
ભગવાને તેથી કહેલું કે, આત્મજ્ઞાન જાણો. આત્મજ્ઞાન અને ‘કેવળજ્ઞાન’માં બહુ લાંબો ફેર જ નથી. આત્મજ્ઞાન જાણ્યું એ ‘કારણ કેવળજ્ઞાન’ છે ને પેલું ‘કાર્ય કેવળજ્ઞાન’ છે!
પરમ પૂજ્ય દાદા ભગવાનસ્યાદ્વાદ વાણી છે ત્યાં આત્મજ્ઞાન છે. જ્યાં એકાંતિક વાણી છે ત્યાં આત્મજ્ઞાન નથી.
પરમ પૂજ્ય દાદા ભગવાનઆ કાળમાં પ્રકૃતિ સહજ થાય તેવી નથી. તેથી અમે ‘આત્માનું જ્ઞાન’ પહેલાં આપીએ છીએ. પછી પ્રકૃતિ એની મેળે સહજ થયા કરે. સહજમાં કોઈ જાતનો દોષ નથી, વિકૃતિમાં દોષ છે !
પરમ પૂજ્ય દાદા ભગવાનબધું સહજ રીતે ચાલે છે એનું ભાન થશે ત્યારે આત્મજ્ઞાન થશે. સહજ એટલે શું ? વિના પ્રયત્ને ચાલી રહ્યું છે. તેને આ લોકો કહે છે, ‘મેં કર્યું, મેં કર્યું !’
પરમ પૂજ્ય દાદા ભગવાનઆ દુનિયામાં જાણવા જેવો એક આત્મા જ છે. બીજું કશું જાણવા જેવું નથી. પુસ્તકમાં આત્મજ્ઞાન ન હોય, આત્મામાં આત્મજ્ઞાન હોય.
પરમ પૂજ્ય દાદા ભગવાનsubscribe your email for our latest news and events
