શું સુખી લગ્નજીવન શક્ય છે?
શું સુખી લગ્નજીવન શક્ય છે ? આવો જાણીએ પરિણીતોનું વિવાહિત જીવન પર શું કહેવું છે.
લોકો લગ્ન શા માટે કરે છે? કારણ કે તેઓ એવા જીવનસાથીની શોધમાં હોય છે કે જે તેમના જીવનને પ્રેમ અને ખુશીઓથી ભરી શકે.
જો કે, સુખી લગ્નજીવન જીવવા માટે તમારે તમારા જીવનસાથીને જેવા છે એવા જ એમને સ્વીકારવા આવશ્યક છે. દરેક વ્યક્તિની માન્યતાઓ, વિચારસરણી, અભિપ્રાય અને દૃષ્ટિકોણ જુદા જ હોય. માટે, કોઈ પણ બે વ્યક્તિ એકસરખું ના વિચારે એ સ્વાભાવિક છે. તેથી જ, આપણે એવું કહી શકીએ કે લગ્ન એ બે જુદી જુદી માન્યતાઓ અને વિચારધારાનું મિલન છે. અલગ વિચારો હોવાના કારણે પતિ-પત્ની જીવનની જુદી-જુદી બાબતોમાં એકમત નથી હોતા. આ મતભેદને કારણે જ લગ્નજીવનમાં ક્લેશ થાય છે, જે છેવટે દુ:ખી લગ્નજીવનમાં પરિણમે છે.
શું આવા મતભેદો સાથે પણ સુખી લગ્નજીવન શક્ય છે? લગ્નજીવનની મુશ્કેલીઓનો ઉકેલ લાવીને સુમેળ કેવી રીતે સાધી શકાય? જીવનસાથીની ભૂલો એમને બતાવી શકાય ખરી? કે પછી મૌન રહેવું એ જ ઉપાય છે?
પરમ પૂજ્ય દાદા ભગવાને આવા અનેક પ્રશ્નોના સમાધાન આપ્યા છે તથા લગ્નજીવન સફળ બનાવવા માટે વ્યવહારિક ઉપાયો ખુલ્લા કર્યા છે, જેનાથી લગ્નજીવનમાં કોઈ પણ પ્રકારના ક્લેશનો ઉકેલ લાવી શકાય. તેઓશ્રીએ આપેલા ઉપાયોથી, તેમણે તેમના પત્ની સાથે ક્યારેય પણ મતભેદ થવા દીધો નહતો.
તેઓશ્રીએ એ જ સફળ લગ્નજીવન માટેની ચાવીઓ અને સરળ ઉપાયો અહીં ખુલ્લા કર્યા છે, જેનાથી લગ્નજીવનના મતભેદો અને ડિવોર્સ ટાળીને લગ્નજીવન નિભાવી શકાય. તેઓશ્રીએ પરણેલાઓ પણ શાશ્વત સુખ અને આનંદનો અનુભવ કરી શકે તે માટે અક્રમ વિજ્ઞાનનો માર્ગ ખુલ્લો કર્યો છે.
સુખી લગ્નજીવન જીવવાની રીત ઊંડાણમાં જાણવા માટે, આગળ વાંચો...


Q. લગ્નજીવનને સુખી કેવી રીતે બનાવવું?
A. પરમ પૂજ્ય દાદાશ્રી અને હીરાબાનું લગ્નજીવન એકદમ શાંતિપૂર્ણ, પરસ્પર આદર અને વિનયવાળું હતું. એમના... Read More
Q. લગ્નજીવનમાં સમસ્યા થવા પાછળ શું કારણ છે ?
A. જ્યારે તમારા લગ્ન થાય છે ત્યારે આદર્શ લગ્નજીવન વિશે તમારા મનમાં, “મારું લગ્નજીવન આવું હશે ને... Read More
Q. લગ્નજીવનમાં સમસ્યા કેવી રીતે ઉકેલવી?
A. લોકોને ઘરમાં પોતાના પાર્ટનર સાથે મતભેદ થાય ત્યારે સમાધાન કરતા આવડે નહીં અને ગૂંચાયા કરે. એના... Read More
Q. જીવનસાથી સાથેનો વ્યવહાર ઉકેલવાની ટીપ્સ
A. વ્યવસાયિક ક્ષેત્રમાં લોકો સાથે કેવી રીતે વાતચીત કરવી તેમજ આપણી વ્યવહાર કળાનો કેવી રીતે વિકાસ કરવો એ... Read More
Q. ક્રોધિત પત્ની સાથે કેવી રીતે વ્યવહાર કરવો?
A. લગ્નજીવનમાં, વહેલા કે મોડા, એવી પરિસ્થિતિ ઊભી થતી હોય છે જ્યારે ગુસ્સે થયેલી પત્નીને સંભાળવી પડે.... Read More
Q. કચકચ કરતી પત્ની સાથે કેવી રીતે વર્તવું?
A. કચકચ - એટલે કે સતત ટોકવું - લગ્નજીવનમાં પતિ કે પત્નીની એકબીજા પ્રત્યે આ સામાન્ય ફરિયાદ હોય છે. ખાસ... Read More
Q. લગ્નજીવનમાં આર્થિક સમસ્યાઓ કેવી રીતે ટાળવી?
A. જીવનમાં એટલાં જાગૃત રહેવું કે આપણે પોતે અથવા આપણા પાર્ટનર કોઈ આર્થિક મુશ્કેલીમાં ના મુકાઈએ. આપણે... Read More
Q. છૂટાછેડા થવાના કારણો શું છે?
A. આપણા રોજિંદા જીવનમાં મતભેદો થયા જ કરતા હોય છે. આવા મતભેદોનું મૂળ કારણ વસ્તુઓ અથવા લોકો કેવા છે... Read More
Q. શું મારે છૂટાછેડા લેવા જોઈએ?
A. આજકાલ છૂટાછેડાનું પ્રમાણ ઘણું વધી ગયું છે અને ક્યારેક એવો વિચાર પણ આવી જાય કે, “શું મારે છૂટાછેડા... Read More
Q. શું પતિ-પત્નીના સંબંધમાં એકબીજાની ભૂલો જોવી યોગ્ય છે?
A. એવું કેટલી વાર બન્યું હશે કે તમે પાર્ટનરને એમની ભૂલો બતાડવાનું મન થયું હોય અથવા તમારી સાથે એવું... Read More
Q. જીવનસાથીના પ્રતિક્રમણ શા માટે કરવા જોઈએ?
A. ઘણીવાર વ્યવહારમાં આપણી વાણીથી કે વર્તનથી આપણા જીવનસાથીને દુઃખ અપાઈ જતું હોય છે. ક્યારેક એમના માટે... Read More
Q. શું લગ્ન પહેલાં ડેટિંગ કરવું જોઈએ કે નહીં?
A. લગ્નની ઉંમર થાય ત્યારે લોકોને મનમાં ઘણા પ્રશ્નો અને મૂંઝવણો ઊભી થાય છે કે, “લગ્ન કરી લેવા જોઈએ કે... Read More
Q. જીવનસાથીની પસંદગી કેવી રીતે કરવી?
A. જીવનસાથીની પસંદગી, એ આપણા માટે સૌથી અઘરો નિર્ણય બની રહે છે. લગ્ન કરવાની ઉંમર થાય ત્યારે કેવા... Read More


subscribe your email for our latest news and events
