
હક્કનું ભોગવવાની છૂટ છે પણ અણહક્કનું આનંદથી ભોગવે તેનાથી ઘોડાગાંઠ બંધાય ને આવતા કેટલાંય અવતાર બગડે. પણ પસ્તાવો કરે તો ઘોડાગાંઠ ઢીલી થઈ જાય ને છૂટવા માટે અવસર મળે.
પરમ પૂજ્ય દાદા ભગવાનઅનંત અવતારથી ‘અમે’ પૂર્ણ પુરુષોત્તમ ખોળતા હતા, તે આ અવતારમાં ‘અમારા’ જ દેહમાં પ્રગટ થયા!!!
પરમ પૂજ્ય દાદા ભગવાનભગવાને જ કહ્યું છે, 'કુસંગ !' એ દ્વેષથી નથી કહ્યું ભગવાને. ત્યારે 'સત્સંગ,' રાગથી ય નથી કહ્યું. વીતરાગતાથી બોલ્યા છે, આ સત્સંગ છે - આ કુસંગ છે. કુસંગના ડાઘ લાખો અવતાર સુધી જતાં નથી. તેથી જ અમે તમને 'સત્સંગમાં બેસી રહેજો' એમ કહીએ છીએ.
પરમ પૂજ્ય દાદા ભગવાનઆખો દહાડો કડવાં કે મીઠાં ફળ ભોગવ્યા જ કરે છે. ભોગવવા માટે તો આ અવતાર મળ્યો છે!
પરમ પૂજ્ય દાદા ભગવાનઆ બધાં શાસ્ત્રો બ્રહ્મને જાણવા માટે લખ્યાં છે. અને બ્રહ્મ પ્રાપ્તિ થઈ નહીં ને અનંત અવતારથી ભટક, ભટક, ભટક, ભટક કરે છે. પોતાનું અજ્ઞાન જાય નહીં, ત્યાં સુધી ઉકેલ આવે નહીં. આ તો બધી કલ્પના છે. લોકોએ જે કલ્પના ચીતરી છે તે કલ્પનાનો પાર નથી આવે એવો !
પરમ પૂજ્ય દાદા ભગવાનsubscribe your email for our latest news and events
