More

ત્રિમંદિરમાં આવતાં દર્શનાર્થીઓ માટે એમની જરૂરિયાત મુજબ અને એમની યાત્રા આરામદાયક બની રહે એ હેતુસર ભોજનાલય તથા અતિથિગૃહ જેવી વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ છે.

ચાલો, અહીં ઉપલબ્ધ વિવિધ સુવિધાઓ પર એક નજર કરીએ:

ભોજનાલયની સુવિધાઓ:

ત્રિમંદિરમાં ભોજનાલય માટેની વિવિધ સુવિધાઓ નીચે દર્શાવ્યા પ્રમાણે છે:

1) ઉણોદરી ભવન (મંદિર ભોજનશાળા): અહીં દરરોજ સવારનો નાસ્તો (બ્રેકફાસ્ટ), મધ્યાહ્‌ન (બપોર) તથા સાંજના ભોજનનો સમય નીચે દર્શાવ્યા પ્રમાણે છે:

  • સવારના નાસ્તાનો સમય - સવારે ૭ થી ૮:૩૦
  • બપોરનો સમય - બપોરે ૧૨ થી ૧:૩૦
  • સાંજનો સમય - સાંજે ૭ થી ૮:૩૦

જો આપણે કોઈ મોટા ગ્રુપ સાથે આવવાના હોઈએ તો, ભોજન માટે અગાઉથી ઓનલાઈન બુકિંગ કરી લેવું વધુ હિતાવહ રહેશે.

ઉણોદરી ભવન
અંબા રિફ્રેશમેન્ટ

2) અંબા રિફ્રેશમેન્ટ:- અહીં, દર્શનાર્થીઓ વિવિધ પ્રકારની શુદ્ધ શાકાહારી (પ્યોર વેજીટેરીયન) ભારતીય વાનગીઓનો સ્વાદ માણી શકશે. અંબા રિફ્રેશમેન્ટનો સમય નીચે દર્શાવ્યા મુજબ છે:-

સવારે ૯થી બપોરે ૨ અને બપોરે ૩:૩૦થી રાત્રે ૯ વાગ્યા સુધી. વધુ માહિતી માટે અહીં દર્શાવેલ નંબર પર સંપર્ક કરી શકો છો: # +91 9924343916 / +91 9099943916

3) સમરસી: આ રેસ્ટોરન્ટમાં દર્શનાર્થીઓ માટે સવારનો નાસ્તો (બ્રેકફાસ્ટ) તથા બપોર તથા સાંજના ભોજનમાં ફૂલ થાળી, મિષ્ટાન્ન અને ફરસાણ સહિત વિશેષ કરીને પીરસવામાં આવે છે.

જો આપણે કોઈ મોટા ગ્રુપ સાથે આવવાના હોઈએ તો, ભોજન માટે અગાઉથી ઓનલાઈન બુકિંગ કરી લેવું વધુ હિતાવહ રહેશે.

વધુ મહિતી માટે અહીં દર્શાવેલ નંબર પર સંપર્ક કરી શકો છો: # 9924344428

4) 5868 (ફિફ્ટી એઈટ સિક્સ્ટી એઈટ) : આપ આ મલ્ટી-ક્યુઝિન રેસ્ટોરન્ટમાં વિવિધ પ્રકારની શુદ્ધ શાકાહારી (પ્યોર વેજીટેરીયન) વાનગીઓનો સ્વાદ માણી શકશો. આ રેસ્ટોરન્ટ ત્રિમંદિરની પાછળ આવેલ ટાઉનશીપના પરિસરમાં છે. વધુ મહિતી માટે અહીં દર્શાવેલ નંબર પર સંપર્ક કરી શકો છો: # 9574745868

સમરસી
5868

અતિથિગૃહ/રહેવા માટેની સુવિધાઓ:

અડાલજ ત્રિમંદિરની મુલાકાત લેતાં યાત્રીઓના આવાસ માટે અતિથિગૃહ (રોકાવા) માટે નીચે દર્શાવેલ સુવિધાઓ ઉપલબ્ધ છે:

1) ડોરમેટરી અને સ્ટોપ એન્ડ સ્ટે અતિથિગૃહ (ગેસ્ટ હાઉસ): અહીં રાત્રિરોકાણ માટે જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ છે. તેમ જ, અહીં એસી તથા નોન-એસી જેવા વિવિધ રૂમો પણ ઉપલબ્ધ છે. વધુ માહિતી માટે અહીં દર્શાવેલ નંબર પર સંપર્ક કરી શકો છો:  # +91 9924273300

સ્ટોપ એન્ડ સ્ટે
ડોરમેટરી

2) અંબા સ્યૂટ: આ હોટેલ, ત્રિમંદિરના પાછળના ભાગમાં આવેલ ટાઉનશીપના પરિસરમાં છે. અહીં આપની તમામ જરૂરિયાતો પૂરી પાડવા માટે વેલ ફર્નિશ્ડ ૫૯ ડીલક્સ રૂમ, ૧૩ સ્યૂટ રૂમ અને ૫ ટ્વીન રૂમ ઉપલબ્ધ છે. સ્યૂટ રૂમમાં એક આકર્ષક સીટીંગ એરિયા, વર્ક ડેસ્ક અને સંપૂર્ણ સજ્જ ડ્રાય પેન્ટ્રી ઉપલબ્ધ છે. અહીં આપને ટૂંકા અથવા લાંબા રોકાણ માટે ઉત્તમ એવા મોર્ડન અને મિનિમલિસ્ટિક ડિઝાઇનનો સુંદર સંગમ જોવા મળશે. વધુ માહિતી માટે ,સંપર્ક કરી શકો છો: # +91 9924394394 અથવા ઈ-મેલ કરી શકો છો: [email protected]

રોજિંદી સુવિધાઓ, શોપિંગ અને જમવા માટેની સગવડ તથા અંબા ફાર્મસી શોપ નજીકમાં જ છે. અહીં, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI), એચડીએફસી બેન્ક (HDFC), આઈસીઆઈસીઆઈ બેન્ક (ICICI) અને યુનિયન બેંકની (UBI) શાખાઓ પણ એમનાં એટીએમ (ATM) બુથ સહિત નજીકમાં જ આવેલી છે.

અંબા સ્યૂટ
ડોરમેટરી
×
Share on