
વાવમાં જઈને બોલો કે ‘તું ચોર છે.’ તો શું મળે તમને? થોડી વાર પછી એ જ શબ્દ પાછા મળશે. વાવનો દાખલો તમને સમજવા આપું છું. બાકી, જગત આખું સ્પંદન સ્વરૂપ છે.
પરમ પૂજ્ય દાદા ભગવાનવચનબળ શી રીતે પ્રાપ્ત થાય? એક પણ શબ્દ મશ્કરી માટે ના વાપર્યો હોય, એક પણ શબ્દ ખોટો સ્વાર્થ, પડાવી લેવા માટે ના વાપર્યો હોય, વાણીનો દુરુપયોગ ના કર્યો હોય, પોતાનું માન વધે એટલા માટે વાણી ના બોલ્યા હોય તો એનું વચનબળ સિદ્ધ થાય!
પરમ પૂજ્ય દાદા ભગવાનઘર્ષણથી બધી શક્તિ ખલાસ થઈ જાય. આત્માની અનંત શક્તિ એને લીધે દેખાતી નથી. કોઈ અવળો ભાવ થયો, આંખ ઊંચી થઈ જાય એ ઘર્ષણ. ભીંત જોડે ઘર્ષણ થાય તો શું થાય ? માથું ફૂટી જાય ! ઘર્ષણ એકલું ના હોત તો માણસ મોક્ષે જાય. બસ, એક જ શબ્દ શીખી ગયો કે, ‘મારે કોઈના ઘર્ષણમાં નથી આવવું.’ તો તે સીધો મોક્ષે જાય. વચ્ચે ગુરુનીય જરૂર નહીં ને કોઈનીય જરૂર નહીં.
પરમ પૂજ્ય દાદા ભગવાનઅહંકાર એટલે શું ! ભગવાનથી દૂર ભાગે તે. અહંકાર જેમ જેમ વધતો જાય તેમ તેમ આડાઈ, માન, ગર્વ, ઘમંડ શબ્દો વપરાય. ભગવાનથી જરાક છેટો થયો ત્યાંથી અહંકાર જાગે.
પરમ પૂજ્ય દાદા ભગવાનઆ સચ્ચિદાનંદ શબ્દ બોલવાથી ઘણી ‘ઈફેક્ટ’ થાય છે. સમજ્યા વગર બોલે તોય ‘ઈફેક્ટ’ થાય ! સમજીને બોલે તો તો ઘણો જ લાભ થાય. આ શબ્દો બોલવાથી સ્પંદનો થાય છે ને બધું વલોવાય છે. બધું ‘સાયન્ટિફિક’ છે !
પરમ પૂજ્ય દાદા ભગવાનશબ્દથી આત્મા જાણે ત્યારથી ફાયદો થવાની શરૂઆત થાય. શાસ્ત્રમાં શબ્દ આત્મા હોય. દરઅસલ આત્મા ‘જ્ઞાની’માં છે !
પરમ પૂજ્ય દાદા ભગવાનશાસ્ત્ર શું છે ? શબ્દરૂપ છે. એ શબ્દો છે તેનાં અર્થ ખૂલતાં ખૂલતાં શબ્દાર્થ થાય છે. પછી અર્થ આગળ વધે છે. તે અર્થ ખૂલતાં ખૂલતાં પરમાર્થને પહોંચે છે. ત્યાં સુધી દ્રષ્ટિ પહોંચી જાય છે. પણ શાસ્ત્રથી દ્રષ્ટિ બદલાશે નહીં. દ્રષ્ટિ બદલવા માટે તો ‘જ્ઞાની પુરુષ’ જોઈશે. ‘આ’ દ્રષ્ટિને લઈને જ સંસાર ઊભો થઈ ગયો છે. ‘જ્ઞાની’ દ્રષ્ટિભેદ કરી આપે.
પરમ પૂજ્ય દાદા ભગવાનsubscribe your email for our latest news and events
