Related Questions

માનવ જીવનનો ધ્યેય શું છે?

આનું ગુહ્ય સાયન્સ શું છે કે મન-વચન-કાયા પરોપકારે વાપરો તો તમારે ત્યાં હરેક ચીજ હશે. પરોપકાર માટે જો વાપરો અને પછી ફી લઈને વાપરો તો ?

પ્રશ્નકર્તા : તકલીફ પેદા થાય.

દાદાશ્રી : આ કોર્ટમાં ફી લે, સો રૂપિયા પડશે, દોઢસો રૂપિયા પડશે. ત્યારે કહેશે, 'સાહેબ, દોઢસો લઈ લો.' પણ પરોપકારનો કાયદો તો ના લાગે ને !

પ્રશ્નકર્તા : પેટ લાગી હોય તો એમ કહેવું જ પડેને ?

દાદાશ્રી : પેટ લાગી છે, એ વિચાર કરશો જ નહીં. કોઈ જાતના પરોપકાર કરશોને તો તમને કોઈ અડચણ નહીં આવે, હવે લોકોને શું થાય છે ? હવે અધૂરું સમજીને કરવા જાયને, એટલે અવળી 'ઈફેક્ટ' આવે એટલે પાછું મનમાં શ્રદ્ધા ના બેસે ને ઊડી જાય. અત્યારે કરવા માંડે તો બે-ત્રણ અવતારેય રાગે પડે એ. આ જ 'સાયન્સ' છે. 

×
Share on