
અનંત અવતારથી ‘અમે’ પૂર્ણ પુરુષોત્તમ ખોળતા હતા, તે આ અવતારમાં ‘અમારા’ જ દેહમાં પ્રગટ થયા!!!
પરમ પૂજ્ય દાદા ભગવાનઅનંત ભૂલનું ભાજન છે આ મનુષ્યમાત્ર, છતાં એને એની ભૂલ દેખાતી નથી. ભૂલ ભાંગશે ત્યારે મોક્ષે જવાશે. ભૂલ ભાંગશે શેનાથી?! જીવમાત્રને મહીં સૂઝ નામની શક્તિ છે. આ એકલી જ શક્તિ મોક્ષે લઈ જાય છે.
પરમ પૂજ્ય દાદા ભગવાન‘મોક્ષે જતાં વિઘ્નો અનેક પ્રકારના હોવાથી તેની સામે ‘શુદ્ધ ચેતન’ અનંત શક્તિવાળો છે!’ આ તો માયાનાં વિઘ્નો છે!
પરમ પૂજ્ય દાદા ભગવાનઆપણે બળવાન થવાનું નથી, નિર્બળતા કાઢવાની છે. તમે પોતે જ અનંત શક્તિના ધણી છો! સુખેય બહાર ખોળવાનું નથી, મહીં અપાર છે!
પરમ પૂજ્ય દાદા ભગવાનઆત્માની તો અનંતશક્તિ છે. જેટલી બાજુએ શક્તિ ફેરવવી હોય તેટલી બાજુએ ફરે તેમ છે! એને ફેરવનાર જોઈએ. કરોડો બાજુએ ફેરવી શકાય! જો પોતે ગૂંચાય કે ‘આટલી બધી ભાંજગડ આવી, હવે શું થશે, શું થશે’ કહે તો શું થઈ જાય? કંઈનું કંઈ થઈ જાય! કૈકેયીએ કર્યું હતું ને?!
પરમ પૂજ્ય દાદા ભગવાનsubscribe your email for our latest news and events
