જ્યારે કોઈ આપણી સાથે ઝઘડવા આવે તેવી પરિસ્થિતિમાં અથડામણ ટાળવા આપણે શું કરવું જોઈએ? એક બાજુ એક વ્યક્તિ ખૂબ જ જાગૃત અને સચેત છે અને બીજી તરફ વ્યક્તિ ઝઘડવા માટે આતુર છે, તો અથડામણ થવી આવશ્યક નથી?
વ્યક્તિ ભીંત સાથે કેટલો સમય અથડાયા કરે? જો તમે ભીંત સાથે અથડાઈ જાઓ છો, તો તમારે શું કરવું જોઈએ? શું તમે તેની સાથે ઝઘડવા બેસસો? તે જ રીતે, જેની સાથે તમે અથડામણમાં આવો છો, તે બધા ભીંત જેવા છે. તે પરિસ્થિતિમાં તમારે શું કરવું જોઈએ? ઓળખો અને સ્વીકારો કે તેઓ ભીંત જેવા છે. પછી કોઈ સમસ્યા નહીં રહે.
જો કોઈ તમારી સાથે જાણીજોઈને અથડાવા આવે છે, ત્યારે અથડામણ ટાળવા તમારાથી બનતા તમામ પ્રયત્નો કરી લો.
જ્યારે તમે કોઈ ટ્રાફિકવાળા રસ્તા પરથી પસાર થાવ છો, ત્યારે એક્સિડન્ટ ન થઈ જાય તે માટે તમે કેટલી સાવચેતી લો છો? તમારા રોજિંદા જીવનમાં બીજી વ્યક્તિઓ સાથેના વ્યવહારમાં આ જ પ્રકારની સાવચેતી રાખવાનો અભ્યાસ કરો. અને જો તમે કોઈ સાથે આકસ્મિક રીતે અથવા અજાણતા અથડામણમાં આવી જાવ છો, તો તે પરિસ્થિતિનો શાંતથી ઉકેલ લાવો અને કોઈની સાથે જરા પણ વેર ઊભું કર્યા વિના તે પરિસ્થિતિમાંથી પસાર થઈ જાવ.
ઉદાહરણ તરીકે, તમે કોઈ રસ્તા પરથી પસાર થતા હોવ અને તમારી સામે લાઈટનો થાંભલો આવે, તો શું તમે તેની સાથે અથડાશો? ના, તમે તમારો રસ્તો બદલી લેશો અને તેની બાજુમાંથી પસાર થઈ જશો, ખરું ને? અને જો તમે કોઈ આખલાને તમારી તરફ દોડતો આવતો જુઓ ત્યારે...? તમે ફરીથી તમારો રસ્તો બદલીને તેની બાજુમાંથી પસાર થઈ જશો, બરાબર ને? અને જો તમારા રસ્તા પર કોઈ સાપ અથવા કોઈ મોટો પથ્થર પડ્યો હોય ત્યારે? તમે સહજતાથી તમારો રસ્તો બદલી નાખશો, ખરું ને?
હવે વિચારો, શા માટે તમે એવું કરો છો? ‘તમારા પોતાના સારા માટે જ...’ અથડામણ ટાળવા માટે, બરાબર ને?
કારણ કે, તમે જાણો છો કે આમાંથી કોઈની પણ સાથે તમે અથડાશો તો તમને જ વાગશે અને તમારી જાતને ગંભીર ઈજા થશે! અહીં, તમને જે નુકસાન પહોંચાડાય છે તેના જોખમથી તમે સારી રીતે વાકેફ છો.
જો કે, લોકો સાથે અથડામણ થવાના ઘાતક પરિણામો તમે સમજી શકતા નથી. ખરેખર તો આ ઘણી ગંભીર બાબત ગણાય અને તેનાથી જે નુકસાન થાય તે તમને અથડામણ થવાની પરિસ્થિતિઓ ધ્યાનમાં હોય તેના કરતા અનેક ગણું હોય છે.
તેથી, જેમાં કોઈ પણ વ્યક્તિ સાથે અથડામણ ન થાય તેવો રસ્તો શોધવા સતત પ્રયત્ન કરો. જો કોઈ તમને તમને ઉશ્કેરવાનો પ્રયાસ કરે છે, તો પણ તમારો બચાવ કરો. તે/તેણીની સાથે કોઈ પણ ઘર્ષણ ઊભું ન થાય એ રીતે સહેલાઈથી છટકી જવાનો રસ્તો કરો. અથડામણ થતી પરિસ્થિતિઓથી બચવું એ તમારા જ હિતમાં છે. અથડામણ કોઈ પણ કિંમતે ટાળો જ અને મતભેદનું નિવારણ થાય તેવા પ્રયત્નો કરો.
પ્રશ્નકર્તા: આપણે ઝઘડો ના કરવો હોય, આપણે કોઈ દહાડો ઝઘડો જ ના કરતા હોઈએ છતાં ઘરમાં બધા સામેથી રોજ કર્યા કરે તો ત્યાં શું કરવું?
દાદાશ્રી: આપણે ‘ઝઘડાપ્રૂફ’ થઈ જવું. ‘ઝઘડાપ્રૂફ’ થઈએ તો જ આ સંસારમાં રહેવાશે. અમે તમને ‘ઝઘડાપ્રૂફ’ કરી આપીશું. ઝઘડો કરનારોય કંટાળી જાય એવું આપણું સ્વરૂપ હોવું જોઇએ. કોઈ ‘વર્લ્ડ’માંય આપણને ‘ડિપ્રેસ’ ના કરી શકે એવું જોઈએ. આપણે ‘ઝઘડાપ્રૂફ’ થઈ ગયા પછી ભાંજગડ જ નહીં ને? લોકોને ઝઘડા કરવા હોય, ગાળો આપવી હોય તોય વાંધો નહીં. અને છતાંય નફ્ફટ કહેવાય નહીં, ઊલટી જાગૃતિ ખૂબ વધશે.
“તમારી અંદર દરેક પ્રકારની અથડામણ ટાળી શકવા માટેની અનંત શક્તિઓ રહેલી છે, અથડામણો ગમે તેટલી તીવ્ર કેમ ન હોય.”
‘ઝઘડાપ્રૂફ’ બનવા માટે તમારે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું પડશે. પોતાની (આત્માની) સાચી ઓળખાણથી કોઇ પણ પરિસ્થિતિ અથવા ઘટના તમને અસર નહીં કરી શકે.
ક્યાંય પણ એવો કાયદો નથી કે કોઈ તમને ગાળો આપે અથવા તમારો દુરુપયોગ કરે અથવા તમારી સાથે અથડાવા આવે તો તમારે પણ અથડાવું.
Q. અથડામણ એટલે શું? અથડામણના પ્રકારો ક્યા ક્યા છે?
A. અથડામણ શું છે? એ સમજીએ તે પહેલા આપણે નીચેની પરિસ્થિતિઓ વિશે વિચારીએ: “ધારો કે, તમે રસ્તા પર ચાલી... Read More
A. અથડામણો આપણા રોજિંદા જીવનનો ભાગ બની ગયેલ છે, પરંતુ તેમાંથી છૂટકારો કઈ રીતે મેળવવો? જો આપણે અથડામણ... Read More
A. જો આપણે અથડામણની અસરોથી વાકેફ હોઈએ, તો આપણે તેના ભયસ્થાનોને સમજી શકીએ અને શરૂઆતથી જ અથડામણમાં... Read More
Q. ‘અથડામણ ટાળો’ એટલે શું સહન કરવું?
A. અથડામણ ટાળવાના પ્રયત્નોમાં ઘણા લોકો ભૂલ કરી બેસે છે અને ‘ટાળવા’નો મતલબ ‘સહન કરવું’ એવો કરી બેસે છે.... Read More
Q. અથડામણ ટાળવા માટે શું મૌન હિતકારી છે?
A. જીવનમાં અમુક સમય એવો આવે છે જેમાં અથડામણ ઊભી થાય છે અને આપણે તેવી પરિસ્થિતિમાં કઈ રીતે વ્યવહાર કરવો... Read More
Q. જ્યારે કોઇ તમારું અપમાન કરે ત્યારે અથડામણ કઇ રીતે ટાળવી?
A. જો કોઈ તમને ફક્ત એક વખત જ ખરાબ શબ્દ બોલે, તો તમે તમારી જાતને પૂછી શકો કે શા માટે તે આવું કરે છે અને... Read More
Q. પરિવાર સાથેના મારા ઝઘડા કઇ રીતે ટાળવા?
A. તમારે ક્યારેય પણ તમારા પરિવારના સભ્યો સાથે ઝઘડવું ન જોઈએ. જેને તમે અત્યંત પ્રેમ કરતા હોવ અને સામે... Read More
Q. કલેશ રહિત જીવન કેવી રીતે જીવી શકાય?
A. તમે તમારા જીવનમાં દરરોજ ઘણી બધી અથડામણનો સામનો કરતા હશો, દાખલા તરીકે: જ્યારે તમારો બોસ તમને... Read More
A. જીવનમાં અથડામણના પ્રસંગમાં કઈ રીતે વ્યવહાર કરવો તે માટેના અસંખ્ય રસ્તાઓ છે. જો કે, અથડામણ નિવારવા... Read More
subscribe your email for our latest news and events