More

પાડ્યા રત્નને અંતિમ પાસા

Deepakbhai desai

૧૯૮૭ની સાલમાં અમેરીકાની મુલાકાત દરમ્યાન દાદાશ્રીની તબિયત ખૂબ ઝડપથી બગડી રહી હતી. તેમણે પૂજ્ય દીપકભાઈને ખાસ અમેરિકા બોલાવેલ. સતત દોઢ મહિના સુધી પરમ પૂજ્ય દાદાશ્રીએ તેમનું ઘડતર કરેલ અને તેઓ સત્સંગ માટે તૈયાર થાય તે હેતુથી તેમના અક્રમવિજ્ઞાન અંગેના જ્ઞાનની સતત ચકાસણી કરેલ. આખરે તેમની આધ્યાત્મિક પ્રગતિ થી સંતોષ પામીને,પરમ પૂજ્ય દાદાશ્રીએ તેમને સત્સંગ કરવા માટે ખાસ 'સિધ્ધિની વિધિ' કરી આપી હતી. પરમ પૂજ્ય દાદાશ્રીએ તેમના વ્યવહારિક ઘડતરનું કામ પૂજ્ય નીરુમાના સક્ષમ હાથોમાં સોપ્યું.  

જાન્યુઆરી ૧૯૮૮ની સાલમાં પરમ પૂજ્ય દાદાશ્રીનો દેહવિલય થયો; ત્યારે તેઓ જાણતાં હતાં કે, તેમનું જગત કલ્યાણનું મિશન પૂજ્ય નીરુમા અને પૂજ્ય દીપકભાઈ દ્વારા ચાલુ જ રહેશે, કારણકે તેઓએ જગતકલ્યાણની તેમની ભાવના પૂરી કરવાનું વચન આપ્યું છે. 

પૂજ્ય નીરુમાએ જ્યારે તેમનું ઘડતર કરવાનું હાથમાં લીધું ત્યારે પૂજ્ય દીપકભાઈએ તેમને પરમ વિનય અને સંપૂર્ણ આધીનતા સાથે સહકાર આપવાનું ચાલુ રાખ્યું. પૂજ્ય નીરુમા પણ તેમને જ્ઞાનના સાચા વારસદાર તરીકે ગણતા અને તૈયાર કરતાં રહ્યાં. તેમણે  દેશવિદેશ પરિભ્રમણ કરી સત્સંગ/જ્ઞાનવિધિ કરાવીને હજારો મુમુક્ષુઓને આત્મજ્ઞાન કરાવ્યું છે. તેમણે દિન-રાત એક કરીને પરમ પૂજ્ય દાદાશ્રીના રેકોર્ડેડ સત્સંગમાંથી અલગ અલગ વિષયો પરનાં પુસ્તકોનું સંકલન કર્યુ છે. 

×
Share on