દાનના પ્રકાર
દાન કોને કરવું જોઈએ અને શેનું કરવું જોઈએ? દાનનાં કેટલા પ્રકારો છે? કયા કયા? વિગત જાણવા માટે નિહાળો આ વિડિયો…
પુણ્ય કમાવાના અનેક રસ્તાઓ ધર્મના શાસ્ત્રોમાં અને ધર્મગુરુઓએ બતાવ્યા છે. તેમાંનો એક રસ્તો છે દાન!
દાન આપવાની પ્રથા તો મનુષ્યના જીવનમાં નાનપણથી અપનાવવામાં આવી છે. નાનું બાળક હોય ત્યારથી મા-બાપ તેને મંદિરમાં કે ધર્મસ્થાનકોએ લઈ જાય તો બહાર ગરીબ માણસોને પૈસા અપાવડાવે છે, ખાવાનું અપાવડાવે છે, મંદિર કે ધર્મસ્થાનકોમાં દાનની પેટીમાં પૈસા નખાવડાવે છે. આમ બાળપણથી જ મનુષ્યને દાનના સંસ્કાર મળતાં જ હોય છે.
દાનનું મહત્ત્વ શું છે? સાચું દાન કેવું હોય? દાન આપતી વખતે કેવો ભાવ રાખવો? દાન કયા કયા પ્રકારે થઈ શકે? ઊંચામાં ઊંચું દાન કયું? દાન કોને અને કેટલું આપવું? વગેરે અનેક દાન સંબંધી સમજણ પરમ પૂજ્ય દાદાશ્રીની જ્ઞાનવાણી દ્વારા વહી છે. દાન આપતી વખતે અંદરની અજાગૃતિ હોય તો આપીને પણ કેવી ખોટ ખવાય છે, તેનું સૂક્ષ્મ નીરુપણ તેઓશ્રીએ કર્યું છે. આ સમજણને સંક્ષિપ્ત રૂપમાં ઉદાહરણ સાથે અહીં દર્શાવવામાં આવી છે, જે વાચકને દાન આપવા માટે માર્ગદર્શન પૂરું પાડશે.


Q. દાન એટલે શું? તેનું મહત્ત્વ શું છે?
A. દાન એટલે પારકાંને આપણું પોતાનું કંઈક પણ આપીને તેને સુખ આપવું તે. બીજા કોઈ પણ જીવને, મનુષ્ય હોય... Read More
A. દાન મુખ્યત્વે ચાર પ્રકારનાં હોય છે. એક આહારદાન, બીજું ઔષધદાન, ત્રીજું જ્ઞાનદાન અને ચોથું... Read More
A. આપણી પાસે વધારાનું નાણું હોય, તેને દાનમાં આપીએ ત્યારે અંદર કેવો ભાવ વર્તવો જોઈએ તેની સુંદર સમજણ... Read More
Q. દાન ક્યાં અને કેટલું આપવું?
A. આ કાળમાં દાન બહુ વિચારીને આપવા જેવું છે. પહેલાંના જમાનામાં સાચું નાણું આવતું, એટલે દાન પણ સાચું... Read More
Q. દાન અને લક્ષ્મી વચ્ચે શું સંબંધ છે?
A. પ્રશ્નકર્તા: તો લક્ષ્મીદાનની જગ્યા જ નથી? દાદાશ્રી: લક્ષ્મીદાન એ જ્ઞાનદાનમાં આવી ગયું. અત્યારે તમે... Read More
A. એક માણસ મને સલાહ પૂછતો હતો કે મારે આપવા છે, તે કેવી રીતે આપવા? ત્યારે મેં કહ્યું, આને પૈસા આપવાની... Read More
A. પ્રશ્નકર્તા: આત્માર્થી માટે તો કીર્તિ અવસ્તુ છે ને? દાદાશ્રી: કીર્તિ તો બહુ નુકસાનકારક વસ્તુ છે.... Read More
Q. મંદિરમાં શા માટે દાન આપવું જોઈએ?
A. પ્રશ્નકર્તા: આપણે મંદિરોમાં ગયા'તા ને, તે લોકો કરોડો રૂપિયા પથ્થરની પાછળ ખર્ચા કરે છે. અને આ ભગવાને... Read More
Q. ગરીબોને શા માટે દાન આપવું જોઈએ?
A. પ્રશ્નકર્તા: માનસિક શાંતિ મેળવવા માટે માણસે કોઈ ગરીબ હોય, કોઈ અશક્ત હોય, એની સેવા કરવી કે ભગવાનની... Read More
Q. પૈસાનો સદુપયોગ કેવી રીતે કરવો?
A. પ્રશ્નકર્તા: પણ ધારો કે કોઈના પુણ્યકર્મે એની પાસે લાખો રૂપિયા થાય, તો એ ગરીબોમાં વહેંચી દેવા કે પછી... Read More
Q. શું કાળા નાણાંને દાનમાં આપવા જોઈએ?
A. પ્રશ્નકર્તા: ઘણા એમ કહે છે કે દાન કરે તો દેવ થાય એ ખરું છે? દાદાશ્રી: દાન કરે છતાં નર્કે જાય એવાય... Read More


subscribe your email for our latest news and events
