વીતરાગોની તત્વ દ્રષ્ટિ

"બીજાનો દોષ જોવાથી કર્મ બંધાય, પોતાના દોષ જોવાથી કર્મમાંથી છૂટાય." આ છે કર્મનો સિદ્ધાંત."

મોટામાં મોટો મૂળ દોષ 'પોતાના સ્વરૂપનું અજ્ઞાન' એ જ છે ! 'હું કોણ છું?' આટલુંજ નહીં સમજાવું, એજ સર્વ ભૂલોનું મૂળ છે.

જ્ઞાની પુરુષની કૃપાથી 'એ' ભૂલ ભાંગે પછી બધી ભૂલો ભાંગવા માંડે.

અજ્ઞાનતામાં બીજાના જ દોષ જુએ, પોતાના દેખાય જ નહીં.

જ્યારે 'સ્વરૂપના જ્ઞાન'ની પ્રાપ્તિ પછી તમે નિષ્પક્ષપાતી થયાં, મન-વચન-કાયા પર તમને પક્ષપાત ના રહ્યો. તેથી પોતાની ભૂલો તમને પોતાને દેખાય.

 

નિર્દોષ દ્રષ્ટિ

નિર્દોષ દ્રષ્ટિ એટલે કોઈ દોષિત નથી, મારું જ કરેલું મને ફળ આવે છે. જેમ પહાડ પરથી કાંકરો પડીને વાગ્યો તો કોઈને ગુનેગાર ગણતા નથી, તેમ જીવતા માણસોથી આપણને કંઈ વાગ્યું તોય વાંક કાઢવો નહી એનું નામ નિર્દોષ દ્રષ્ટિ. નિર્દોષ જોવાની દ્રષ્ટિ મેળવો પૂજ્ય દીપકભાઈ દ્વારા.

play
previous
next

Top Questions & Answers

  1. Q. શું દુનિયામાં જે કંઈપણ બને તેના માટે ભગવાન જવાબદાર છે?

    A. લોક માને કે ભગવાન ઉપરી છે, તે તેમની ભક્તિ કરીશું, તો છૂટી જઈશું. પણ ના, કોઈ બાપોય ઉપરી નથી. તું જ... Read More

  2. Q. શા માટે દુનિયામાં ભોગવટો અને યાતનાઓ છે?

    A. દુઃખ બધું અણસમજણનું જ છે આ જગતમાં ! બીજું કંઈ પણ દુઃખ છે એ બધું અણસમજણનું જ છે. પોતે ઊભું કરેલું છે... Read More

  3. Q. હું શા માટે બીજાની ભૂલો જોઉં છું?

    A. પ્રશ્નકર્તા : મને સામા માણસના ગુણો કરતાં દોષો વધારે દેખાય છે એનું શું કારણ ? દાદાશ્રી : આખા જગતના... Read More

  4. Q. હું મારી બુદ્ધિને કેવી રીતે સ્થિર કરું? તે મને સતત બીજાનાં દોષ દેખાડે છે?

    A. પ્રશ્નકર્તા : એટલે પારકાંનો દોષ નહીં આપણો જ દોષ ? દાદાશ્રી : હા, એવું છેને, બુધ્ધિને એક જગ્યાએ... Read More

  5. Q. વીતરાગોની નિર્દોષ દ્રષ્ટિ.

    A. તમારા દોષો પણ અમને દેખાય પણ અમારી દ્રષ્ટિ શુદ્ધાત્મા તરફ હોય, ઉદયકર્મ તરફ દ્રષ્ટિ ના હોય. અમને... Read More

  6. Q. વીતરાગોની તત્વ દ્રષ્ટિ.

    A. અમને આ જગતમાં કોઈ દોષિત દેખાતું જ નથી. ગજવું કાપનારો હોય કે ચારિત્ર્યહીન હોય, તેનેય અમે નિર્દોષ જ... Read More

  7. Q. આત્મજ્ઞાન (સેલ્ફ રીયલાઈઝેશન) એટલે શું છે?

    A. દાદાશ્રી : 'સ્વરૂપના જ્ઞાન' વગર તો ભૂલ દેખાય નહીં. કારણ કે 'હું જ * ચંદુભાઈ ને મારામાં તો કશો વાંધો... Read More

  8. Q. આત્મજ્ઞાનનાં લક્ષણો ક્યા ક્યા છે?

    A. આ જ્ઞાન લીધા પછી બહારનું તો તમે જોશો એ જુદી વાત છે, પણ તમારા જ અંદરનું તમે બધું જોયા કરશો, તે વખતે... Read More

  9. Q. આત્મજ્ઞાન પછી ભૂલોને કેવી રીતે ભાંગવી?

    A. મન-વચન-કાયાથી પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ ક્ષમા માંગ માંગ કરવાની. ડગલે ને પગલે જાગૃતિ રહેવી... Read More

  10. Q. મુકિત કેવી રીતે પ્રાપ્ત કરવી ?

    A. આ જગતમાં કોઈ પણ માણસ તમારું કંઈ પણ નુકસાન કરે છે, એમાં એ નિમિત્ત છે. નુકસાન તમારું છે, માટે... Read More

Spiritual Quotes

  1. તમારી ભૂલો જ તમારી ઉપરી છે બસ, આપણી ભૂલો હોય તે જ !
  2. ભૂલો ને બ્લંડર્સ !!! એટલે તમારી ભૂલ નહીં હોય તો કોઈ નામ દેનારુંય નથી આ વર્લ્ડમાં.
  3. થાય તેનો વાંધો નથી પણ દોષ દેખાવો જોઈએ.
  4. ભૂલને ભાંગવા માટે ભૂલને ભૂલ કહેવી પડે. તેનું ઉપરાણું ના લેવાય.
  5. દરેક અડચણો આવે છેને, પહેલી સહન કરવાની તાકાત આવે, પછી અડચણો આવે છે. નહીં તો માણસ ત્યાં ને ત્યાં ખલાસ થઈ જાય. એટલે કાયદા એવાં છે બધા.
  6. આ જગતમાં કોઈ દોષિત છે જ નહીં. તમને દોષ દેખાય છે એ તમારી જોવાની દ્રષ્ટિમાં ફેર છે.
  7. આ જગતમાં કોઈ માણસ કોઈનું કશું કરી શકે જ નહીં, એવું આ સ્વતંત્ર જગત છે.
  8. કોઈનો દોષ દેખાયો ત્યાં સુધી દુઃખ રહે. બીજાના દોષ દેખાતા બંધ થયા એટલે છૂટકારો.
  9. નિજદોષ જોવાની દ્રષ્ટિ ઉત્પન્ન થઈ ગઈ એટલે પરમાત્મા થવાની તૈયારી થઈ.
  10. ભૂલ વગરનું જ્ઞાન અને ભૂલ વગરની સમજણ થશે તો તું પોતે જ મોક્ષ સ્વરૂપ છે.

Related Books

×
Share on