Related Questions

બાળકોને સુધારવા માટે તેમને કેવી રીતે ઠપકો આપવો કે ટૈડકાવવા?

પ્રશ્નકર્તા: સુધરેલાની વ્યાખ્યા? 

દાદાશ્રી: સામા માણસને તમે વઢો તોય એને એમાં પ્રેમ દેખાય. તમે ઠપકો આપો તોય એને તમારામાં પ્રેમ દેખાય કે, ઓહોહો! મારા ફાધરનો મારા પર કેટલો બધો પ્રેમ છે! ઠપકો આપો, પણ પ્રેમથી આપો તો સુધરે. આ કોલેજોમાં જો પ્રોફેસરો ઠપકો આપવા જાય તો પ્રોફેસરોને બધા મારે! 

સામો સુધરે એ માટે આપણા પ્રયત્નો રહેવા જોઈએ, પણ જે પ્રયત્નો 'રિએક્શનરી' હોય એવા પ્રયત્નોમાં ના પડવું. આપણે એને ટૈડકાવીએ ને એને ખરાબ લાગે એ પ્રયત્ન ના કહેવાય. પ્રયત્ન અંદર કરવા જોઈએ, સૂક્ષ્મ રીતે! સ્થૂળ રીતે જો આપણને ના ફાવતું હોય તો સૂક્ષ્મ રીતે પ્રયત્નો કરવા જોઈએ. વધારે ઠપકો ના આપવો હોય તો થોડાકમાં કહી દેવું જોઈએ કે, 'આપણને આ શોભે નહીં.' બસ આટલું જ કહીને બંધ રાખવું. કહેવું તો પડે પણ કહેવાની રીત હોય.

Related Questions
  1. દુઃખ ખરેખર શું છે?
  2. બાળકોની સાથે કેવી રીતે વ્યવહાર કરવો?
  3. આપણા શબ્દો બાળકોને દુઃખ પહોંચાડે... તો બાળકો સાથે કેવી રીતે વર્તવું?
  4. બાળકોને સુધારવા માટે તેમને કેવી રીતે ઠપકો આપવો કે ટૈડકાવવા?
  5. મારે મારી પત્ની સાથે ખૂબ મોટો ઝઘડો થઈ ગયો છે, તો તેમાં કોની ભૂલ છે?
  6. કોઈ વ્યક્તિ સામેથી ઝઘડવા માટે આવે તો આપણે શું કરવું જોઈએ?
  7. સ્ત્રી અને પુરુષ વચ્ચેના મતભેદને નિવારવાનો છેલ્લો ઉપાય શો છે?
  8. મતભેદને કેવી રીતે ઉકેલી શકાય?
  9. જ્યારે વિરોધી વિચારશ્રેણી હોય ત્યારે હું મારા જીવનસાથી સાથે વ્યવહાર કેવી રીતે કરું?
  10. મતભેદ ઉકેલવામાં ખરા હૃદયપૂર્વકની ભાવનાનું શું મહત્ત્વ છે?
  11. જીવનનો ધ્યેય શું હોવો જોઈએ?
  12. આદર્શ ધંધો કોને કહેવાય અને તેની મર્યાદા શું છે?
  13. ધંધાના જોખમો જાણી, નિર્ભય રહો.
  14. આજના સમયમાં જો વ્યક્તિ પ્રામાણિકતાથી ધંધો કરે છે, તો તેને ખોટ જાય છે, એવું શા માટે?
  15. મને મારા ધંધાની બહુ ચિંતા થાય છે. આ ચિંતા બંધ કેવી રીતે થાય?
  16. ગ્રાહકો નહી તો ધંધો નહી, તો મારે શું કરવું જોઈએ?
  17. અમારી પાસે પૈસા ઘણા છે પરંતુ ઘરે શાંતિ નથી?
  18. દેવું ચૂકવવાની દાનતમાં ચોખ્ખા રહો.
  19. સત્તાનો દુરુપયોગ કેટલો જોખમી છે?
  20. ‘અન્ડરહેન્ડ’નું રક્ષણ શા માટે કરવાનું?
×
Share on