
આત્મા ‘પરમેનન્ટ‘ હોવાથી આત્માનો અનુભવ પણ ‘પરમેનન્ટ‘ છે. સંસારની બધી વસ્તુઓ ‘ટેમ્પરરી‘ છે. માટે તેનો અનુભવ પણ ‘ટેમ્પરરી‘ છે.
પરમ પૂજ્ય દાદા ભગવાનજેનાથી અજ્ઞાન ઘટે તે ‘જ્ઞાન’. ‘જ્ઞાન’ ક્રિયાકારી હોય. શાસ્ત્રજ્ઞાન ક્રિયાકારી ના હોય. ‘અનુભવ જ્ઞાન’ ક્રિયાકારી હોય.
પરમ પૂજ્ય દાદા ભગવાનજ્યાં સુધી પૂર્ણ પરમાત્માનો અનુભવ ના થાય, સચ્ચી આઝાદી ના થાય, ત્યાં સુધી અટકવું ના જોઈએ.
પરમ પૂજ્ય દાદા ભગવાનઆ બંધન કેવી રીતે થયું? બંધનથી મુક્ત કેવી રીતે થવાય? પહેલું તો કેટલાંકને આ બંધન છે એય ભાનમાં નથી આવ્યું. પરવશતાનો અનુભવ થાય ત્યારે બંધનનો અનુભવ થાય. ક્રોધ-માન-માયા-લોભનું બંધન, ઘરનાં બંધન, બીજાં બધાં બંધન. બંધનનો અનુભવ થયા પછી મુક્તિનો માર્ગ જડે!
પરમ પૂજ્ય દાદા ભગવાનએક આત્મામાં આખા બ્રહ્માંડને આંગળી પર ઊંચકવાની શક્તિ છે! જેમ જેમ પ્રગટ થાય તેમ તેમ અનુભવમાં આવે.
પરમ પૂજ્ય દાદા ભગવાનઆત્મા અનુભવેલો જોઈએ, શાસ્ત્રજ્ઞાનથી જાણેલો ના ચાલે. શાસ્ત્રજ્ઞાનથી નિવેડો નથી, અનુભવજ્ઞાનથી નિવેડો છે !
પરમ પૂજ્ય દાદા ભગવાનsubscribe your email for our latest news and events
