"શુદ્ધ પ્રેમ" પર આધ્યાત્મિક સૂત્રો

spiritual quotes, spiritual inspirational quotes, inspirational spiritual quotes, spiritual awakening quotes, spiritual quotes on શુદ્ધ પ્રેમ
quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

આખું જગત ફરજિયાતથી કરે છે, તેમાં એને વઢીએ કે આમ કેમ કરે છે તે અણસમજણ જ છે. પેલાંને વઢે તો તે વધારે કરશે, એને પ્રેમથી સમજાવો. પ્રેમથી બધા રોગ મટી જાય. ‘શુદ્ધ પ્રેમ’ એ ‘જ્ઞાની પુરુષ’ પાસેથી કે એમના ‘ફોલોઅર્સ’ પાસેથી મળે !

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

ભગવાન પાસે બે વસ્તુની જરૂર છે : ‘શુદ્ધ પ્રેમ’ અને ‘સાચો ન્યાય.’ બીજે બધે સાપેક્ષ ન્યાય છે. જ્યાં ‘શુદ્ધ પ્રેમ’ ને ‘સાચો ન્યાય’ છે ત્યાં ભગવાનની કૃપા ઊતરે છે !

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

‘શુદ્ધ પ્રેમ’ એટલે વધે નહીં, ઘટે નહીં. ગાળો ભાંડીએ તો ઘટી ના જાય ને ફૂલો ચઢાવીએ તો વધી ના જાય, એનું નામ ‘શુદ્ધ પ્રેમ.’ ‘શુદ્ધ પ્રેમ’ એ પરમાત્મા પ્રેમ ગણાય છે. એ જ સાચો ધર્મ છે !

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

છેલ્લું સ્વરૂપ તે પ્રેમસ્વરૂપ છે ! આ પ્રેમલા-પ્રેમલીના પ્રેમ ત્યાં ના ચાલે. ભગવાનનો તો ‘શુદ્ધ પ્રેમ’ હોય. જે વધે-ઘટે તે આસક્તિ કહેવાય. ‘શુદ્ધ પ્રેમ’ માં વધ-ઘટ ના થાય.

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!

‘હું લઢવા કોઈને માગતો નથી, મારી પાસે તો એક જ પ્રેમનું હથિયાર છે. હું પ્રેમથી જગતને જીતવા માગું છું. જગત જે સમજે છે તે તો લૌકિક પ્રેમ છે. પ્રેમ તો તેનું નામ કે તમે મને ગાળો દો તો હું ‘ડીપ્રેસ’ ના થાઉં ને હાર ચઢાવો તો ‘એલીવેટ’ ના થઉં !’ સાચા પ્રેમમાં તો ફેર જ ના પડે. આ દેહના ભાવમાં ફેર પડે પણ ‘શુદ્ધ પ્રેમ’માં નહીં.

quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!
spiritual quotes, spiritual inspirational quotes, inspirational spiritual quotes, spiritual awakening quotes, spiritual quotes on શુદ્ધ પ્રેમ
quote
  • facebook
  • twitter
  • whatsapp
  • email
  • link-copy Copied!
×
Share on