આધ્યાત્મિક સૂત્રો

Quotes

સંસારમાં કોઈ પણ જાતનાં દુઃખ છે, તે બધાનું કારણ મોહ છે.

Quotes

જે છે તે' દેખાતું નથી ને 'જે નથી તે' દેખાય છે, એનું નામ જ મોહ !

Quotes

આત્માનું આપણને ના કરવા દે, એ બધા આપણા વિરોધીઓ-કષાયો, તેમને આપણે ગાંઠીએ નહીં.

Quotes

કષાયનું નિવારણ, એનું નામ મોક્ષ. પહેલું કષાયનું નિર્વાણ થાય પછી 'પેલું' !

Quotes

જ્યાં કષાયો છે ત્યાં સમકિત નથી ને સમકિત છે ત્યાં કષાય નથી.

Quotes

નિર્ગ્રંથ ક્યારે થાય ? કષાયોથી રહિત થાય ત્યારે. કષાયો એ જ ગ્રંથિ છે.

Quotes

કષાયનો અભાવ એ જ આનંદ.

Quotes

જેની પાસે ક્રોધ છે, એ ક્રોધના તાપથી સામાને વશ કરવા જાય છે અને જેની પાસે ક્રોધ નથી, એ શીલ નામના ચારિત્રથી બધાને વશ કરી શકે છે ! જાનવર પણ એનાથી વશ થાય !!!

Quotes

લોભનો અર્થ શો ? બીજાનું પડાવી લેવું.

Quotes

રીક્ષામાં બેસી રસ્તામાં પૈસા વેરતો જા. તારો લોભનો સ્વભાવ છૂટી જશે.

Quotes

લોભિયાને બે ગુરુઓ : એક ધૂતારો ને બીજી ખોટ. ખોટ આવે ને તો લોભની ગાંઠ સડસડાટ તોડી નાખે !

Quotes

લક્ષ્મીજીનો દુરુપયોગ કરવો મહાન ગુનો છે.

×
Share on
Copy