Related Questions

બંધન કોને : દેહને કે આત્માને?

પ્રશ્નકર્તા : હવે તો પછી કર્મબંધન કોને હોય છે, આત્માને કે દેહને ?

karma

દાદાશ્રી : દેહ તો એ પોતે જ કર્મ છે. પછી બીજુ બંધન એને હોય ક્યાંથી ? આ તો જેને બંધન લાગતું હોય, જે જેલમાં બેઠો હોય તેને બંધન. જેલને બંધન હોય કે જેલમાં બેઠો હોય એને બંધન ? એટલે આ દેહ તો જેલ છે અને તેની મહીં બેઠો છે ને તેને બંધન છે. 'હું બંધાયો છું, હું દેહ છું, હું ચંદુભાઈ છું.' માને છે, તેને બંધન છે.

પ્રશ્નકર્તા : એટલે આપ કહેવા માંગો છો કે આત્મા દેહ થકી કર્મ બાંધે છે, ને દેહ થકી કર્મ છોડે છે ?

દાદાશ્રી : ના, એવું નથી. આત્મા તો આમાં હાથ ઘાલતો જ નથી. ખરી રીતે તો આત્મા છૂટ્ટો જ છે, સ્વતંત્ર છે. વિશેષભાવથી જ આ અહંકાર ઊભો થાય છે ને તે કર્મ બાંધે છે ને તે જ કર્મ ભોગવે છે. 'તમે છો શુદ્ધાત્મા' પણ બોલો છો કે 'હું ચંદુભાઈ છું.' જ્યાં પોતે નથી, ત્યાં આરોપ કરવો કે 'હું છું.' તે અહંકાર કહેવાય છે. પારકાના સ્થાનને પોતાનું સ્થાન માને છે, એ ઈગોઈઝમ છે. આ અહંકાર છૂટે એટલે પોતાના સ્થાનમાં અવાય. ત્યાં બંધન છે જ નહીં. 

×
Share on