
જેમ કમળ અને પાણીને કોઈ ઝઘડો નથી, તેમ સંસાર અને ‘જ્ઞાન’ને કોઈ ઝઘડો નથી. બેઉ જુદાં જ છે. પણ માત્ર ‘બિલીફો’ જ રોંગ છે. તે ‘જ્ઞાની પુરુષ’ ‘રોંગ બિલીફ’ ‘ફ્રેકચર’ કરી આપે, ત્યારે સંસાર છૂટે.
પરમ પૂજ્ય દાદા ભગવાનઅત્યારે તમે સંસારની સન્મુખ થયેલા છો અને ‘જ્ઞાની’થી વિમુખ થયેલા છો. જ્યારે ‘જ્ઞાની’ની સન્મુખ થશો ત્યારે સંસાર છૂટશે!
પરમ પૂજ્ય દાદા ભગવાન‘જ્ઞાની પુરુષ’ ઓરડીમાં બેઠાં બેઠાં ભટકે છે. એવું તો કોઈ ભટકતું જ નથી. જગત કલ્યાણનું જેનું ‘નિયાણું’ ના હોય, તે ‘જ્ઞાની’ ન હોય. જેને બીજું ‘નિયાણું’ હોય, તે ‘જ્ઞાની’ જ્ઞાની જ નથી.
પરમ પૂજ્ય દાદા ભગવાનsubscribe your email for our latest news and events
