
તું જે જે વિચારીશ તે અહંકાર છે. તું જે જે બોલીશ તે અહંકાર છે. તું જે જે કરીશ તે અહંકાર છે. જગતનું તું જે જે જાણીશ તે અહંકાર છે. જ્યાં સુધી દૃષ્ટિ ના બદલાય ત્યાં સુધી શું વળે?
પરમ પૂજ્ય દાદા ભગવાનસમજમાં અહંકાર નથી, બુદ્ધિમાં અહંકાર છે. માટે બુદ્ધિ ઊંધું દેખાડશે. સમજને સૂઝ કહે છે. તમે બહુ વિચાર કરો ત્યારે મહીં એકદમ સૂઝ પડશે. એને કોઠાસૂઝ કહી.
પરમ પૂજ્ય દાદા ભગવાનસંસારના વિચાર પેસી ગયા છે. એ પાછા કાઢી નાખે એટલે કેવળજ્ઞાન! જેટલું લીધું એટલું પાછું દીધું તો કેવળજ્ઞાન! કેવળજ્ઞાન એટલે શું? લીધું એટલું દેજો! વાત જ ટૂંકી!
પરમ પૂજ્ય દાદા ભગવાનsubscribe your email for our latest news and events
