Related Questions

બાળકો માટે થતી પ્રાર્થનાની શક્તિ કેવી હોય? હું બાળકો માટે કેવી રીતે પ્રાર્થના કરું?

આપણને બધાને ખબર જ છે કે આપણે બાળક પર ગુસ્સે ના થવું જોઈએ, એમને દુ:ખ થાય એવા શબ્દો ના બોલવા જોઈએ, એમને ધમકાવવા કે મારવા ના જોઈએ. પણ ઘણીવાર સંજોગો એવા હોય કે આપણે કાબૂ ગુમાવી બેસીએ અને આપણાથી એમને દુ:ખ થઈ જાય. અને પાછળથી પસ્તાવો પણ થાય કે આપણે બાળકને દુ:ખ નહોતું આપવું જોઈતું. પરમ પૂજ્ય દાદાશ્રીએ બાળકો માટેની પ્રાર્થનાની શક્તિને ઓળખીને આપણી પાછલી ભૂલોને સુધારવા માટેનો એક યથાર્થ માર્ગ દર્શાવ્યો છે.

પ્રતિક્રમણથી આપણે હૃદયમાંથી નેગેટિવ ભાવો ભૂંસીએ છીએ. એનાથી જે વ્યક્તિ પર આપણે ગુસ્સે થતાં હોઈએ એની માટેના આપણા નેગેટિવ અભિપ્રાયો બદલાય છે. જેનાથી આપણા નેગેટિવ સ્પંદનો સામી વ્યક્તિ સુધી પહોંચતા નથી અને અંતે સામી વ્યક્તિને પણ આપણા માટે ફરિયાદ રહેતી નથી. આ સૌથી શક્તિશાળી ચાવી છે જે દરેક પેરેન્ટ્સ માટે કામની છે.

પ્રતિક્રમણ કેવી રીતે કરવું?

જો તમને તમારા બાળક પર ખૂબ ગુસ્સો આવે તો તમારે એની સામે માફી માંગવાની નથી પણ અંતરથી એની માફી માંગી લો અને ફરીથી આવી ભૂલ નહીં કરવાનું નક્કી કરો. જો તમારાથી એને દુ:ખ ના થયું હોય તો તમારે એની માફી માંગવાની જરૂર નથી. આપણા બધાની અંદર આત્મા રહેલો છે અને એ અંદરવાળા આત્મા સુધી સ્પંદનો પહોંચી જાય છે.

જો તમને એના માટે નેગેટિવ વિચારો આવે તો, તરત જ તમારે એના પ્રતિક્રમણ કરવા જોઈએ.

પ્રાર્થના

જ્યારે તમને ખરેખર એવું લાગે કે, તમે બાળકના ભલા માટે કહો છો અને એ તમારી વાત સાંભળતું નથી અને ઉપરથી તમને સામે એમ કહે કે, લેક્ચર આપવાનું બંધ કરો. કારણ કે એનાથી આપની જ શક્તિ વેડફાય છે અને શબ્દોની અસર થતી નથી. આવા સમયે જ્યારે વાણીથી બોલાયેલા શબ્દો કામમાં ના આવે અને તમે ઈચ્છો છો કે તમારું બાળક સુધરે તો - પ્રાર્થના એ અંતિમ સાધન છે. શબ્દો કરતાં પ્રાર્થના વધારે ફળદાયી છે. જો શબ્દોની કિંમત બાર આનાની હોય તો એની સામે પ્રાર્થનાની કિંમત એક રૂપિયાની છે. બાળકો માટે થતી પ્રાર્થનામાં આવી ગજબની શક્તિ છે.

આપણે પહેલા એમના માટે પ્રાર્થના કરી ના હોય એટલે એની એ જ ભૂલો વારંવાર થયા કરે છે. હવે પ્રાર્થના અને પ્રતિક્રમણ કરવાથી ધીમે ધીમે આ બધું જતું રહેશે. તમે તમારા ભગવાન કે ગુરુ પાસે આ માટેની શક્તિ માંગી શકો અને એમને કહી શકો કે તમારું બાળક તમે એમના હાથમાં સોંપી રહ્યા છો. બાળકના કલ્યાણ માટે પ્રાર્થના કરો, તમારું બાળક સચવાઈ જશે. બાળકને પ્રેમ અને સમજણપૂર્વક સાચી દિશામાં વાળી શકાય એના માટે શક્તિ માંગો. એક મહિના સુધી દસ મિનિટ માટે પ્રાર્થના કરશો તો ધીમે ધીમે તમને ફરક દેખાશે. જેમ આપણે દાંત સાફ કરીએ છીએ એમ પ્રાર્થના અને પ્રતિક્રમણ જેવી સારી વસ્તુઓ રોજ કરવી જોઈએ જેથી નેગેટિવિટી ધોઈ શકાય.

વારંવાર પ્રયત્ન કરવા છતાં પણ બાળક સુધરે નહીં તો પ્રતિક્રમણની ચાવી કામ લાગશે!

બહારથી ભલે તમે વિરોધ બતાડો, પરંતુ અંદર સમભાવ રાખો. એનાથી બાળકને થશે કે, “મારા પપ્પાને મારી માટે કોઈ અભાવ નથી.” તેઓ બહારથી ભલે વઢે પણ અંદર એમને દ્વેષ નથી. પછી બાળકને કહેવું કે આપણે સંસ્કારી કુટુંબના કહેવાઈએ વગેરે. પછી એનો ભાવ પણ બદલાશે કે ખરેખર આવું તો ના જ કરાય. એ શું નક્કી કરશે? એ નક્કી કરશે કે આ કરવા જેવું નથી. એ એવો ભાવ મનમાં કરશે. શરૂઆતમાં એ પપ્પાને નહીં કહે. પછી કહેશે કે ઈચ્છા ન હોવા છતાં પણ એવું થઈ જાય છે.

પહેલું તો આપણે પૂછવું પડે કે તું જાણીજોઈને કરે છે કે થઈ જાય છે? ત્યારે પછી કહે, મારે નથી કરવું. એ બે-ત્રણ વખત નહોતું જવું તોય જવાઈ ગયું. એટલે બાળક પણ સમજે કે મારે આ નથી કરવું તોય થઈ જાય. આપણે નથી કરવું તોય થઈ જાય એવું કહે ને ત્યારથી જ એ પાછું ફર્યું, એની સમજણ ફરી. ત્યાર પછી આપણે એને કહેવું જોઈએ કે હવે પ્રતિક્રમણ કરજે. જ્યારે જ્યારે થઈ જાય ત્યારે, “હે ભગવાન! આજે મારાથી આ થઈ ગયું, એની માફી માંગું છું અને ફરી નહીં કરું.” એ પ્રતિક્રમણ શીખવાડીએ બસ.

Related Questions
  1. બાળકોના વિકાસમાં માતાપિતાની ભૂમિકા શું છે?
  2. બાળકો સાથે કઈ રીતે વાત કરવી?
  3. કઈ રીતે બોલવું જોઇએ જેથી બાળકો તમને અસરકારક રીતે સાંભળે?
  4. કઈ રીતે બાળકોને બહારનું ખાવાનું બને તેટલું ઓછું કરે તે માટે માર્ગદર્શન આપવું?
  5. જ્યારે તમારા બાળકો ભૂલો કરે ત્યારે શું કરવું જોઇએ?
  6. ઊંચા સ્વરે બોલ્યા વિના બાળકને શિસ્તબધ્ધ કઈ રીતે બનાવવું? બાળકને સારી ટેવો વાળું અને શિસ્તબધ્ધ રીતે કઇ રીતે ઉછેરવું?
  7. તોફાની સ્વભાવના બાળક સાથે કઈ રીતે વર્તન કરવું?
  8. તોફાની અથવા જીદ્દી બાળક સાથે કઈ રીતે વર્તન કરવું?
  9. સારા માતા પિતા તરીકે બાળક સામે કઈ રીતે વર્તન કરવું જોઇએ?
  10. તમારા બાળકો ઉપર ચીડાવાનું કઈ રીતે બંધ કરશો? કચકચ કઈ રીતે બંધ થશે?
  11. બાળકોની ખરાબ આદતો કઈ રીતે તોડવી?
  12. બાળકના શિક્ષણમાં માતા પિતાની શું ભૂમિકા છે?
  13. ટીનએજર્સ સાથે માતાપિતાએ કઈ રીતે વર્તવું?
  14. બાળકોને નૈતિકતા કઈ રીતે શીખવવી?
  15. માતા પિતા અને બાળકોના સંબંધો કઈ રીતે મજબૂત થાય?
  16. તમારા બાળકોને વારસામાં કેટલું આપવું?
  17. સિંગલ પેરેન્ટ તરીકે ટીનએજર સાથે કેવી રીતે વર્તવું?
  18. બાળકો માટે થતી પ્રાર્થનાની શક્તિ કેવી હોય? હું બાળકો માટે કેવી રીતે પ્રાર્થના કરું?
×
Share on