Related Questions

શું મન અને મગજ બંને સરખી વસ્તુ છે? મન અને આત્મા વચ્ચે શું તફાવત છે?

મન, મગજ ને આત્મા!

પ્રશ્નકર્તા: મન એટલે મગજ કહેવાય?

દાદાશ્રી: ના, ના, ના. મન તો જુદી વસ્તુ છે. પોતાનું અસ્તિત્વ જ જુદું. મગજ તો મશીનરી છે, મિકેનિકલ છે. માઈન્ડ એટલે માઈન્ડ. માઈન્ડ પોતાનું અસ્તિત્વ ધરાવે છે.

પ્રશ્નકર્તા: આત્મા ને મન વચ્ચે અંતર કેટલું?

man-magaj-atma

દાદાશ્રી: આત્માને અને મનને કશું લેવાદેવા નથી. જેમ આ દેહ ફિઝિકલ છે એવું મન પણ ફિઝિકલ છે, વાણીય ફિઝિકલ છે. આત્મા બિલકુલ ચેતન છે.

પ્રશ્નકર્તા: મન, આત્મા અને બ્રેઈન (મગજ) વચ્ચેનો તફાવત શું?

દાદાશ્રી: મન અંતઃકરણના ભાગમાં આવે. આ બ્રેઈન છે ને, તે બ્રેઈન તો ચાલુ જ રહે છે નિરંતર. પણ એમાં હિસાબ છે તે ત્રણને ત્રણ મિનિટે 'વ્યવસ્થિત'ના મારફત બ્રેઈનમાં આવે ને બ્રેઈનમાંથી મનના થ્રુ (મારફત) ડિસ્ચાર્જ થાય. એટલે વિચાર આવે તમને. વિચાર આવે તે વખતે વિચારનું ગૂંચળું વળ્યા કરે, ત્યારે એ બધુંય મન હોય છે અને આત્મા એ જાણે છે બધું. એ બધા જ વિચારોને જે જાણે તે આત્મા છે. વિચારોમાં તન્મયાકાર થાય તે આત્મા નથી. તન્મયાકાર થાય એટલે આત્માની શક્તિ ઘટી ગઈ ત્યાં આગળ, ત્યાં જીવાત્મા કહેવાય. અને શુદ્ધાત્મા તો બધું જાણ્યા જ કરે અંદર, ત્યારે એ શુદ્ધાત્મા.

પ્રશ્નકર્તા: એ મન અને આત્મા બેનું એકીકરણ કરવું, બેને એકાકાર કરવું, એ વિશે સમજાવો.

દાદાશ્રી: એ બે એકાકાર થાય શી રીતે? મન છે તે વિનાશી છે, અને આત્મા અવિનાશી છે. બે એકાકાર થાય જ નહીં ને, ક્યારેય પણ. એનો મેળ જ શી રીતે પડે? બે વિનાશી ચીજો હોય તો મેળ પડે. આ તો બન્નેના ગુણધર્મ જુદાં છે.

પ્રશ્નકર્તા: એક વસ્તુમાં બીજી વસ્તુ જોડવામાં આવે, જેમ કે ઈલેક્ટ્રિકની અંદર નેગેટિવ અને પોઝિટિવના બે તાર મૂકવામાં આવે તો જ પ્રકાશ થાય.

દાદાશ્રી: હા, તો જ પ્રકાશ થાય બરાબર.

પ્રશ્નકર્તા: એવી રીતે આ બે, મન અને આત્માને એકાકાર કરવામાં આવે, તો જ તદાકાર થાય અને સાક્ષાત્કાર થાય એવું જે જ્ઞાનીઓ કહે છે, તે બરાબર છે?

દાદાશ્રી: ના, ખોટું છે.

પ્રશ્નકર્તા: તો ખરું શું છે?

દાદાશ્રી: આત્મા તો એક સ્વતંત્ર વસ્તુ છે. એ બધી જે વાતો બહાર ચાલે છે, એ આત્મા ન્હોય. મન ને આત્મા એ બે એકાકાર કોઈ દહાડોય થાય નહીં. આત્મા હોય તો મન વશ થાય ખરું, પણ મન ને આત્મા, બે એકાકાર થાય નહીં. મન ટેમ્પરરી છે અને આત્મા પરમેનન્ટ છે, બેનો મેળ શી રીતે પડે? મન તો મરવા માટે આવેલું છે અને આત્મા તો સનાતન વસ્તુ છે. એટલે આ બધી વાત કહે છે એ તદ્દન ખોટી છે. સો એ સો ટકા ખોટી, એક અંશેય સાચી નથી.

Related Questions
  1. મન એ શું છે? મનની વ્યાખ્યા શું છે?
  2. મન અને જીવન, તથા મન અને આત્મા વચ્ચે શું સંબંધ છે?
  3. શું જપ અથવા મંત્રો દ્વારા હું મનની શાંતિ પ્રાપ્ત કરી શકુ?
  4. શું એકાંતિક જીવન જીવીને હું મનને સ્થિર કરી શકું?
  5. તમે મનને કેવી રીતે સ્થિર કરો છો? આધ્યાત્મિકતા અને મનની સ્થિરતા વચ્ચે શું સંબંધ છે?
  6. મન કેટલું મજબૂત છે? શા માટે મનને મારવું નહીં?
  7. શા માટે આટલા બધા વિચારો ઉત્પન્ન થાય છે? શું વિચારોને કાબુમાં રાખવા શક્ય છે? શા માટે આપણે વિચારોને દબાવવા ન જોઈએ?
  8. મન કેવી રીતે કાર્ય કરે છે?
  9. શું મન અને મગજ બંને સરખી વસ્તુ છે? મન અને આત્મા વચ્ચે શું તફાવત છે?
  10. શું મનનું નિયંત્રણ એ અંતરશાંતિ કે સમાધિનો પાયો છે?શું મન કાબુમાં છે તે જાણવાની કોઈ કસોટી છે?
×
Share on