એ બે જુદું થઈ શકે ખરું ને? I ને My બે જુદાં પાડતાં છેવટે શું રહે? Myને બાજુએ મૂકો, તો છેવટે શું રહ્યું?
પ્રશ્નકર્તા: I.
દાદાશ્રી: તે I એ જ તમે છો! બસ, તે I ને રીયલાઈઝ કરવાનું છે.
પ્રશ્નકર્તા: તો સેપરેટ કરીને એમ જાણવાનું છે કે જે બાકી રહ્યું તે 'હું' છું.
દાદાશ્રી: હા, સેપરેટ કરીને જે બાકી રહ્યું તે તમે પોતે છો. I એ તમે પોતે જ છો. એની તપાસ તો કરવી પડશે ને? એટલે આ સહેલો રસ્તો છે ને, I અને My જુદાં કરે તો?
પ્રશ્નકર્તા: આમ તો સહેલો રસ્તો છે, પણ પેલું સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ જુદું થાય તો ખરું ને? એ જ્ઞાની વગર ના બને ને?
દાદાશ્રી: હા, તે જ્ઞાની પુરુષ દેખાડી દે. તો તેથી અમે કહીએ છીએ ને, સેપરેટ I એન્ડ My વિથ જ્ઞાનીઝ સેપરેટર. એ સેપરેટરને શાસ્ત્રકારો શું કહે છે? ભેદજ્ઞાન કહે છે. ભેદજ્ઞાન વગર તમે શી રીતે બાદ કરશો? કઈ કઈ ચીજ તમારી છે અને કઈ કઈ તમારી નથી, એ બેનું તમને ભેદજ્ઞાન નથી. ભેદજ્ઞાન એટલે ‘મારું’ બધું આ છે અને ‘હું’ જુદો છું આનાથી. એટલે જ્ઞાની પુરુષની પાસે, એમના ટચમાં રહીએ તો એ ભેદજ્ઞાન પ્રાપ્ત થઈ જાય ને પછી આપણને જુદું પડી જાય.
‘I અને My’ ના ભેદ પાડે તો બહુ સહેલું છે ને આ? મેં આ રીત બતાવી તે રીતે અધ્યાત્મ સહેલું છે કે અઘરું છે? નહીં તો આ કાળના જીવોનો તો શાસ્ત્રો વાંચી વાંચીને દમ નીકળી જાય.
“ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટસેલ્ફ. ઈટ હેઝ પઝલ્ડ ઈટસેલ્ફ. ધેર આર ટુ વ્યૂપોઇન્ટસ્ ટુ સોલ્વ ધીસ પઝલ, વન રિલેટિવ વ્યૂપોઈન્ટ એન્ડ વન રિયલ વ્યૂપોઇન્ટ. રીયલરિયલ ઈઝ પરમેનન્ટ, રિલેટિવ રિલેટીવ ઈઝ ટેમ્પરરી. ઑલઓલ ધીસ રિલેટિવ્સ રિલેટિવ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ્સ એડજેસ્ટમેન્ટસ એન્ડ યુ આર પરમેનન્ટ.”
~પરમ પૂજ્ય દાદાશ્રીsubscribe your email for our latest news and events
