
સંસારમાં જેટલું ઊંધું ચાલ્યા તેટલો ઈગોઈઝમ. ને જેટલો ઈગોઈઝમ ઓગળે તેટલું સનાતન સુખ વર્ત્યા કરે. 'જ્ઞાની પુરુષ'ને ઈગોઈઝમ ખલાસ થઈ ગયેલો હોય, તેથી નિરંતર સનાતન સુખ રહે. કોઈ અપમાન કરે તોય પોતાને મહીં સુખ લાગે, ત્યારે એમ થાય કે ઓહોહો! આ કેવું સુખ!!!
પરમ પૂજ્ય દાદા ભગવાનલોકોએ 'કર્તા થિયરી' જોઈ છે પણ 'કર્મ-થિયરી' જોઈ નથી. ભાઈએ મારું અપમાન કર્યું એમ કહે તે 'કર્તા થિયરી'! ને મારા કર્મના ઉદયથી ગાળો દે છે એ 'કર્મ થિયરી'. કર્મની થિયરી સમજે તો સામાનો જરાય દોષ ના દેખાય.
પરમ પૂજ્ય દાદા ભગવાનકોઈએ ગાળ ભાંડી તો તે શું અવ્યવહાર છે ? વ્યવહાર છે. 'જ્ઞાની' તો કોઈ ગાળ ભાંડે તો પોતે રાજી થાય કે બંધનથી મુકિત થયા, જ્યારે અજ્ઞાની ધક્કા મારે.
પરમ પૂજ્ય દાદા ભગવાનકડવું કહેનારો જ આ દુનિયામાં કોઈ મળે નહીં. આ મીઠાશથી જ બધા રોગ અટક્યા છે. તે કડવાશથી રોગ જશે, મીઠાશથી રોગ વધશે. કડવું વેણ સાંભળવાનો વખત ના આવે તેવું આપણું જીવન હોવું જોઈએ. છતાંય કડવું વેણ સાંભળવાનું આવે તો સાંભળવું. તે તો હંમેશાં હિતકર જ હોય.
પરમ પૂજ્ય દાદા ભગવાનsubscribe your email for our latest news and events
