જ્યોતિર્લિંગ શું છે ?
પ્રશ્નકર્તા : આ જ્યોતિર્લિંગ શું છે ?
દાદાશ્રી : આત્મા જ્યોતિ સ્વરૂપ, એ દેહલિંગ સ્વરૂપ નથી, સ્ત્રીલિંગ સ્વરૂપ નથી કે પુરુષલિંગ સ્વરૂપે ય નથી. આ સ્થૂળ જ્યોતિર્લિંગ કહેવા માંગે છે એનાથી તો લાખો માઈલ આગળ સૂક્ષ્મ જ્યોતિર્લિંગ છે અને એની આગળ સૂક્ષ્મતર ને છેલ્લે સૂક્ષ્મતમ જ્યોતિર્લિંગ છે એ આત્મા છે.
જ્યોતિ સ્વરૂપને આ લોકો આ લાઈટનું ફોકસ સમજી બેઠા. આ પ્રકાશ દેખાય છે તેમાંનો એકેય આત્મપ્રકાશ નથી. જ્ઞાન, દર્શન, ચારિત્ર ને સુખ ઉત્પન્ન થયું તે જ્યોતિ, આ દીવો તે નહીં.