જેનો સંગ સુધર્યો, તેનું બધું જ સુધર્યું. જેનો સંગ બગડ્યો, તેનું બધું જ બગડ્યું.
પરમ પૂજ્ય દાદા ભગવાનપ્રેમસ્વરૂપ થશો ત્યારે લોકો તમારું સાંભળશે, ‘પ્રેમસ્વરૂપ’ ક્યારે થવાય? કાયદા-બાયદા ના ખોળો ત્યારે. જગતમાં કોઈનાય દોષ ન જુઓ ત્યારે.
પરમ પૂજ્ય દાદા ભગવાન‘સિન્સિયર’ રહેવાથી સંસારમાં કોઈ પણ પ્રકારનો ભય ના આવે ને મોક્ષે લઈ જાય!
પરમ પૂજ્ય દાદા ભગવાન‘ઈમોશનલ’ થાવ તોય જગત અટકવાનું નથી ને ‘ઈમોશનલ’ ના થાવ તોય જગત અટકવાનું નથી. આ તો ‘ઈમોશનલ’પણાનો જ માથે ભાર આવે છે. બાકી, જગત તો ચાલ્યા જ કરે છે, એ કોઈ દહાડો અટકવાનું નથી.
પરમ પૂજ્ય દાદા ભગવાનપુણ્યના આધારે તમારો પુરુષાર્થ નફો લાવે ને પુણ્ય પરવારે તો એ પુરુષાર્થ ખોટ લાવે.
પરમ પૂજ્ય દાદા ભગવાનકેવું સ્ટેજ પ્રાપ્ત હોવું જોઈએ? આપણાં ઘરમાં ક્લેશ ક્યારેય પણ ના થાય, એવી આપણી બુદ્ધિ ઉત્પન્ન થવી જોઈએ. બીજું બધું ચાલે પણ અંતરક્લેશ ના થવો જોઈએ.
પરમ પૂજ્ય દાદા ભગવાનહિંસકભાવ ના રહે તે સંયમી કહેવાય. ક્રોધ-માન-માયા-લોભમાં પણ હિંસક ભાવ ના રહે, એનું નામ સંયમ. સંયમી મોક્ષે જાય.
પરમ પૂજ્ય દાદા ભગવાનsubscribe your email for our latest news and events