Related Questions

શું ભગવાનનું અસ્તિત્વ છે? ભગવાન ક્યાં છે?

શું ભગવાનનું અસ્તિત્વ છે? શું ભગવાન છે? આ વિશાળ બ્રહ્માંડમાં ભગવાન ક્યાં રહે છે?

શું તેઓ સ્વર્ગમાં છે? શું તેઓ આકાશમાં છે?મંદિર માં છે? આપણાં હદયમાં છે? કે પછી કોઈ બીજી જગ્યા એ છે?

ભગવાનનું સાચું સરનામું નહીં જાણવાથી, આપણે તેમની કલ્પના અહીંયા ને ત્યાં બધે જ કર્યા કરીએ છીએ..

ભગવાન ક્યાં છે?

“ગોડ ઇઝ ઇન એવરી ક્રીએચર, વેધર વિઝિબલ ઓર ઇન્વિઝિબલ. ગોડ ઈઝ ઇન ક્રીએચર, નોટ ઇન ક્રીયેશન.”

ભગવાન દરેક જીવ માત્રમાં છે, પછી તે આંખે દેખાય એવા કે ન દેખાય એવા હોય, તમારી ને મારી વચ્ચે દૂરબીનથીય ન જોઈ શકાય એવા અનંત જીવો છે; એ દરેકની મહીં ભગવાન બેઠા છે!. જો કે, આ સોફા, ટેબલ, કેમેરા, ટ્યુબ લાઈટ કે રેકોર્ડર પ્લેયરમાં નથી કારણકે આ બધા મેન મેઈડ ક્રીએશન છે. મનુષ્યોએ બનાવેલી વસ્તુ હોય તેમાં, ભગવાન નથી, પરંતુ કુદરતી બનાવટ છે, એમાં ભગવાન છે. એટલે એકેન્દ્રિય, બે ઈંદ્રિય, ઝાડ-પાન, પશું- પક્ષી, મનુષ્યો બધામાં. આપણને જે બહારથી દેખાય છે તે દેહ છે અને એની મહીં ભગવાન રહેલા છે! 

શું ભગવાનનું અસ્તિત્વ છે?

હા છે. 

જયાં પણ ભગવાનની હાજરી હોય ત્યાં વૃધ્ધિ થાય અને ત્યાં લાગણીઓ હોય. 

ભગવાન શક્તિ સ્વરૂપે દરેક જીવમાત્ર ની મહીં રહેલા છે, અને આ શક્તિ ની હાજરી માં દરેક જીવ વૃદ્ધિ પામે છે. દાખલા તરીકે, જો આપણે અનાજને ભીના કપડાં રાખી તો ઊગી નિકળશેને ? પણ, જો આપણે પથરાને ભીના કપડામાં વર્ષો સુધી રાખી તો શું એ ઊગશે? નહીં. જે વસ્તુમાં ભગવાન નથી તે ઊગી નહીં શકે કે પછી લાગણી પણ અનુભવી નહીં શકે.

ભગવાનનું અસ્તિત્વ છે તે આપણે કેવી રીતે જાણી શકીએ?

જો ભગવાનનું અસ્તિત્વ નથી તો પછી, આ જગતમાં સુખ કે દુઃખનો અનુભવ થઈ શકે નહીં. માત્ર ભગવાનની હાજરીમાં જ આપણે લાગણીઓ અનુભવી શકી છીએ. દાખલા તરીકે, જો આપણે કિડીને પકડવા જીઈએ તો તે આપણાથી ડરીને નાસી જાય છે અને હકીકતમાં આપણે તેને અડી તે પહેલા જ દોડવા માંડે છે કારણ કે, એને આપણી હાજરી અને આપણા આશયની ખબર પડે જાય છે. તેથી કીડીમાં ભગવાન રહેલા છે. જ્યારે આપણે ટેબલ પકડી અને તેને તોડી નાખી તો ટેબલ ભાગી નહીં જાય, કારણક તે જીવતું નથી અને તેને કોઈ પણ લાગણીઓ અનુભવાતી નથી. તેથી ટેબલ માં ભગવાન નથી.

જ્યાં પણ આપણે વૃદ્ધિ કે લાગણીઓ જોઈ છીએ ત્યાં જાણવું કે ત્યાં મહીં ભગવાન રહેલા છે. વૃદ્ધિ અને લાગણીઓ ભગવાનની હાજરીનો સૌ પ્રથમ અને સરળ પૂરાવો છે. નિર્જીવ વસ્તુઓમાં ભગવાન નથી અને તેથી જ તેઓ વૃદ્ધિ નથી પામતા કે લાગણીનો અનુભવ નથી કરી શકતા.  

તો હવે આપણે જાણીએ છીએ કે દરેક જીવમાત્રની મહીં ભગવાન છે, તો હવે આપણે તેમને કેવી રીતે જોઈ શકીએ?

આપણે આખી જીંદગી, ભગવાનને બહાર ખોળવા મથીએ છીએ, પણ ખરેખર, ભગવાનનો મહીં (આંતરિક) જ અનુભવ થવો જોઈએ.

આપણી નારી આંખે (ચર્મચક્ષુથી), આપણને બહાર માત્ર ટેમ્પરરી અને વિનાશી (ક્ષણિક) વસ્તુઓ જ દેખાય છે.  

ભગવાનને કોઈ દેહ નથી. દેહ તો માત્ર બાહ્ય આવરણ (બહાર નું પેકિંગ) છે. તે પેકિંગ તો આંબાનું ઝાડનું કે ગધેડાનું, મનુષ્યનું કે બીજા કોઈ પણ જીવનું હોઈ શકે અને તે તો એક દિવસ સડી જાય કે ફાટી જાય. જ્યારે ભગવાન તો અવિનાશી શુદ્ધ તત્વ રૂપે મહીં બિરાજેલા છે તે દરેકમાં સમાન ભાવે રહેલા છે. આ શાશ્વત તત્વ એ આપણી ખરી ઓળખાણ છે! આ મહી રહેલું તત્વ એ જ પોતે છે. પોતે જ શુદ્ધાત્મા છે. શુદ્ધાત્મા એ ભગવાન છે!

દરેકની મહીં રહેલા શાશ્વત (અવિનાશી) ભગવાનને માત્ર દિવ્ય ચક્ષુથી જ જોઈ શકાય, કે જે પ્રત્યક્ષ જ્ઞાનીની કૃપા દ્વારા જ્ઞાનવિધિમાં આત્મજ્ઞાન પ્રાપ્તિ સમયે જ પ્રાપ્ત થાય છે. આત્મજ્ઞાન પછી, આપણે દરેક જીવ માત્ર, આપણી પોતાની, બીજા મનુષ્યો ની મહીં, આપણી આજુ બાજુ રહેલા આ ઝાડ કે પછી પશુની મહીં પણ ભગવાન જોઈ શકીએ છીએ ..ભગવાન ત્યાં જ છે! એ જ ભગવાનનું એડ્રેસ છે!

Related Questions
  1. ભગવાન શું છે?
  2. ભગવાન કોણ છે?
  3. શું ભગવાનનું અસ્તિત્વ છે? ભગવાન ક્યાં છે?
  4. ભગવાનને કોણે બનાવ્યા? ભગવાન ક્યાંથી આવ્યા હતા ?
  5. શું ભગવાને આ જગત બનાવ્યું છે?
  6. શું બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે એકત્રિત થઈને આ વિશ્વની રચના કરી ?
  7. વર્તમાને શું કોઈ જીવંત ભગવાન હાજર છે? તેઓ ક્યાં છે? તેઓ આપણને કેવી રીતે મદદ કરી શકે?
  8. ભગવાનને પ્રાર્થના કેવી રીતે કરવી?
  9. શું મારા ખરાબ કર્મ માટે ભગવાન મને માફ કરશે કે સજા આપશે?
  10. ભગવાન, જ્યારે મને તમારી જરૂર હોય છે ત્યારે તમે કયા હોવ છો? ભગવાન કૃપા કરીને મને મદદ કરો!
  11. ભગવાનનો પ્રેમ કેવી રીતે પ્રાપ્ત કરવો.
  12. ભગવાન પર ધ્યાન એકાગ્ર કેવી રીતે કરવું?
  13. મૂર્તિ પૂજાનું મહત્વ શું છે?
  14. ભગવાનના ગુણધર્મો કયા છે?
  15. ભગવાનનો ખરો અનુભવ કરવા માટેની ચાવી કઈ છે?
  16. ભગવાન પદની પ્રાપ્તિ કઈ રીતે કરવી?
  17. દુર્ગા દેવી અને અંબે માતા કોણ છે?
  18. મા સરસ્વતી શું સૂચવે છે?
  19. દેવી લક્ષ્મીજી ક્યાં રહે છે? એમના કાયદા શું છે?
×
Share on