
વ્યવહાર તો મહાવીરને હતો, જ્ઞાનીઓને હોય. જગતના લોકોને વ્યવહાર હોય જ નહીં. વ્યવહારને જ નિશ્ચય માને છે લોકો! વ્યવહાર એટલે ‘સુપરફ્લુઅસ’!
પરમ પૂજ્ય દાદા ભગવાનઆ કુદરતને ઘેર તો નિશ્ચયમાં દુઃખ નથી ને વ્યવહારમાંય દુઃખ નથી. આખા જગતને આ સમજણ નહીં પડવાથી વ્યવહાર દુઃખદાયી થઈ પડ્યો છે. વ્યવહાર એને આવડતો નથી. વ્યવહાર નિર્લેપ જોઈએ. નિર્લેપ વ્યવહાર પછી આનંદનો પાર નથી રહેતો !
પરમ પૂજ્ય દાદા ભગવાનવ્યવહાર એટલે 'સુપરફલુઅસ.' 'સુપરફલુઅસ' રહેવાને બદલે જગતના લોક વ્યવહારને જ નિશ્ચય માની બેઠા છે ને પાછા કહેય ખરા કે આમ જ હોવું જોઈએ, આમ જ કરવું જોઈએ.
પરમ પૂજ્ય દાદા ભગવાનકૃપા એટલે ‘એવરી ટાઈમ સિન્સીયર.’ નૈમિત્તિક કૃપાપાત્ર થયા સિવાય ‘નિશ્ચય’ પ્રાપ્ત થાય નહીં. એ તો ક્રમિક માર્ગમાંય નૈમિત્તિક કૃપા ખરી. ‘અમે’ તો ‘સ્પેશ્યલ’ કૃપા વરસાવીએ છીએ. પરમ વિનયથી ‘અમારી’ કૃપા ઊતરે છે. ‘કમ્પ્લીટ સિન્સીયારિટી’ એકલી જ જોઈએ.
પરમ પૂજ્ય દાદા ભગવાનનિશ્ચયને નિશ્ચયમાં રાખવો ને વ્યવહારને વ્યવહારમાં રાખવો, એનું નામ શુદ્ધ વ્યવહાર !
પરમ પૂજ્ય દાદા ભગવાનજો મોક્ષ જોઈતો હોય તો એક અવતાર આ દેહના ટુકડે ટુકડા કરી નાખે તોય ચલાવી લેવું. આ દેહના કકડે કકડા થાય તોય મોક્ષમાર્ગ નહીં ચૂકું, એ નિશ્ચય થાય ત્યારથી જ મહીં અપાર સુખ ઉત્પન્ન થાય તેવું છે. આ દેહને એક અવતાર સટ્ટામાં મૂકી દો પછી જુઓ.
પરમ પૂજ્ય દાદા ભગવાનsubscribe your email for our latest news and events
