More

જગતકલ્યાણ માટે ઘડતર

જગતકલ્યાણ માટે ઘડતર

પરમ પૂજ્ય દાદાશ્રી, પૂજ્ય નીરુમાનાં જગત કલ્યાણનાં દ્રઢ નિશ્ચયને સ્પષ્ટપણે સમજી ગયા હતાં. તેમણે નીરુમાની બધી જ નબળાઈઓ અને અપૂર્ણતાઓને  ખોતરી કાઢીને, તેમનું ઘડતર કરવાનું શરૂ કર્યુ. નીરુમાએ આ હીટ ટ્રીટમેન્ટને દાદાશ્રી પ્રત્યે પરમ વિનય, સંપૂર્ણ આધીનતા અને નિરંતર અતૂટ અભેદતા સાથે સ્વીકારી, ઊંડે હૃદયમાં તેઓ જાણતાં હતા કે દાદાશ્રી જે કંઈપણ કરશે તે તેમના છેવટનાં ક્લ્યાણને માટે જ હશે. તેમની વિશેષતાતો એવી હતી કે તેમની આધ્યાત્મિક પ્રગતિ માટે પરમ પૂજ્ય દાદાશ્રી તેમના માટે જે કંઈપણ ટકોર કરતાં તેને તુંરત જ રૂપકમાં લાવી શક્તા અને અક્રમવિજ્ઞાનના મશાલચી તરીકેની જબરજસ્ત ભૂમિકા માટે તેઓ દાદાશ્રીની દરેક હીટ ટ્રીટમેન્ટને જગત કલ્યાણનાં ભાગરૂપે સંયમ સાથે ખમી લેતા.

niruma

૧૯૮૭ માં, પરમ પૂજ્ય દાદાશ્રીનાં અંતિમ દિવસોમાં, પૂજ્ય નીરુમાની જ્ઞાનપ્રગતિ જોઈને સંતોષ વ્યક્ત કરતા તેમણે કહ્યું હતું કે, “અમે (નીરુબેન પર) ખૂબ રાજી છીએ, આ નીરુબેન જગત કલ્યાણનું બહુ મોટું નિમિત્ત છે. નીરુબેન, તમારે આખા જગતના મધર થવાનું છે. નીરુબેન ધારે ત્યારે મહીંથી દાદા બોલશે.” આ રીતે પરમ પૂજ્ય દાદાશ્રીએ નીરુમાને જ્ઞાનવિધિ કરાવવાની સિધ્ધિ આપી જેથી તેઓ પણ લોકોને આત્મજ્ઞાન પ્રાપ્તિ કરાવે અને જગતકલ્યાણની લીંક ચાલુ રહે. સામે નીરુમાએ પોતાના છેલ્લા શ્વાસ સુધી પરમ પૂજ્ય દાદાશ્રીની જગત કલ્યાણની ભાવના પૂરી કરવાનું વચન આપ્યું.

×
Share on