
પ્રશ્નકર્તા: કેટલાક એવા હોય છે કે આપણે ગમે તેટલું સારું વર્તન કરીએ તોય તે સમજતા નથી.
દાદાશ્રી: એ ના સમજતા હોય તો એમાં આપણી જ ભૂલ છે કે એ સમજણવાળો આપણને કેમ ના મળ્યો! આમનો જ સંયોગ આપણને કેમ બાઝ્યો? જે જે વખતે આપણને કંઈ પણ ભોગવવું પડે છે, તે આપણી જ ભૂલનું પરિણામ છે.
પ્રશ્નકર્તા: તો આપણે એમ સમજવાનું કે મારા કર્મો એવા છે?
દાદાશ્રી: ચોક્કસ. આપણી ભૂલ સિવાય આપણને ભોગવવાનું હોય નહીં. આ જગતમાં એવું કોઈ નથી કે જે આપણને સહેજ પણ દુઃખ આપે અને જો કોઈ દુઃખ આપનાર છે, તો તે આપણી જ ભૂલ છે. સામાનો દોષ નથી, એ તો નિમિત્ત છે. માટે 'ભોગવે એની ભૂલ'.
કોઈ સ્ત્રી અને પુરુષ બે (પતિ-પત્ની) જણ ખૂબ ઝઘડતા હોય અને બેઉ સૂઈ ગયા, પછી આપણે છાનામાના જોવા જઈએ તો પેલી બહેન તો ઘસઘસાટ ઊંઘતી હોય અને ભઈ આમ આમ પાસા ફેરવતા હોય, તો આપણે સમજવું કે આ બધી ભઈની ભૂલ છે, આ બહેન ભોગવતી નથી. જેની ભૂલ હોય તે ભોગવે અને તે ઘડીએ જો ભઈ ઊંઘતા હોય ને બહેન જાગ્યા કરતા હોય તો જાણવું કે બહેનની ભૂલ છે. 'ભોગવે એની ભૂલ.' આ તો બહુ ભારે 'સાયન્સ' છે! જગત આખું નિમિત્તને જ બચકાં ભરે છે.
Book Name: ભોગવે એની ભૂલ (Page #7 and Page #8)
૧) જ્યાં સુધી તમારા નિમિત્તે કોઈને સહેજ પણ દુઃખ થાય છે, ત્યાં સુધી એની અસર તમારી પર જ પડવાની. માટે ચેતો.
૨) આ જગતના ન્યાયાધીશો તો ઠેર ઠેર બેઠા હોય છે. પણ આ કર્મના ન્યાયાધીશ તો એક જ. 'ભોગવે તેની ભૂલ'! આ એક જ ન્યાય છે, જેનાથી જગત આખું ચાલી રહ્યું છે અને ભ્રાંતિના ન્યાયથી સંસાર આખોય ઊભો છે!
Q. કોઈ દુઃખ આપે, અપમાન કરે ત્યારે કોનો વાંક?
A. દરેકને જીવનમાં આવો પ્રશ્ન થતો જ હોય છે કે, હું બીજા સાથે ગમે તેવું સારું વર્તન કરું તોય મારી સાથે... Read More
A. દુઃખ ના ભોગવવું પડે એ માટે ઉપાય શું? આપણને જે દુઃખ આવી પડે, તેને આપણે જમા કરી લઈએ અને નવેસરથી કોઈ... Read More
Q. મારે જ શા માટે ભોગવવું પડે છે?
A. આ સમાચારોમાં રોજ આવે કે, 'આજે ટેક્સીમાં બે માણસોએ આને લૂંટી લીધા, ફલાણા ફલેટના બાઈસાહેબને બાંધી... Read More
A. કંઈ પણ ભૂલ વગર ભોગવવાનું આપણને આવે છે, ત્યારે હૃદય વારંવાર દ્રવી દ્રવીને પોકારે છે કે આમાં મારી... Read More
A. અધ્યાત્મિક દૃષ્ટિએ ભૂલ કોની? એ શોધવા માટે પરમ પૂજ્ય દાદાશ્રીએ આપેલી આ જબરજસ્ત ચાવી છે, ભોગવે તેની... Read More
A. ડૉક્ટરે દર્દીને ઈન્જેક્શન આપ્યું, પછી ડૉક્ટર ઘેર જઈને નિરાંતે ઊંઘી ગયો ને પેલાને તો ઈન્જેક્શન આખી... Read More
Q. શા માટે ભગવાન દુઃખ આપતા હશે?
A. આ જગત નિયમને આધીન ચાલી રહ્યું છે, આ ગપ્પું નથી. આનો રેગ્યુલેટર ઓફ ધી વર્લ્ડ પણ છે, એ નિરંતર આ... Read More
Q. મને ભોગવટો આવે તેના માટે જવાબદાર કોણ?
A. ભૂલ કોની? ભોગવે એની! શું ભૂલ? ત્યારે કહે છે, 'હું ચંદુભાઈ છું' એ માન્યતા જ તારી ભૂલ છે. કારણ કે,... Read More
subscribe your email for our latest news and events
