
પોતાની ભૂલ ભાંગશે ત્યારે કામ થશે. નહીં તો ‘જ્ઞાની પુરુષ’ તમને તારે તો કામ થઈ જાય. આમાં પોતે તર્યા છે અને અનેક લોકોને તારવાને સમર્થ છે એવા ‘જ્ઞાની પુરુષ’નું જ કામ.
પરમ પૂજ્ય દાદા ભગવાનસૂઝ નામની શક્તિ ખીલે શેનાથી? જેટલી ભૂલ ભાંગે તેમ સૂઝ ખીલતી જાય! અને ભૂલ કબૂલ કરી લે ને માફી માગી લે ત્યારથી તો એ શક્તિ બહુ વધતી જાય.
પરમ પૂજ્ય દાદા ભગવાનઅનંત ભૂલનું ભાજન છે આ મનુષ્યમાત્ર, છતાં એને એની ભૂલ દેખાતી નથી. ભૂલ ભાંગશે ત્યારે મોક્ષે જવાશે. ભૂલ ભાંગશે શેનાથી?! જીવમાત્રને મહીં સૂઝ નામની શક્તિ છે. આ એકલી જ શક્તિ મોક્ષે લઈ જાય છે.
પરમ પૂજ્ય દાદા ભગવાનsubscribe your email for our latest news and events
