ચિંતામુક્ત કઈ રીતે રહી શકાય: હંમેશ માટે ચિંતામુક્ત રહો!

શા માટે ચિંતા? શું તમને ચિંતા ગમે છે?

“ના, હું ચિંતા બંધ કરવા ઇચ્છું છું....”

તો પછી ચિંતા કઈ રીતે બંધ કરવી તે માટે નીચે દર્શાવ્યા મુજબના ઉપાયો અજમાવો:

  • તમારી ચિંતાઓ તમે પોતે ઊભી કરેલી છે કે વાસ્તવિક છે? તેનું વિશ્લેષણ કરો. દાખલા તરીકે, લોકો શું વિચારશે અને તમે તે બધાની અપેક્ષાઓ પૂરી થાય તેવા પ્રયત્નો કરો છો તેની ચિંતા છે, તો તે પોતે ઊભી કરેલી ચિંતા કહેવાય.
  • સમસ્યા અંગેના વિચારોમાં મૂંઝાઈ ન જાઓ, તેના બદલે તેનું સમાધાન શોધવાનો પ્રયત્ન કરો.
  • જો તમે સમાધાન શોધી ન શકો તેમ હોય તો, તમારા હિતેચ્છુઓની સલાહ લો.
  • તમારા પોતાના કામ ધ્યાન કેન્દ્રિત કરો, નહિ તો તમારા વર્તમાન સાથે તમારૂ ભવિષ્ય પણ બગડશે.
  • જો કોઈ બાબત તમારા નિયંત્રણની બહાર જતી રહી હોય અને તમને કોઇ સમાધાન ન સુઝતું હોય તો, શા માટે ચિંતા કરવી? હકારાત્મક (પોઝિટિવ) વલણ રાખો અને પ્રયત્નો કરે રાખો.

ભગવાન કહે છે, “પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરો, એના સમાધાન વિશે વિચારો, પરંતુ ચિંતા ન કરો.”

ચિંતા એ પ્રગટ અગ્નિ છે. કશું ખરાબ બનશે તેની ચિંતામાં વ્યક્તિ પોતે ખલાસ થઈ જાય છે. પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે, “કાળજીભર્યું વર્તન એ જાગૃતિ છે અને ચિંતા એ તો પોતાને જ અંદર કોરી ખાય છે.” જીવનમાં બધા જ પ્રકારના તણાવ અને ચિંતાનું મુખ્ય કારણ વ્યક્તિનો પોતાનો અહંકાર અને કર્તાપણાની માન્યતા જ છે, આ જગતમાં સાચો કર્તા કોણ છે તે શોધવું તે જ ચિંતામુક્ત થવા માટેનું સર્વોચ્ચ સમાધાન છે. આ જ્ઞાન મેળવવા માટેનું પ્રથમ સોપાન આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું તે છે અને પછી કર્તાપણા પાછળના વિજ્ઞાનને શોધી શકાય છે.

ચાલો કઈ રીતે ચિંતા બંધ થાય અને તમારી જાતને ચિંતાની સાંકળોથી મુક્ત કરવાનું શીખવા માટે આ વાંચીએ...

શું તમે ખૂબ ચિંતા કરો છો?

શું તમે ખૂબ ચિંતા કરો છો? તમે ક્યારેય વિચાર્યું છે કે ચિંતાઓ તમે પોતે ઊભી કરેલી છે કે હકીકતમાં છે? ચિંતા કરવાથી ફક્ત પરિસ્થિતિ વધુ બગડશે, એનું નિરાકરણ નહીં આવે. તો ચિંતા શા માટે?

play
previous
next

Top Questions & Answers

  1. Q. ચિંતા શું છે ? ચિંતા કરવાનો અર્થ શું છે ?

    A. ખરેખર, ચિંતાનો અર્થ શું છે? ચિંતા શું છે? ચાલો આપણે થોડી વાતો ધ્યાનમાં લઈને આ વિશે જાણીએ. આપણે આપણા... Read More

  2. Q. ચિંતા એ શા માટે મોટાભાગના લોકોની મુખ્ય સમસ્યા છે? ચિંતા અને તણાવના કારણો શું છે?

    A. આપણે બધાએ આપણા જીવનની ચિંતાઓ સાથે સંઘર્ષ કર્યો છે. એવો પણ સમય હોય છે કે જ્યારે આપણે બધા કરતા વધારે... Read More

  3. Q. ટેન્શન એટલે શું?

    A. પ્રશ્નકર્તા : ટેન્શન એટલે શું ? ચિંતાનું તો સમજાયું, હવે ટેન્શન એની વ્યાખ્યા કહોને કે ટેન્શન કોને... Read More

  4. Q. શું હું ચિંતા મુક્ત વ્યવસાય કરી શકું છું ?

    A. પ્રશ્નકર્તા : ધંધાની ચિંતા થાય છે, બહુ અડચણો આવે છે. દાદાશ્રી : ચિંતા થવા માંડે કે સમજો, કાર્ય... Read More

  5. Q. ચિંતા શા માટે બંધ કરવી? તણાવ અને ચિંતાથી શી અસરો થાય?

    A. કોઈ પરિસ્થિતિના પોઝિટિવ પરિણામને આપણે સ્વીકારી શકીએ છીએ અને તેના અવળા પરિણામને સંભાળી શકતા નથી એટલે... Read More

  6. Q. ચિંતા કર્યા વગર જીવન જીવી શકાય એવા અસરકારક ઉપાયો ક્યા છે? ચિંતા કેમ ન કરવી?

    A. શું તમે તમારી નોકરી, પૈસા, આરોગ્ય, બાળકો, વૃદ્ધ-માતાપિતા જેવી વિવિધ બાબતોથી ચિંતિત છો અને તેનાથી... Read More

  7. Q. શું મારે ભવિષ્યની ચિંતા કરવી જોઈએ?

    A. શું તમે ભવિષ્યની ચિંતા કરો છો? આપણે ના ગમતી પરિસ્થિતિઓની કલ્પના કરીને ભવિષ્યની ચિંતા કરીએ છીએ. તેવી... Read More

  8. Q. વર્તમાનમાં રહો. ચિંતા શા માટે કરો છો?

    A. કેટલાંક અમદાવાદના શેઠ મળ્યા'તા. તે જમતી વખતે મિલમાં ગયા હોય, મારી જોડે જમવા બેઠાં હતા. તે શેઠાણી... Read More

  9. Q. હું મારા જીવનમાં શા માટે કોઈ વસ્તુ પર નિયંત્રણ નથી મેળવી શકતો?

    A. જ્યારે દરેક વસ્તુ તમારા કાબૂની બહાર જતી રહે અને તમે ફસામણ તથા અસહાયતા અનુભવો ત્યારે તમારા જીવનને... Read More

  10. Q. ચિંતામુક્ત કેવી રીતે થવું? સરળ છે, આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત કરી લો!

    A. જ્યારે તમે જે તમારું નથી તેના માલિક બનવા જાઓ છો, ત્યારે ચિંતા થાય છે. અને તમે તેનાથી સુખી-દુ:ખી થાઓ... Read More

  11. Q. મને એવી ચિંતા રહ્યા કરે કે લોકોને હું પસંદ નથી અને લોકો મારા માટે શું વિચારશે. કોઈ મારું અપમાન કરશે તો હું શું કરીશ?

    A. “લોકોને હું પસંદ નથી”, “લોકો મારા માટે શું વિચારે છે”, “બીજાઓ મારા માટે શું વિચારે છે?” મનમાં... Read More

  12. Q. જો મને નોકરી નહીં મળે તો હું શું કરીશ? મને તેની ચિંતા રહે છે.

    A. “મને નોકરી નથી મળી રહી”, “મને મારી કારકિર્દી, જીવન અને ભવિષ્યની ચિંતા થાય છે,” “શું મને નોકરી... Read More

  13. Q. ઘરની કોઈ વ્યક્તિ બિમાર હોય તો અસ્વસ્થતા અને ચિંતાની લાગણીઓ કેવી રીતે બંધ કરવી?

    A. જ્યારે તમે તમારા કોઈ પ્રિય વ્યક્તિની માંદગી વિશે જાણો છો, ત્યારે તમને આઘાત લાગે તેમાં કોઈ શંકા નથી.... Read More

  14. Q. જ્યારે મારા જીવનસાથી મારી સાથે વિશ્વાસઘાત કરે, ત્યારે ચિંતા અને શંકાથી દૂર કેવી રીતે રહેવું?

    A. એ સામાન્ય છે કે જ્યારે તમારા જીવનસાથી તમને છેતરતા હોય ત્યારે શંકા અને ચિંતા થાય. “મારા જીવનસાથી મને... Read More

  15. Q. જીવનમાં બધું ગુમાવી દેવાના ભયમાંથી કેવી રીતે મુક્ત થવું?

    A. જીવનમાં દરેક વસ્તુ ગુમાવવાનો ભય અત્યંત નબળા બનાવી શકે છે. એમાં કોઈ વ્યક્તિને ગુમાવવાનો ભય, નિયંત્રણ... Read More

Spiritual Quotes

  1. ચિંતા તો એક જાતનો અહંકાર કહેવાય છે.
  2. જ્યારે ચિંતા થવા માંડે કે સમજો કે કાર્ય બગડવાનું વધારે. અને જ્યારે ચિંતા ના થાય તો સમજવું કે કાર્ય સ્વયં સુધરી જશે !
  3. ચિંતા બંધ થાય ત્યારથી જ વીતરાગ ભગવાનનો મોક્ષમાર્ગ કહેવાય !
  4. એવી પરિસ્થિતના સામા થજો, ઉપાય કરજો, પણ ચિંતા ના કરશો.
  5. પ્રાપ્તને ભોગવો, અપ્રાપ્તની ચિંતા ના કરો.
  6. વિચાર કરવાનો અધિકાર છે, કે ભઈ આટલે સુધી વિચાર કરવાનો, અને વિચાર જ્યારે ચિંતામાં પરિણામ પામે એટલે બંધ કરી દેવું જોઈએ.
  7. આત્મજ્ઞાન વિના ચિંતા જાય નહીં.
  8. કાળજી અને ચિંતામાં બહુ ફેર. કાળજી એ જાગૃતિ છે અને ચિંતા એટલે જીવ બળ્યા કરવો.
  9. ઘડી પહેલાં થઈ ગયું, તેની ચિંતા શું ? જેનો ઉપાય નથી, તેની ચિંતા શું ? કોઈ પણ બુદ્ધિશાળી સમજે કે હવે ઉપાય નથી રહ્યો, માટે એની ચિંતા કરવાની ના હોય.
  10. આ એક જ ડિપાર્ટમેન્ટની ઉપાધિ હોય, તે બીજા ડિપાર્ટમેન્ટમાં ના લઈ જવી. એક ડિવિઝનમાં જઈએ ત્યારે તે પૂરતું બધું સંપૂર્ણ કામ કરી લેવું.

Related Books

×
Share on