
સંસારમાં નરી પરવશતા! નિરંતર પરવશતા! જાનવરોય પરવશ, મનુષ્યોય પરવશ, કેમ પોસાય? એમાંથી સ્વતંત્ર થવાય એવો 'આ' માર્ગ છે! 'આ' 'રિયલ' માર્ગ છે, સ્વતંત્ર થવાનો!
પરમ પૂજ્ય દાદા ભગવાનજીવમાત્રને સૂઝ પડે છે. વિશેષ પ્રકારે મનુષ્યોને પડે છે તેથી તો મનુષ્યદેહ ઉત્તમ ગણાયો.
પરમ પૂજ્ય દાદા ભગવાનઅનંત ભૂલનું ભાજન છે આ મનુષ્યમાત્ર, છતાં એને એની ભૂલ દેખાતી નથી. ભૂલ ભાંગશે ત્યારે મોક્ષે જવાશે. ભૂલ ભાંગશે શેનાથી?! જીવમાત્રને મહીં સૂઝ નામની શક્તિ છે. આ એકલી જ શક્તિ મોક્ષે લઈ જાય છે.
પરમ પૂજ્ય દાદા ભગવાનsubscribe your email for our latest news and events
