www.dadabhagwan.in
                   
સ્વધર્મ-પરધર્મ

કયા ધર્મને શરણે જવું ?

પ્રશ્નકર્તા : બધા ધર્મો કહે છે, 'મારા શરણે આવ', તો જીવે કોના શરણે જવું ?

દાદાશ્રી : બધા ધર્મોમાં તત્ત્વ શું છે? ત્યારે કહે કે, 'પોતે શુધ્ધાત્મા છે' એ જાણવું. શુધ્ધાત્મા એ જ કૃષ્ણ છે, શુધ્ધાત્મા એ જ મહાવીર છે, શુધ્ધાત્મા એ જ ભગવાન છે. 'બધા ધર્મો છોડી દે અને મારે શરણે આવ' એમ કહે છે. એટલે એ કહેવા માગે છે કે, 'તું આ દેહધર્મ છોડી દે, મનોધર્મ છોડી દે, ઈન્દ્રિય ધર્મો બધા છોડી દે અને પોતાના સ્વાભાવિક ધર્મમાં આવી જા, આત્મધર્મમાં આવી જા.' આને હવે લોક ઊંધું સમજ્યા. મારે શરણે એટલે કૃષ્ણ ભગવાનને શરણે એમ સમજ્યા. અને કૃષ્ણ કોને સમજે છે? મુરલીવાળાને! આ ચોપડવાની (દવા) પી ગયા, એમાં ડૉક્ટરનો શો દોષ ? એવું આ પી ગયા અને તેથી ભટકે છે !

ફોડ, સ્વધર્મ-પરધર્મનો !

પ્રશ્નકર્તા : સ્વધર્મ એટલે શું ? આપણા વૈષ્ણવમાં કહે છે ને કે સ્વધર્મમાં રહો ને પરધર્મમાં ના જશો !

દાદાશ્રી : આપણા લોકો સ્વધર્મ એ શબ્દ જ સમજ્યા નથી ! વૈષ્ણવ ધર્મ એ સ્વધર્મ અને શૈવ કે જૈન કે ઇતર બીજા ધર્મ તે પરધર્મ, એમ સમજી બેઠા છે. કૃષ્ણ ભગવાને કહ્યું કે, 'પરધર્મ ભયાવહ,' એટલે લોક સમજ્યા કે વૈષ્ણવ ધર્મ સિવાય બીજા બધા ધર્મ પાળે તે ભય છે. તેમ દરેક ધર્મવાળા એવું જ કહે છે કે પરધર્મ એટલે બીજા ધર્મમાં ભય છે, પણ કોઇ સ્વધર્મ કે પરધર્મને સમજ્યું જ નથી. પરધર્મ એટલે દેહનો ધર્મ અને સ્વધર્મ એટલે આત્માનો પોતાનો ધર્મ. આ દેહને નવડાવો, ધોવડાવો, અગિયારસ કરાવો એ બધા દેહધર્મ છે, પરધર્મ છે; આમાં આત્માનો એકુય ધર્મ ન હોય, સ્વધર્મ ન હોય. આ આત્મા એ આપણું સ્વરૂપ છે. કૃષ્ણ ભગવાને કહ્યું કે, 'સ્વરૂપનો ધર્મ પાળે તે સ્વધર્મ છે અને આ અગિયારસ કરે કે બીજું કાંઇ કરે તે તો પરાયો ધર્મ છે, એમાં સ્વરૂપ ન હોય.'

'પોતાનો આત્મા એ કૃષ્ણ છે' એમ સમજાય, એની ઓળખાણ થાય તો જ સ્વધર્મ પળાય. જેને મહીંવાળા કૃષ્ણની ઓળખાણ પડી એ જ સાચો વૈષ્ણવ કહેવાય, આજે તો કોઇ સાચો વૈષ્ણવ થયો નથી ! 'વૈષ્ણવ જન તો તેને રે કહીએ....' એ વ્યાખ્યાવાળો એક પણ વૈષ્ણવ જડતો જ નથી !

આમ કહે છે કે, 'અમે કૃષ્ણ ભગવાનનો ધર્મ પાળીએ છીએ,' પણ કૃષ્ણ ભગવાન મને રોજ કહે છે કે, 'આમાંનો એકુંય જણ મારો સાચો ભક્ત નથી. હું જે કહું છું તે મારી આજ્ઞા તેઓ એક દા'ડો, અરે એક કલાક પણ પાળતા નથી.'

google
Web www.dadabhagwan.in
show bar